ટાઈટલ મ્યુઝીક (૨૩) – સદમા (૧૯૮૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોની મુખ્યધારાના સંગીતમાં જેમ પંજાબી, ઉત્તર ભારતીય, બંગાળી જેવા કેટલાક પ્રકારો અલગ તરી આવે છે, એ રીતે દક્ષિણ ભારતીય સંગીતનો પ્રકાર પણ જુદો પડે છે. એક શક્યતા એ છે કે હિન્દી ફિલ્મોમાં સંગીત આપનારા ઘણાખરા દક્ષિણ ભારતીય સંગીતકારોએ પોતાના પ્રદેશની ફિલ્મોમાં સંગીત આપવાની સમાંતરે હિન્દી ફિલ્મમાં સંગીત પીરસ્યું હોય. દક્ષિણ ભારતીય સંગીતકારોમાં સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે કામ કરવામાં ઈલૈયા રાજાનું નામ શિર્ષસ્થ ગણાવી શકાય. તેમણે પચાસેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, પણ તેમાંની ઘણી ફિલ્મો ડબ કરાયેલી હતી. આથી તેમની અસલ શૈલીનો પરિચય હિન્દી ફિલ્મસંગીતના શ્રોતાઓને એક હદથી વધુ થઈ ન શક્યો એમ લાગે છે.

માત્ર પ્રયોગશીલતાને બદલે તેની સાથેસાથે સર્જનશીલતા તેમના સંગીતનું મુખ્ય લક્ષણ કહી શકાય. તેમણે કર્ણાટકી સંગીતની આગવી શૈલીનાં તત્ત્વોની સાથોસાથ પશ્ચિમી સંગીતનાં તત્ત્વોનો એવો સુમેળ રચ્યો કે તેમના સંગીતની એ આગવી ઓળખ બની રહી. એકલવાદ્યના સંગીતથી લઈને આખી સિમ્ફનીનો તેઓ આખા ગીતમાં અહેસાસ કરાવી શકતા.

(‘સદમા’નું પોસ્ટર)

૧૯૮૩માં રજૂઆત પામેલી બાલુ મહેન્દ્ર દિગ્દર્શીત ‘સદમા’ ઈલૈયા રાજાના શરૂઆતના ગાળાની હિન્દી ફિલ્મ કહી શકાય. આ ફિલ્મ તમિળ ‘મુંદરમ પિરાઈ’નું પુનર્નિર્માણ હતું એટલી ખબર હતી. ત્યારે હજી કમલ હસન અને શ્રીદેવી કે સિલ્ક સ્મીતાનો પરિચય પણ તાજો હતો. આ ફિલ્મની અસર એવી પ્રચંડ હતી અને તેનો અંત એટલો પ્રભાવક હતો કે આજે પણ દર્શકો તેને ભૂલી શક્યા નથી. (ઈલૈયા રાજાના સંગીતની અસર કેવી પ્રબળ છે એની અનુભૂતિ માટે ‘મુંદરમ પિરાઈ’નાં ગીતો અહીં https://www.youtube.com/watch?v=MlzWkb0ezOw સાંભળવાથી ખ્યાલ આવી શકશે. ભલે ભાષા ન સમજાય.)

(શ્રીદેવી, બાલુ મહેન્‍દ્ર અને કમલ હસન ગીતના રેકોર્ડિંગ વેળા)
ઈલૈયા રાજા (વચમાં) અને યેસુદાસ (જમણે)

આ ફિલ્મનાં પાંચ ગીતોમાં (https://www.youtube.com/watch?v=nDrYgi1dZY4)

‘એ જિંદગી ગલે લગા લે’ (સુરેશ વાડકર), ‘ઓ બબુઆ ઓ મહુઆ’ (આશા ભોંસલે), ‘સુરમઈ અખિયોં મેં’ (યેસુદાસ), ‘એક દફા એક જંગલ થા’ (કમલ હસન, શ્રીદેવી) તેમજ ‘યે હવા યે ફિઝા’ (આશા ભોંસલે, સુરેશ વાડકર) ની ધૂન તદ્દન અલગ તરી આવે એવી હતી.

<

(બાલુ મહેન્‍દ્ર)

અહીં આપેલી ‘સદમા’ ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક છેક 7.50 થી શરૂ થાય છે. એ અગાઉ ‘યે હવા યે ફિઝા’ ગીત છે, જે બિલકુલ ઈલૈયા રાજાની શૈલીનું છે. ટાઈટલની ટ્રેક માત્ર 9.04 પર પૂરી થઈ જાય છે, એટલે કે સામાન્યપણે બે મિનીટ સુધીનું હોય છે તેને બદલે તે સવા મિનીટ જેટલું જ છે. પણ તેની અસર કેવી છે એ તો સાંભળીને જ અનુભવી શકાય એવી છે. આ ટ્રેકમાં આવતા વૈવિધ્યનું વર્ણન કરવું મુશ્કેલ છે.


(નોંધ: તસવીરો નેટ પરથી અને લીન્‍ક યુ ટ્યૂબ પરથી લીધી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ટાઈટલ મ્યુઝીક (૨૩) – સદમા (૧૯૮૩)

  1. Samir
    December 9, 2019 at 2:16 pm

    ખુબ ખુબ આભાર બિરેનભાઈ ‘સદમા’ ની યાદ અપાવવા બદલ !
    હૃષીકેશ મુખરજી ના અન્ય સર્જન જેમ અહી પણ અંત ખુબ હૃદયસ્પર્શી છે અને તેની ચોટ ની અસર પણ લાંબા સમય સુધી વર્તાય છે.ટાઈટલ સંગીત માં જ ચિત્ર ના સર્જકો ને અનોખી અને સર્જનાત્મક દ્રષ્ટિ જોવા મળે છે.
    ખુબ ખુબ આભાર ,બિરેનભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *