






– તન્મય વોરા
મારી પાસેના એક પૉડકાસ્ટમાં વક્તાએ બહુ રસપ્રદ વત કહી છે.
એક સમયે, હવાઇ સફરમાં તેમણે બાજુમાં બેઠેલ, બાગકામ સાથે એક સંકળયેલ વ્યક્તિને બાગકામને લગતી ટિપ બાબતે પૂછ્યું. તે વ્યક્તિએ જવાબમાં કહ્યું, ” મારી નંબર # ૧ બાગકામ ટિપ એ છે કે, દરેક છોડ કે ફૂલની એક નિશ્ચિત આવરદા હોય છે. તે આવરદાથી જેટલું વધારે તેને જીવાડવા મથશો, તેટલા તમે સારા માળી નહીં!”
દરેક સારી વસ્તુનો અંત તો છે જ, પણ માનવ સ્વભાવની એ અવળચંડાઇ છે કે તે તૂટી ન જાય ત્યાં સુધી તેને ખેંચતાં જ રહેવું.
જો કોઇ પણ વાતનો અંત નહીં આવે, તો પછી નવી, સારી, શરૂઆત ક્યાંથી થશે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
સરળ ભાષા માં અને સરળ દ્રષ્ટાંત થી બહુજ ગહન વાત કરી,તન્મયભાઈ !
ખુબ આભાર .