શ્રી માવજીભાઈ મહેશ્વરીની નવી લેખમાંળા – સમયચક્ર – પ્રાસંગિક

માવજી મહેશ્વરી –  પરિચય

વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, બાર વર્ષ વ્યવસાયિક સંગીતમાં કામ કર્યું છે.

વ્યવસાય – શિક્ષક  (અંજાર કચ્છ)

ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

જન્મ ૩૦ ડીસેમ્બર ૧૯૬૪ ભોજાય, તાલુકો માંડવી કચ્છ

કુલ પ્રકાશિત પુસ્તકો ૧૮

નવલકથામેળો, મેઘાડંબર, કાંધનો હક, અગનબાણ, અજાણી દિશા સોનટેકરી

વાર્તા સંગ્રહો અદશ્ય દીવાલો, પવન, ખોવાઈ ગયેલું ગામ, વિજોગ, હસ્તરેખા, સરપ્રાઈઝ, રત્ત (કચ્છી )

નિબંધ સંગ્રહો બોર અને રણભેરી

અન્ય ભોજાય એક જીવંત દસ્તાવેજ ( દસ્તાવેજી કરણ ), ઉજાસ ( ચિંતનાત્મક વિચાર વિસ્તાર )

પારિતોષિકો

* નવલકથા ‘મેળો’ને બે પારિતોષિક ( ) ગુજરાત સાહિત્ય અકાદમી ( ) કલાગુર્જરી ( મુંબઈ )

* નવલકથા ‘અજાણી દિશા’ને નંદશંકર મહેતા ચંદ્રક

* લલિત નિબંધ બોરને ચાર પારિતોષિક ( ) ગુજરાત સાહિત્ય અકાદમી, ( ) ગુજરાતી સાહિત્ય પરિષદ ( ) કલાગુર્જરી ( મુંબઈ ) ( ) કાકાસાહેબ કાલેલકર પારિતોષિક હ્યુમન સોસાયટી નડીઆદ

* ગુજરાત સરકારનો સંત કબીર એવૉર્ડ

* સંસ્મૃતિ દ્વારા ડૉ. જયંત ખત્રી એવૉર્ડ

* કચ્છી વાર્તાસંગ્રહ રત્તને તારામતી વિશનજી ગાલા અવૉર્ડ ૨૦૦૮

* ગુજરાતી ભાષામાં નોંધનીય પ્રદાન બદલ કચ્છી તરીકેનો તારામતી વિશનજી ગાલા એવૉર્ડ ૨૦૧૬

* ભુકંપ આધારિત કોલમ તિરાડ પરથી NSD નવી દિલ્લીએ નાટકનું નિર્માણ કરી મંચન કર્યું.

* અખબારી કોલમ તિરાડ કચ્છમિત્ર, મયુરપંખ જનસત્તા, હસ્તરેખા કચ્છમિત્ર, જિંદગીના હ્સ્તાક્ષર ગુજરાત મિત્ર

સમયચક્ર કચ્છમિત્ર, રણ અને મહેરામણ મિડ ડે

વ્યવસાયિક સન્માન શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ () ચિત્રકુટ ૨૦૦૭ () ગુજરાત સરકાર ૨૦૦૯ () ભારત સરકાર ૨૦૧૬

+    +    +     +

માવજી મહેશ્વરી કલમના કસબી છે. એમની કલમ નોંધારાં, અથડાતાં, ઠોકરે ચડતાં મનેખની મશાલ બનીને ઝઝૂમતી રહી છે.ટૂંકીવાર્તા દ્વારા ગુજરાતી સાહિત્ય જગતમાં પોતાનું સ્થાન ઊભું કર્યા પછી એમણે નવી પેઢીના સાહિત્યકારોમાં નવલકથાકાર અને નિબંધકાર તરીકે પોતાની એક ચોક્કસ જગ્યા બનાવી લીધી છે. અંજાર(કચ્છ)માં તેઓ શિક્ષક છે અને એમને શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ પણ મળ્યો છે.

કચ્છના ભૂકંપની વિભિષિકાનું કરુણ આલેખન કરતી કચ્છમિત્ર દૈનિકની એમની કોલમ ‘તિરાડ’ ને લોકો હજુ ભૂલ્યા નથી. તિરાડ કોલમની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ હતી. દીલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામાએ તેમની તિરાડ કોલમ પરથી ‘ તિનકા તિનકા’ નામે નાટકનું નિર્માણ કર્યું હતું. તેમના લલિત નિબંધોમાં ખાસ કરીને ભુંસાતા કચ્છનાં અદભુત ચિત્રો ઝિલાયાં છે. તેમના સર્જનમાં માનસશાસ્ત્રીય નિરુપણ તેમને અન્ય સર્જકોથી જુદા પાડે છે.

માવજીભાઈનાં અત્યાર સુધી કુલ અઢાર પુસ્તકો પ્રગટ થયાં છે જેમાં છ નવલકથા છે. મેળો તેમની જાણીતી અને અત્યંત લોકપ્રિય થયેલી નવલકથા છે. જેની ચોથી આવૃતિ પ્રગટ થઈ છે.

આ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ કલા ગુર્જરીના પુરસ્કારો મળ્યા છે તો નિબંધ સંગ્રહ બોરને પણ ચાર પુરસ્કાર મળેલા છે. ગુજરાત સરકાર તરફથી અપાતો પ્રતિષ્ઠિત ‘સંત કબીર એવોર્ડ’ ૨૦૧૪ ના વર્ષ માટે અપાયો છે. એમને જયંત ખત્રી બકુલેશ એવૉર્ડ પણ એનાયત થયો છે.

કચ્છ યુનિવર્સીટીના પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં તેમની ‘ મેળો “ નવલકથા તથા અંગ્રેજીમાં અનુવાદિત The Ebbing sea વાર્તા ભણાવાઈ રહી છે. તેમની વાર્તા ‘ વેલજીની દીકરી ‘ગુજરાતી વિષયના પ્રાથમિક શાળાના પાઠ્ય પુસ્તકમાં સમાવાયેલી છે.

આ સશક્ત કલમ હવે વેબગુર્જરીને આંગણે આવી છે. હવેથી દર મંગળવારે માવજીભાઈ મહેશ્વરીની લેખમાળા ‘સમયચક્રપ્રકાશિત થશે. આ શ્રેણી પહેલાં ‘કચ્છમિત્ર’માં પ્રકાશિત થઈ ચૂકી છે. આ લેખો ‘ભારતીય સંદર્ભમાં શોધો અને સ્થિતિઓનો ઇતિહાસ અને વિકાસ’ એવા કેન્દ્રવર્તી વિચારના હશે. દર મહિનાનો પહેલો અથવા કોઈ એક લેખ જુદા પ્રકારનો હશે.


વેબ ગુર્જરી પર શ્રી માવજીભાઈ મહેશ્વરીનું સહર્ષ સ્વાગત છે.


સંપાદન સમિતિ – વેબ ગુર્જરી.


Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “શ્રી માવજીભાઈ મહેશ્વરીની નવી લેખમાંળા – સમયચક્ર – પ્રાસંગિક

  1. માવજી મહેશ્વરી
    December 3, 2019 at 10:48 pm

    તમારા હૂંફાળા હોંકારાનો ઓશીગણ છું.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.