‘નિવૃત્તિ’માં પ્રવૃત્તિ બાબતે વૃત્તિ – સમસ્યા કે તક?

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમળા હીરપરા

ગીતામાં કહ્યું છે કે માણસ પ્રવૃત્તિ વિના રહી શકતો નથી. શારીરિક પ્રવૃત્તિ પર રોક આવી શકે પણ મનથી એ નિવૃત થઇ શકતો નથી. એક બાળક તરીકે એ બેસતા, બોલતા, ચાલતા શીખે સાથે માનસીક પ્રગતિમાં પોતાના પરિવાર ને પારકાનો ભેદ પણ સમજી શકે છે. માતાનું વહાલ ને અજાણ્યાનું બનાવટી વહાલ વચ્ચેનો ભેદ સમજી શકે છે. જેમ ઉંમર સાથે સાથે શારિરીક વિકાસ સાથે માનસીક વિકાસ થાય છે. બાળપણથી આપણને મોટા થવાની ઝંખના હોય. દાદાનો ડંગોરો લઇને ફરતા બાળકો કે મા ની સાડીના ટુંકડા કરીને ઢીંગલીને શણગારતી છોકરીઓ, ઘર ઘર રમતા બાળકોમાં અજાણપણે મોટા થવાની એષણા દેખાય છે. એ જ સમયે મોટા થઇ ગયેલા ને આજીવિકા માટે ઢસરડા કરતા વયસ્કોને પોતે ક્યારે નિવૃતિ મળશે  એની ઝંખના હોય. સામાન્ય સમાજરચના પ્રમાણે સ્ત્રી પુરુષના કાર્યક્ષેત્ર અલગ છે. એટલે પુરુષ માટે નિવૃતિવય નક્કી કરવી સરલ છે. સરકાર ૫૮ વરસે કર્મચારીઓને નિવૃત કરી દે પણ સ્ત્રીઓ માટે કોઇ વય મર્યાદા નથી હોતી.

આ નિવૃતિમાં નોકરી કે વ્યવસાય પણ ભાગ ભજવે. પોતાના ઘરના વ્યવસાય કે ધંધામાં માણસ જાતે નક્કી કરી શકે. મોટી ઉંમર સુધી તનમન સાથ આપે ત્યા સુધી કામ કરી શકે. તો સામે ખેતીવાડી ને એવા પરિશ્રમ મ ને શરીરિક શ્રમ વાળા વ્યવસાયમાં માણસને અમુક ઉંમરે નિવૃત થવુ પડે. ઉપરાંત એમાં સામાજિક વલણ પણ ભાગ ભજવે. આપણા સમાજની વાત કરીએ તો આપણે જીવનને બહુ ઝટપટ જીવી નાખવામાં માનીએ છીએ. જન્મજાત વૈરાગ્ય. અમુક ઉંમર થાય પછી તમે અમુક પ્રવૃતિ ન કરી શકો. જેમકે ખેલકુદ કિશોરવસ્થામાં જ કરાય. લગ્ન અમુક ઉંમરે જ થાય. પ્રૌઢ વ્યકિત નવુ શીખી ન શકે. ઉંમરના આ ચોકઠા પ્રમાણે માણસ વર્તે તો આદરણીય ગણાય. બહેનો માટે પરણે એટલે પોષાક બદલાય, ઘરમાં વહુ  આવે એટલે સાસુની પદવીને અનુરૂપ વસ્ત્રો, વિધવા થાય એટલે વૈરાગ્યસુચક વસ્ત્રો. પછી અમુક સાજશણગાર વય પ્રમાણે વધેઘટે. નહિતંર આછકલુ ગણાય. જયારે પુરુષો એ રાહ જોતા હોય કે જુવાન સંતાનો આજીવિકા કે ધંધાની ધુરા ઊઠાવીં લે એટલે આપણે છુટ્ટા. બહેનોને ધરમાં નવી વહુવારુ આવે એટલે એના કામકાજમાં દેખરેખ એટલે કે ‘સુપરવાઇઝર’ જેવુ કામ.   પણ નિવૃતિ કયારેક પોતાના માટે બોજ  ને અન્ય માટે સમસ્યા બની જાય છે જો યોગ્ય આયોજન ન હોય તો.

હવે આપણા સામાજિક ઢાંચા પ્રમાણે જો વડીલો ઘરમાં બહારના વ્યવસાયમાં રસ લે કે મદદ કરવાની ચેષ્ટા કરે તો એને બીજા લોકો તરત ઉતારી પાડે.ઘરના છોકરા તો કહેવાના જ કે ‘બાપા, હવે તમે શાંતિથી બેસો, અમને ખબર પડે છે કેમ  ધંધો ચલાવવો કે ખેતી કરવી?’ એમને વડીલોની હાજરી કે સલાહ હવે મદદરુપ લાગવાને બદલે અડચણરુપ ને ટકટક લાગે છે. તો  સમાજના લોકો કહેશે કે હવે ઝંઝાળ છોડૌ, મોહમાયા મુકો, પ્રભુભજન કરો,આત્માનો ઉધ્ધાર કરો,પરભવનું ભાથું બાંધો, એજ સાથે આવશે’. ટુંકમાં ગમે કે નગમે, શ્રધ્ધા હોય કે નહોય પણ માળા લઇને બેસો, કથા કીર્તન કરો, ગામને ચોરે બેસી નિંદાકુથલી કરો પણ કામ ન કરો.

તો આ છે આપણી નિવૃતિની સમસ્યા ને સામાજીક વલણ.આ જ કારણરસ નિવૃતિ પછી લોકોને પોતે નકામા ને નિરાધાર હોય એવી હતાશા ઘેરી વળે છે કારણ કે માણસ મનથી કદી નિવૃત થતો નથી

દરેક વ્યકિત પોતાની સંપતિ, તંદુરસ્તી પ્રમાણે નિવૃતિની નક્કી કરી શકે. આપણે ત્યા લોકો નિવૃતિ પછી ચારધામની યાત્રા કરે જો તનમન ને ધન સાથ આપે તો. ધાર્મિક લોકો કથા કિર્તન ને મંદિરોમાં સમય પસાર કરે, ઘરમાં પુજાપાઠ ને આરતી કરે.

ખરેખર તો આપણા શાસ્ત્ર પ્રમાણે સમાજનું ઋણ  ઉતારવાની આ  વય છે. પરદેશમાં લોકો આ ઉંમરે માનદસભ્ય તરીકે હોસ્પિટલ, શાળાઓ, એવી અનેકવિધ સમાજઉપયોગી પ્રવૃતિ કરતા હોય છે. આપણે પણ આ વલણ અપનાવવા જેવુ છે. જીવનભરનો પોતાના કામકાજના અનુભવોનો લાભ આવશક્યતા પ્રમાણે આપવો એ પણ એક સમાજસેવા જ છે. હા, કોઇને વણમાગી સલાહ આપવી એટલે અળખામણા ને અપમાનિત થવાની નોબત. ઘરમા કે બહાર સરખુ જ પરિણામ આવે વગર માગી સલાહ આપવાથી. બાકી સમાજમાં એવી ઘણી પ્રવૃતિઓ છે જ્યા આવા અનુભવી લોકોની જરુર હોય. નવી પેઢીને આવા અનુભવીઓના જ્ઞાનનો લાભ મળે જો બન્ને પક્ષે પરસ્પર સમજણ ને આદર હોય.

અંતે તો દરેક જન્મનારને આ જ અવસ્થામાંથી પસાર થવાનું છે. જેમ ‘સોય પાછળ દોરો જાય એમ જ.


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

2 comments for “‘નિવૃત્તિ’માં પ્રવૃત્તિ બાબતે વૃત્તિ – સમસ્યા કે તક?

  1. Niranjan Korde
    November 30, 2019 at 7:33 am

    ખૂબ સુંદર લેખ છે.
    આજની 21મી સદીની યુવા પેઢી બાબતે એક ખાસ મુદ્દો જોવા મળે છે કે મોજશોખ, આનંદ પ્રમોદ વગેરે કોઈપણ ભોગે મેળવવવા કોઈ કચાસ ન રાખવાનો અભિગમ હોય છે. ચાદર કરતાં પગ લાંબા કરવા થી ક્રેડિટકાર્ડ ના લોભામણા જાળાં માં ફસાઈ જાય છે. અંતે CBIL ના નીચા અંક પર આવી ને અટકે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
    તો 21મી સદીના યુવા પેઢી કમસે કમ તેમના વડીલો એ શૂન્ય માંથી સર્જન કરેલ હકીકત ને પરીકથા ન માની થોડું કાઈ શીખ લે તો પણ ઘણું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *