ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ફિલ્મીગીતોના શરૂઆતના કાળમાં ઉર્દુ શબ્દોનું પ્રાધાન્ય હતું, ત્યાર પછી સામાન્ય રીતે ફિલ્મીગીતો હિંદી શબ્દોમાં રચાયા છે. પણ કેટલાય એવા ગીતો છે જેમાં થોડેઘણે અંશે અંગ્રેજી શબ્દોને પણ સામેલ કરાયા હોય છે. આવા ગીતો અનેક છે એટલે તેમનો એક લેખમાં સમાવેશ થાય એમ નથી. જો કે એવા કેટલાક ગીતો છે જે સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં રચાયા છે અને ફિલ્મોમાં સામેલ કરાયા છે. આશ્ચર્યની વાત એ છે કે છેક ૧૯૩૭મા આવો એક પ્રયોગ થયો હતો. ૧૯૩૭ની ફિલ્મ ‘દુનિયા ના માને’માં શાંતા આપ્ટે પાસે તેના જ કંઠે અંગ્રેજ કવિ હેન્રી વડસવર્થ લોન્ગફેલોનું ગીત ‘પ્સાલ્મ ઓફ લાઈફ’ ગવડાવ્યું છે. આ ગીતનું સંગીત કેશવરાવ ભોલેના નામે દર્શાવાય છે.

Tell me not, in mournful numbers,
Life is but an empty dream!
For the soul is dead that slumbers,
And things are not what they seem.

ત્યાર પછી આવેલા અંગ્રેજી શબ્દોવાળા ગીતો જોઈએ.

૧૯૭૧મા આવેલી ફિલ્મ ‘આપ આયે બહાર આયી’માં ગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે

फूल है कितने प्यारे फूलो से प्यारा तू है
हेप्पी बर्थडे टू यू हेप्पी बर्थडे टू यू

જન્મદિવસના ઉપલક્ષમાં રાખેલી પાર્ટીમાં ગવાતા આ ગીતના કલાકારો છે રાજેન્દ્રકુમાર અને સાધના. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબ અને હેમલતાનો.

૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’માં ગીત છે

आई लव यू कांट तो बाय बेक
ओ प्लिझ गिव मी अनधर लिटल चान्स

આ ગીત ઝીનત અમાન પર રચાયું છે જેમાં હિંદી શબ્દો માટે આશા ભોસલે અને અંગ્રેજી શબ્દો માટે ઉષા આયરે(ઉથુપ) ગયું છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું.

૧૯૩૭મા જેમ એક સંપૂર્ણ અંગ્રેજી ગીત હતું ફિલ્મ ‘દુનિયા ના માને’માં તે જ રીતે ૧૯૭૫ની ફિલ્મ ‘જુલી’માં પણ આવું જ એક ગીત છે

माय हार्ट इस बीटिंग कीप्स ओन रिपिटिंग
आय एम वैटिंग फॉर यू

ગીતના કલાકાર છે લક્ષ્મી જેને સ્વર આપ્યો છે પ્રીતિ સાગરે. શબ્દો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના અને સંગીત રાજેશ રોશનનું.

૧૯૭૫ની ફિલ્મ ‘ઝખમી’નું ગીત છે

नथिंग इस इम्पोसिबल
कहता हूं मै सच बिलकुल
नथिंग इस इम्पोसिबल

ગીતમાં આગળ ઉપર પણ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે. આ ગીત છેડછાડભર્યું છે જે રીના રોયની છેડછાડ કરતા રાકેશ રોશન અને તારીક પર રચાયું છે અને તેમને સ્વર મળ્યો છે રફીસાહેબ અને કિશોરકુમારના. ગીતના શબ્દો છે ગૌહર કાનપુરીના અને સંગીત છે બપ્પી લાહિરીનું.

૧૯૭૭ની ફિલ્મ ‘ આશિક હું બહારો કા’નું ગીત જોઈએ

आय एम इन लव, यू आर इन लव,
ही इस इन लव, शी इस इन लव,

આનંદ બક્ષીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના કલાકારો છે રાજેશ ખન્ના અને ઝીનત અમાન અને સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થોની’નું આ ગીત તો બહુ પ્રચલિત થઇ ગયું હતું. મુખડાના અંગ્રેજી શબ્દો પછી અમિતાભ બચ્ચન ઉપર જે ગીત રચાયું છે તેનાં શબ્દો છે

माय नेम इस एंथोनी गोंजाल्विस
मै दुनिया में अकेला हूं

શબ્દો આનંદ બક્ષીના છે અને તેને સ્વરબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકાર કિશોરકુમાર જ્યારે શબ્દોમાં સ્વર અમિતાભનો.

૧૯૭૮ની ફિલ્મ ‘અખિયો કે ઝરોખો સે’માં સવાલ-જવાબ રૂપે ગીત છે

एक दिन तुम बहुत बड़े बनोगे एक दिन
चाँद से चमक उठोगे एक दिन
विल यू फरगेट मी धेन
हाव आई केन टेल मी हाव आई केन

સચિન અને રંજીતા વચ્ચે થતાં આ સવાલ-જવાબના રચયિતા છે રવીન્દ્ર જૈન અને સંગીત પણ તેમનું. ગાનાર કલાકારો શૈલેન્દ્ર સિંહ અને હેમલતા.

૧૯૮૧ની ફિલ્મ ‘એક દુજે કે લિયે’માં કમલહાસન અને રતિ અગ્નિહોત્રી પર રચાયેલ ગીતમાં રતિ અગ્નિહોત્રીના કહેવા બાદ કમલહાસનને હિંદી ન આવડતું હોવાથી તેના મુખે અંગ્રેજી શબ્દો મુકાયા છે જે નીચે મુજબ છે

आय डोंट नो व्होट यू से आय डोंट नो व्होट यू से

આગળ જતાં કમલહાસન ગાય છે

बट आय वोंट टू डांस एंड प्ले
बट आय वोंट टू डांस एंड प्ले
आय वोंट टू प्ले ध गेम ऑफ़ लव

આવા હળવા ગીતના રચયિતા છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકારો એસ.પી.બાલાસુબ્રમણ્યમ અને લતાજી.

૧૯૮૨ની ફિલ્મ ‘ખુદ્દાર’નું ગીત પણ આવું જ રોમાંટિક છે

अंग्रेजी में कहते है आई लव यू
गुजराती माँ बोले तने प्रेम करूं छुं
बंगाली में कहते है आमी तुमाके भालो बाशी
और पंजाबी में कहते तेरी तो हा

આમ વિવિધ ભાષાઓના પ્રયોગવાળા આ ગીતમાં આગળ જતાં વધુ અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કરાયો છે. આવા ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને. કલાકારો છે અમિતાભ બચ્ચન અને પરવીન બાબી અને સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

આ વિષયને લાગતાં બાકીના ગીતો હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta :
nirumehta2105@gmail.com

2 comments for “ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૧)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *