વિમાસણ : ક્યાં સંઘર્ષ કરવો ? દેશમાં કે વિદેશમાં ?

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

આ ચર્ચા જે લોકો ગેરકાયદેસર વિદેશમાં જઈને વસવાનો સફળ-નિષ્ફળ પ્રયત્ન કરે છે તેમના માટે છે, જેઓ કાયદેસર રીતે વિદેશમાં વસ્યા હોય તેઓ અહીં રહ્યા હોત તો શું થયું હોત? એમણે પ્રગતિ કરી હોત કે નહિ?

કોઈ પણ વ્યકિતની જિંદગીમાં વઘતો-ઓછો સંઘર્ષ તો રહેલો જ હોય છે. દરેક વ્યક્તિ જિંદગીમાં પ્રગતિ કરવા માગે છે, આગળ આવવા માગે છે, અને એ માટે બધાએ તો નહિ પણ મોટા ભાગનાએ પોતાનું વતન પણ છોડવું પડે છે. આ સંબંધમાં થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માગતા પંજાબના કેટલાય પુરુષો મેક્સિકોમાં પકડાયા અને તેમને ત્યાંથી ભારત પાછા મોકલવામાં આવ્યા. એ દરેક ભારતીયે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના ‘એજન્ટો’ ને ૧૪- ૧૫ લાખ કે તેથી વધારે રૂપિયા આપ્યા હતા! આ વાંચીને એવો સવાલ તો જરૂર થાય કે વિદેશ જવા માટે આટલી બધી અદમ્ય ઇચ્છા કઈ રીતે હોઈ શકે ? લાખો રૂપિયા આપવાના, જાનનું જોખમ ખેડવાનું, અસહ્ય હાડમારી સહન કરવાની અને અંતે જો ગેરકાયદેસર પ્રવેશ મળી પણ જાય તો વિદેશમાં કોઈ પણ જાતના હક કે કાયદાના રક્ષણ વગર, ગમે ત્યારે પકડાઈ જવાના સતત માથા પર ઝઝૂમતા ભય સાથે જીવવાનું.

આપણને બધાને એમ થાય કે આના કરતાં દેશમાં રહીને સંઘર્ષ કરવો શું ખોટો ? ૧૪-૧૫ લાખ રૂપિયામાં અહીં કોઈ નાનું એવુંય કામ શરૂ ન થઈ શકે ? પોતાના દેશમાં એટલી બધી તકલીફ છે કે આવાં આંધળાં અને જોખમી સાહસ કરવાં પડે ? આપણા દેશમાં જે મુશ્કેલીઓ છે તેનાથી બધા અવગત છે. લાંચ રુશ્વત, સગાવાદ અને બીજા કેટલાય અંતરાયો સતત સામાન્ય લોકોની પ્રગતિમાં અડચણ નાખ્યા કરે છે. પણ દેશમાં વસતા અસંખ્ય નાગરિકો આ બધું જ સહન કરીનેય સંઘર્ષ કરે જ છે અને એમાંથી કેટલાય લોકો ઓછા-વત્તા પ્રમાણમાં પ્રગતિ પણ કરે જ છે ને ! તો આટલા બધા પૈસા ખર્ચીને આટલું બધું જોખમ લોકો શા માટે ઉઠાવે છે? પહેલાંના જમાનામાં પણ લોકો વિદેશ જતા હતા, પણ તેનું કારણ એ હતું કે દેશમાં એ સમયે પ્રગતિ માટેના કોઈ રસ્તાઓ હતા જ નહિ અને દેશ ગુલામ હતો. હવે તો એવું કઈ નથી. હવે તો સ્વદેશમાં જ પ્રગતિના સેંકડો રસ્તાઓ ખૂલી ગયા છે. અને હા, ત્યારે લોકો મોટે ભાગે બ્રિટિશ સંસ્થાનોમાં જ જતા જેથી ગેરકાયદેસર જવાનો પ્રશ્ન હતો નહિ.

આ મનોવૃત્તિ પાછળનાં કારણોમાં, વિદેશી (ખાસ કરીને પશ્ચિમી દેશોના) ચલણની આપણા રૂપિયા કરતા જે ઊંચી કિંમત છે તે જ મુખ્ય આકર્ષણ હોઈ શકે. આના કારણે ઓછા સમયમાં (ભારતીય ચલણ પ્રમાણે) વધુ પૈસા ભેગા થઈ શકે. અને તેથી જ હવે આપણે આફ્રિકા કે એશિયાના દેશોમાં જતા નથી. આપણી નજર સામે ફક્ત અમેરિકા, બ્રિટન અને થોડે અંશે બીજા પશ્ચિમી દેશો હોય છે. પણ મુખ્ય સવાલ તો એ છે કે દેશમાં તક હોવા છતાં શા માટે જીવનું જોખમ લઈને અને ખાસ્સા પૈસા આપીને ગેરકાયદેસર વિદેશ જવું?  તેના કરતાં પોતાના દેશમાં જ પ્રગતિનો પ્રયત્ન શા માટે ના કરવો?

પહેલાં તો એ જ વિચાર આવે કે શા માટે પોતાના દેશમાં જ ન રહેવું ? પોતાનું વાતાવરણ મળે. ખોરાકમાં બહુ મોટો ફરક ન હોય, માતૃભાષા નહિ તો તેના જેવી જ કોઈ પ્રદેશની ભાષા બોલવા-સમજવા મળે. પોતાનાં સગાંસંબંધીઓને જ્યારે ઇચ્છા થાય ત્યારે કે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે મળી શકાય. ગેરકાયદેસર અમેરિકા ગયા હોય એ લોકોને તો એક-બે દાયકા સુધી દેશમાં રહેતાં સગાંસંબંધીઓને મળવા જ ન મળે. અત્યારે તો વિજ્ઞાન અને શોધોને કારણે સંપર્ક રહે છે અને ચહેરો જોવા મળે છે નહીંતર, પહેલાં તો વર્ષો સુધી પત્ર સિવાય કોઈ સંપર્ક રહેતો નહોતો. તો આવી મુશ્કેલીઓ સહન કરીને વિદેશ જવાની શું જરૂર ?

એનું બીજું કારણ એ પણ હોઈ શકે કે આ રીતે વિદેશ જવું તે એક મોટું સાહસ છે. દેશમાં પંજાબથી મહારાષ્ટ્ર જવામાં શું સાહસ છે! અહીં તો નવી દુનિયા જોવાનો રોમાંચ છે. લોકોને પૈસા કમાવા સાથે સાહસનો અને નવી દુનિયાનો રોમાંચ જોઈતો હશે. વધારામાં જુગજુનું સહેલાઈથી મળતા પૈસાનું પ્રલોભન !

આ બધું વિચાર્યા છતાં મને હજી સંતોષ નથી થતો અને મૂંઝવણ રહે છે કે આ રીતે વિદેશમાં જવાનું શું કારણ કે શું માનસિક પરિસ્થિતિ હોઈ શકે ? માનીએ કે ભારતમાં પૂરતી નોકરી નથી પણ આ પ્રશ્ન તો બધાનો છે. એક કારણ એ હોઈ શકે કે અહીં આપણા દેશમાં મહેનતને નીચી નજરથી જોવામાં આવે છે. જયારે પશ્ચિમી દેશોમાં એવું નથી હોતું. ભારતમાં મજૂરી કર્યા કરવી અને સ્વમાન વિના રહેવું તેના કરતા વિદેશમાં મજૂરી કરીને સ્વમાનભેર જીવવું અને વધુ કમાવવું એ બહેતર નહિ ?  આ ઉપરાંત એ દેશોની ખૂબ ઉત્તમ સામાજિક સેવાઓનો પણ ત્યાં લાભ મળે તે પણ એક મોટું આકર્ષણ છે. પણ આ માટે જીવ શા માટે જોખમ માં મુકવો જોઈએ ?

બીજા કારણોમાં ગરીબી, ખુબ વધારે વસ્તી, રાજકીય પરિસ્થિતિ પણ હોઈ શકે છે. પંજાબ અને ગુજરાતમાં લોકો જમીન વેચીને વિદેશ મોકલનાર ‘એજન્ટો’ ને પૈસા ચૂકવે છે,  જ્યારે જમીન તો હંમેશ આવકનો સ્રોત બની શકે છે. પણ ત્યારે તો જનારાઓને ચકચકતી ગાડીઓ, રસ્તાઓ દેખાતા હશે. ત્યાંની કાળી મજૂરી અને સંભવિત શોષણ નહિ દેખાતું હોય.

૨૦૧૮ માં ૮૮૯૭ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતાં પકડાયા હતા. કેનેડા જનાર અને પકડાયેલાઓનો આંકડો પણ નાનોસૂનો નહિ હોય. એટલે ત્યાં પણ જોખમ તો છે જ અને પકડાઈ જાઓ તો ત્યાંથી પણ લીલા તોરણે સ્વદેશ પાછા આવવું પડે. ગેરકાયદેસર રીતે આવતા લોકોને કારણે યજમાન દેશોને પોતાના હકો બાબતે મૂંગો રહેતો અને અત્યંત સસ્તા દરે મજૂરી આપતો એક વર્ગ મળે છે, તેમ છતાં જેમજેમ તે દેશમાં ગેરકાયદેસર વસતા લોકો વધતા જાય તેમતેમ ત્યાંના સ્થાનિક લોકોના રોજગાર પર અસર પડવા માંડે છે અને એમની હાજરી ખૂંચવા માંડે છે, ભલે ને એ લોકોનો વસવાટ લાંબે ગાળે કાયદેસર કરવામાં આવ્યો હોય ! આ જોતાં દેશમાં રહેવાના ફાયદા તો વધારે જ છે પણ વિદેશી ધરતી અને કિંમતી ચલણનું આકર્ષણ બધા જોખમોને ભુલાવી દેતું લાગે છે.

આ બધી વાતો પછી એમ લાગે કે દેશમાં રહીને પ્રગતિ કરવી તે વધારે સારું છે. પણ જે લોકોએ આંખો સાથે દિલ અને દિમાગ વિદેશી ધરતી અને ત્યાં થનાર સંભવિત ફાયદા માટે જ ગીરવે મૂક્યું હોય, તેને મેક્સિકોનાં જંગલો કે રણોમાંથી પસાર થવું વધારે સુરક્ષિત લાગતું હશે ……


શ્રી  સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

11 comments for “વિમાસણ : ક્યાં સંઘર્ષ કરવો ? દેશમાં કે વિદેશમાં ?

 1. Vijay Patel
  November 14, 2019 at 7:15 am

  This is very big topic of discussion. Listing very few points>

  Why not to stay in Bharat/India? (There is difference of understanding if I say Bharat / India – Those who can understand, good and for others not needed).
  1) Reservation – If you do not belong to reserve category then, GOVT. jobs are out of your reach. Why Govt. job? Well, mentality is: Get more by paying less (or even free).
  2) Few opportunity – Very few visible/easy opportunity to explore.
  3) Social pressure – Many relatives are richer/NRI and now wants to get the same level.
  4) Easy money – 1US$ = 70 Rs. Who wouldn’t take this deal? (I guess only fools)
  5) Govt structure – Very harsh, unorganized and unpredictable (rules if any exists then implemented with corrupt mindset)
  6) AND many more…Most of don’t leave country for unknown and illusive foreign land by heart-happiness.

  rest in part 2

 2. Vijay Patel
  November 14, 2019 at 7:18 am

  Why to stay in Bharat/India?
  First of all most of above issues exists in India. Bharat is simple living, which Gandhi showed (don’t stop reading just by name of Mohandas Gandhi. Read his own writings first. Word by Word. Try to think. Re-Read and think. Now interest will be developed for Bharat. Read Vinoba Bhave and Others too.
  1) Reservation – If you are no belong to reserve category then, GOVT. jobs are out of your reach. Why Govt. job? Well, mentality is: Get more by paying less (or even free).
  >> Most of (not all) Govt. job seekers are wasting this precious human birth just for few easy coins. Life has more than that. Explore it selflessly, and person find precious diamonds.
  2) Few opportunity – Very few visible/easy opportunity to explore.
  >> Many invisible opportunities are available. Explore. Be a seeker then easy to find.

 3. Vijay Patel
  November 14, 2019 at 7:19 am

  3) Social pressure – Many relatives are richer/NRI and now wants to get the same level.
  >> Get an opportunity to find out who are real relatives/dear by going against the flow. Very real will join with you whereas those who are fearful/selfish will abandon you. More clarity with human relations. Don’t hate those who abandon you. – This is basic mantra of Gandhi. No Rag-Dvesh.
  4) Easy money – 1US$ = 70 Rs. Who wouldn’t take this deal? (I guess only fools)
  >> Very less savings after living good life std. Medical bill can make you bankrupt. Taxes are high. Financial penalties are very high for any mistake. So savings are less, unless you become animal/slave full time.
  5) Govt structure – Very harsh, unorganized and unpredictable (rules if any exists then implemented with corrupt mindset)
  >> Good Govt. structure, but remember illegal status will not allow to benefit here. On the other way it will make your life more difficult.

 4. Vijay Patel
  November 14, 2019 at 7:20 am

  Happiness is within person, not outside.

  If anyone wants to start this path then,
  Start with 1) Gandhi’s – Experiments with Truth 2) HindSwaraj 3) and many 4) Vinoba’s Gita and many more.

  Good luck either way (if some sees here an opportunity OR not).

  Regards to all.

  Note : Sorry for long comment.

  • Samir
   November 20, 2019 at 1:25 pm

   વિજયભાઈ, પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર .
   તમારા જણાવેલ બધા મુદ્દા સાચા છે અને મારો એજ સવાલ હતો કે પૈસા ખર્ચી ને જાણ નું જોખમ લેવા જેવું ખરું ?
   આપનાવિચારો જાણી ને આનંદ થયો .

 5. Bhagwan thavrani
  November 14, 2019 at 8:54 pm

  રસપ્રદ આલેખ !
  કરુણતા એ છે કે ‘ પ્રગતિ ‘ ની વ્યાખ્યા આપણે સહુ પરાપૂર્વથી કાયમ ‘ આર્થિક પ્રગતિ ‘ જ માનતા આવ્યા છીએ ! મને લાગે છે કે એ અગત્યનું આયામ હોવા છતાં એકમાત્ર માપદંડ નથી.
  યુરોપ-અમેરિકા તરફની દોટનું એક અગત્યનું કારણ ત્યાંના જીવનધોરણનું સમગ્ર સ્તર છે. આપણે એ સ્તરે પહોંચતા હજી ઘણો સમય લાગશે એ નકારી ન શકાય એવી વાસ્તવિકતા છે.

  • Samir
   November 20, 2019 at 1:28 pm

   બિલકુલ સાચી વાત,ભગવાનભાઈ .
   મારો સવાલ એજ હતો કે પૈસા ખર્ચી ને અને જાન નું જોખમ લઇ ને આ દેશો માં જવા જેવું ખરું ?
   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !

 6. vijay joshi
  November 14, 2019 at 10:51 pm

  This article highlights a very common practice, not just in Punjab, but across India. Having lived in US for the past
  50 years, having seen the attraction and relative success of the Indian community all over the world, I venture to
  point out a few salient features briefly here.
  1- Less competition here relative to that in India.
  2- Temptation of superior earnings in foreign currency.
  3- Willingness to accept any job without the traditional social stigma associated back home in India.
  4- I have also noticed a growing trend by older relatives of Indian immigrants, most qualify for Medicaid, which
  is an all inclusive government welfare program meant really for very poor Americans, being exploited by hiding
  their assets in India (many of these are super rich Indian retirees!)
  For the purpose of brevity, I will end here.

  • Samir
   November 22, 2019 at 1:32 pm

   આપના જણાવેલ બધા મુદ્દા સાચા છે.
   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,વિજયભાઈ !

 7. Meenal Pandya
  November 21, 2019 at 3:54 am

  Very important topic Samirbhai. I have lived in the US for over 40 years and I still ask this question when I see our young ones taking very high risk to come here. I agree that life here is easier, better in many ways but your core question: Is it worth taking the risk of life? makes me wonder how bad can it be in India for these people to take that risk.
  When I visit India, I see many opportunities and possibilities for young people. Yes the rate of dollar to rupees is attractive but the conversion stops at some point when you start living a proper life in US or any other country.
  At one time, most Indians left their home country for better education but now I find many Indians come to offer better life for their children -which in itself is questionable.
  So your question is very valid. “What is it that attracts these people to live their home country at the risk of their lives?”

  • Samir
   November 22, 2019 at 1:35 pm

   આપે મારા જણાવેલ મુખ્ય મુદ્દા ને બરાબર પકડ્યો છે.
   હવે ભારત માં પણ વિકાસ ની તકો છે જે પહેલા ના હતી. તો પૈસા ખર્ચી ને જાન નું જોખમ શા માટે લેવું જોઈએ !
   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,મીનળ બહેન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *