‘દુનિયા’ને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

‘દુનિયા’ના સંદર્ભમાં કેટલાય ફિલ્મીગીતો આપણને જોવા મળે છે. જેમાં મોટાભાગના ગીતો સર્જનહારને ઉદ્દેશીને ફરિયાદરૂપે જોવા મળશે જ્યારે કેટલાક અન્ય સંદર્ભમાં.

આવા ગીતોમાં શરૂંઆતમાં જોઈએ ૧૯૫૦ની ફિલ્મ ‘બાવરે નૈન’નું ગીત.

तेरी दुनिया में दिल लगता नहीँ, वापस बुला ले
मै सजदे में गिरा हु , मुझ को ऐ मालिक उठा ले

રાજકપૂર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે કેદાર શર્માના અને સંગીત રોશનનું. ગાનાર કલાકર મુકેશ.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ’ બાવરા’માં પણ ભગવાનને ઉદ્દેશીને આ ફર્યાદ્ભર્યું ગીત ગવાય છે

भगवान, भगवान, भगवान
ओ दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले
सुन दर्द भरे मेरे नाले

શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે અને કંઠ છે રફીસાહેબનો. કલાકાર ભારત ભૂષણ.

૧૯૫૩ની ફિલ્મ ‘લૈલા મજનું’માં એક યુગલ ગીત છે જે આજ અંદાઝમાં ગવાયું છે.

आसमां वाले तेरी दुनिया से जी घबरा गया
चार दिन की चांदनी में गम का बादल छा गया

ગીતના કલાકારો છે શમ્મીકપૂર અને નૂતન જેના શબ્દો છે શકીલ બદાયુનીના. સંગીત છે ગુલામ મોહમ્મદનું અને ગાનાર કલાકારો લતાજી અને તલત મહેમુદ.

ફરી એક વાર સર્જનહારને ઉદ્દેશીને ગવાયેલું દર્દભર્યું ગીત છે ૧૯૫૫ની ફિલ્મ ‘હાઉસ નં. ૪૪’નું.

तेरी दुनिया में जीने से बहेतर है की मर जाए
वोही आंसू, वोही आहे, वोही गम है जिधर जाए

દેવઆનંદ પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે હેમંતકુમાર. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું.

સમાજ પ્રત્યેની નફરતને વ્યક્ત કરતુ ૧૯૫૫ની ફિલ્મ ‘પ્યાસા’નું ગીત છે

ये महलों, ये तख्तो, ये ताजो की दुनिया
ये इंसान के दुश्मन समाजो की दुनिया
ये दौलत के भूखे रिवाजो की दुनिया
ये दुनिया अगर मिल भी जाए तो क्या है

શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું. કલાકાર ગુરુદત્ત જેને સ્વર મળ્યો છે રફીસાહેબનો.

સમાજથી બચવા દૂર ભાગી જવાની વાત કરતુ ગીત છે ૧૯૬૦ની ફિલ્મ ‘હનીમૂન’નું.

दुनिया ना देखे, झमाना ना जाने
चलो कही दूर चले

ગીતનો ઓડીઓ છે એટલે કોણ કલાકાર છે તે નથી જણાતું પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે મનોજકુમાર અને સયીદાખાન, ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત સલીલ ચોધરીનું. કંઠ મળ્યો છે દ્વિજેન મુકરજી અને લતાજીનો.

સનમથી દૂર ચાલી જતો માશુક ૧૯૬૧ની ફિલ્મ ‘ઝબક’માં કહે છે

तेरी दुनिया से दूर, चले होक मजबूर,
हमें याद रखना
સામે જવાબ મળે છે

जाओ कही भी सनम तुम्हे इतनी कसम
हमें याद रखना

કલાકારો શ્યામા અને મહિપાલ પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો પ્રેમ ધવનના અને સંગીત ચિત્રગુપ્તનું. સ્વર રફીસાહેબ અને લતાજીનાં.

https://youtu.be/hGuHno7cHFk

પ્રેમી સુનીલ દત્તને આવતા જોઇને ખુશ પામતી નંદા જે ગીત ગાય છે તે છે ૧૯૬૩ની ફિલ્મ ‘નર્તકી’નું

आज दुनिया बड़ी सुहानी है
कैसी रंगीन जिंदगानी है

ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત રવિનું. સ્વર છે આશા ભોસલેનો.

એક અન્ય દર્દભર્યું ગીત ૧૯૬૪ની ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું.

है दुनिया उसी की ज़माना उसी का
मोहब्बत में जो हो गया हो किसी का

શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે રફીસાહેબ. શબ્દો એસ. એચ. બિહારીના અને સંગીત ઓ.પી.નય્યરનું.

હવે જોઈએ એક ફિલસુફીભર્યું ગીત જે ૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી કસમ’નું છે

दुनिया बनानेवाले क्या तेरे मनमे समाई
काहे को दुनिया बनाई

ગાડું હાંકતાં હાંકતાં રાજકપૂર આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે મુકેશનો. શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું.

નાસીપાસ થઇ જ્યારે સરસ્વતીચંદ્ર (મનીષ) જાય છે ત્યારે નૂતન આ ગીત ગાય છે જે ૧૯૬૮ની ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું છે

छोड़ दे सारी दुनिया किसी के लिये
ये मुनासिब नहीँ आदमी के लिये

ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે લતાજીનો.

સમાજના ડરથી દૂર મળતાં પ્રેમીઓ વચ્ચે થતો વાર્તાલાપ ૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’માં ચિત્રિત થાય છે.

ये दुनिया वाले पूछेगे
मुलाक़ात हुई क्या बात हुई

દેવઆનંદ અને આશા પારેખ પર રચાયેલ આ ગીતના શબ્દકાર છે આનંદ બક્ષી અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકારો કિશોરકુમાર અને આશા ભોસલે.

૧૯૭૦ની ફિલ્મ ‘પવિત્ર પાપી’માં એક ગીત છે

तेरी दुनिया से हो के मजबूर चला
मै बहोत दूर, बहोत दूर, बहोत दूर चला

આ ગીત પરિક્ષિત સહાની પર રચાયું છે જેને કંઠ આપ્યો છે કિશોરકુમારે. શબ્દો અને સંગીત પ્રેમ ધવનના

પોતાના પશુ મિત્રના શોકમાં ગવાતું ૧૯૭૧ની ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું ગીત છે

नफ़रत की दुनिया को छोड के
खुश रहेना मेरे यार

શરૂઆતમાં આ ગીત એક પાર્શ્વગીત તરીકે રજુ થાય છે જે ત્યાર બાદ રાજેશ ખન્નાની ઉપર ફિલ્માવાયું છે. આ ગીતની ખાસિયત છે અનેક પ્રાણીઓ અને તેમનો પ્રેમ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.

આજ વર્ષની અન્ય ફિલ્મ ‘નયા ઝમાના’માં દુનિયાના સંદર્ભમાં એક અન્ય ભાવવાળું ગીત છે

दुनिया ओ दुनिया तेरा जवाब नहीँ
तेरी ज़फाओ का बस कोई हिसाब नहीँ

આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ધર્મેન્દ્ર માટે ગાયું છે કિશોરકુમારે.

પ્રેમ વ્યક્ત કરતું દુનિયાના સંદર્ભમાં ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘કામચોર’નું

तुम से बढाकर दुनिया में ना देखा कोई और
जुबां पर आज दिल की बात आ गई

ગીતનો ઓડીઓ જોવા મળે છે પણ કલાકારો છે રાકેશ રોશન અને જયા પ્રદા. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે રાજેશ રોશને અને ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને અલકા યાજ્ઞિક.

આમ દુનિયાને લગતા ફીલસુફીભાર્યા અને દર્દભર્યા બને તેટલા ગીતોનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *