૧૦૦ શબ્દોમાં: હવામાન કદી ખરાબ નથી હોતું

Facebooktwitterredditpinterestlinkedinmail

– તન્મય વોરા

એક નિવૃત હવામાનશાસ્ત્રીને કોઈએ પૂછ્યું, ‘આવતી કાલે હવામાન કેવું હશે?’

ચહેરાની કરચલીના સળમાંથી નીપજતાં, સાનુભવ, મંદ મંદ, સ્મિત સાથે તેમણે, તત્ક્ષણ, જવાબ આપ્યો, ‘બસ, મને ગમતું હોય એવું હશે.

પ્રશ્ન પૂછનારે હવે સાશ્ચર્ય પૂછ્યું, ‘ તમને કેમ કરીને ખબર પડે કે કાલે હવામાન તમને પસંદ હશે તેવું હશે?’

હવામાનશાસ્ત્રીએ, ધીરજ ધરીને, સમજાવ્યું, ‘હવામાન વિભાગમાં મારાં ૩૫ વર્ષે મને શીખવ્યું છે કે હવામાન ક્યારેય ખરાબ નથી હોતું, બસ, અલગ અલગ પ્રકારનાં, જૂદજૂદાં, ભિન્ન ભિન્ન કક્ષાનાં, સારાંથી લઈને અનેક ગણાં વધારે સારાં, હવામાન હોય છે . આપણી ધારણા મુજબ કંઈ ન થાય ત્યારે તેની સાથે સફળતાથી કામ લેવા માટે અલગ દૃષ્ટિકોણ જ જોઈએ.’


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *