





ઉત્પલ વૈષ્ણવ
સંભાવનાએ મને કહ્યું, ‘આજે નવશરૂઆતનો મહત્ત્વનો દિવસ છે. ખુલ્લું આકાશ તારી ઊડાનની રાહ જૂએ છે. જા અને આકાશમાં છવાઈ જા.’
જવાબમાં મેં કહ્યું, ‘એ નવું આકાશ મારાં સ્વપ્નમાં આવ્યું હતું, અને કહેતું હતું કે હું છું માટે તારે ઊડવાની જરૂર નથી. તું ઊડવા માગે છે માટે મારે ત્યાં હોવું જોઈએ.’
દુનિયા છે માટે આપણે નથી, પરંતુ આપણે આપણાં અસ્તિત્વને ઊજવવું છે, તેના અર્થને સિધ્ધ કરવો છે, માટે દુનિયા છે. આપણે તો સર્જક છીએ. નવી નવી સંભાવનાઓ આપણે ખોળી કાઢીએ છીએ, અને આપણને જે જોઈએ છે તેનું આપણે જ સર્જન કરીએ છીએ.
‘એક નવા પ્રયોગની એક નવી સફર શરૂ થાય છે…’
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me