





નિરંજન મહેતા
આપણી ફિલ્મોના ગીતોમાં રાતને પણ મહત્વનું સ્થાન મળ્યું છે એટલે તેને લગતાં ગીતોનો રસાસ્વાદ આ લેખમાં માણશું.
૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’માં ગીત છે
ये रात ये चांदनी फिर कहां
सुन जा दिल की दास्ताँ
ગીતના કલાકારો છે દેવઆનંદ અને ગીતા બાલી. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનન્નું. ગાનાર કલાકારો હેમંતકુમાર અને લતાજી.
આજ ગીત ફરી એક વાર હેમંતકુમારના કંઠે મુકાયું છે જેના કલાકાર છે દેવઆનંદ. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.
૧૯૫૫ની ફિલ્મ ‘આઝાદ’નું ગીત છે
कितनी जवां है रात, कोई याद आ गया
बढ़ने लगी है बात, कोई याद आ गया
રાજીન્દર ક્રિશ્નના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સી. રામચંદ્રએ. કોઈની (દિલીપકુમાર)ની યાદમાં મીનાકુમારી આ ગીત ગાય છે જેના ગાયિકા છે લતાજી.
૧૯૫૬નુ આ એકદમ પ્રખ્યાત ગીત છે ફિલ્મ ‘ચોરી ચોરી’નું.
ये रात भीगी भीगी ये मस्त फिझाये
उठा धीरे धीरे वो चाँद प्यारा प्यारा
ગીતના કલાકારો છે રાજકપૂર અને નરગીસ જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે મન્નાડે અને લતાજીનો.
ત્યાર પછી જોઈએ ૧૯૫૮ની ફિલ્મ ‘સોને કિ ચિડીયા’નું આ ગીત
रात भर का है महेमां अन्धेरा
किस के रोके रुका है सवेरा
આ ગીત આશાવાદી છે. આત્મહત્યા કરવા જતી નૂતનને ક્યાંકથી ઉપરના શબ્દો સાંભળે છે અને એ પાછી ફરે છે આ અવાજ છે બલરાજ સહાનીનો. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત સાંપડ્યું છે ઓ.પી.નય્યરનું. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના.
એક રોમાંટિક ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘બરખા’નું.
एक रात में दो दो चाँद खिले
एक घुघट में एक बदली में
ગીતના કલાકારો છે અનંતકુમાર અને નંદા જેને સ્વર આપ્યો છે મુકેશ અને લતાજીએ. ગીતના શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત ચિત્રગુપ્તનું.
૧૯૫૯ની જ ફિલ્મ ‘નવરંગ’નું ગીત પણ આવું જ છે.
आधा है चंद्रमा रात आधी
रहे न जाय तेरी मेरी बात आधी
સંધ્યા અને મહિપાલ પર આ ગીત રચાયું છે જેને ગાયું છે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરે. ગીતના શબ્દો ભારત વ્યાસના અને સંગીત સી. રામચંદ્રનું.
ફરી એક વાર એક બહુ પ્રચલિત રોમાંટિક ગીત જોઈએ. ગીત છે ૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘અનાડી’નું.
वो चाँद खिला वो तारे हसे, ये रात गझब मतवाली है
समझने वाले समझ गए ना समझे ना समझे वो अनारी है
કલાકારો છે રાજકપૂર અને નરગીસ પણ વીડિઓમાં ફક્ત સ્વર જ સંભળાય છે.. ગીતકાર હસરત જયપુરી અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે લતાજીનો.
૧૯૬૭માં આવેલી ફિલ્મ ‘જ્વેલથીફ’નું આ ગીત એક ચુલાબુલા પ્રકારનું ગીત છે જેમાં દેવઆનંદને મનાવવા તનુજા આ ગીત ગાય છે
रात अकेली है, बुझ गए दिए,
आ के मेरे पास, कानो में मेरे
जो भी चाहे कहिये जो भी चाहे कहिये
ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન. સ્વર છે આશા ભોસલેનો.
આ જ વર્ષમાં આવેલી અન્ય ફિલ્મ ‘રાત ઔર દિન’માં રાત ઉપર ગીત હોવાનું.
रात और दिन दिया जले
मेरे मन में फिर भी अंधियारा है
આ ગીત પાર્શ્વગીત છે જેના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો. મુખ્ય કલાકારો નરગીસ અને પ્રદીપકુમાર.
આ ગીત ફરી એક વાર પાર્શ્વગીત તરીકે આવે છે જેના ગાયક છે મુકેશ.
આ જ વર્ષની અન્ય એક ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરીસ’નું ગીત છે
रात के हमसफ़र थक के घर को चले
झूमती आ रही है सुबह प्यार की
શમ્મીકપૂર અને શર્મિલા ટાગોર પર રચાયેલ આ ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. ગાનાર કલાકારો રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૯ની ફિલ્મ ‘તલાશ’નું એક નૃત્ય ગીત જોઈએ
जुमली रात माँ जुमली रात माँ
आज तो जुमली रात माँ,
ओ देवी, ओ माई जय साईं
ओ कांचा आज तो जुमली रात माँ
શરૂઆતમાં આ નૃત્યગીતમાં અન્ય કલાકારો છે પણ ગીતની મધ્યમાં રાજેન્દ્રકુમાર અને શર્મિલા ટાગોર દર્શાવાયા છે. જેના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન. સ્વર છે રફીસાહેબ અને લતાજીના.
વરસાદમાં ભીંજાયેલ રાજેશ ખન્ના અને ઝીનત અમાન પર રચાયેલ રોમાંટિક ગીત છે ૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નું.
भीगी भीगी रातो में मीठी मीठी बातो में
ऐसे बरसात में कैसा लगता है
આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. ગાનાર કલાકાર કિશોરકુમાર અને લતાજી.
૧૯૮૨ની ફિલ્મ ‘દિલ-એ-નાદાન’નું ગીત છે
चाँदनी रात में एक बार तुझ को देखा है
खुद पे इतराते हुए खुद पे इतराते हुए
કલાકારો રાજેશ ખન્ના અને જયા પ્રદા. શબ્દો નક્શ લાલપુરીના અને સંગીત ખૈયામનું. સ્વર કિશોરકુમાર અને લતાજીના.
આ જ વર્ષની અન્ય ફિલ્મ ‘નમકહલાલ’નું ગીત છે
रात बाकी है बात बाकी है जो होना जाने दो
કલાકારો છે પરવીન બાબી, અમિતાભ બચ્ચન અને શશીકપૂર. શબ્દો છે અન્જાનના અને સંગીત બપ્પી લાહિરીનું.
સ્વર છે આશા ભોસલે, શશીકપૂર અને બપ્પી લાહિરીના.
૧૯૮૮ની ફિલ્મ ‘શહેનશાહ’નું ગીત છે
अंधेरी रातो में सुमसाम राहो पर
हर ज़ुल्म मिटाने को एक मसीहा निकलता है
ગીત પાર્શ્વગીત તરીકે અપાયું છે જેમાં અમિતાભ બચ્ચન દેખાય છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે અમર ઉત્પલનું. સ્વર છે કિશોરકુમારનો.
૨૦૦૬મા આવેલી ફિલ્મ ‘ડોન – ધ ચેસ અગૈન’ના મુખડા પછી જે શબ્દો છે તે છે
आज की रात खोना है क्या पाना है क्या
શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીત છે શંકર એહસાન લોયનું. સ્વર છે આશા ભોસલે અને સોનું નિગમના.
બને તેટલા ગીતોનો સમાવેશ કર્યા પછી પણ કોઈ ગીત રહી ગયું હોય તો ક્ષમસ્વ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
રાત પર એક વધુ ગીત
રાતકા સમા, ઝુમે ચંદ્રમા
મન મરી નાચે રે, જૈસે બીજુરીયાં
ફિલ્મ ઝીદ્દી
આભાર, પણ લેખ લખતા પહેલા આ મગજમાં હતું પણ અંતે ચૂકી ગયો.