બંદિશ એક, રૂપ અનેક (૫૯) – સજન તુમ કાહેકો નેહા લગાય

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

“સજન તુમ કાહેકો નેહા લગાય”- તિલંગ એ ખમાજ થાઠનો રાગ છે. આરોહમાં સા, ગ. મ.પ,ની,સા અને સા, ની (કોમળ) મ,ગ, સા સ્વરાન્કન છે. ગાયનનો સમય સંધ્યાકાળનો.

“વિરહિણી” ચિત્રકાર શ્રી સુકાંત દાસ, કલકત્તા

ઠુમરીના શબ્દો  “સજન તુમ કાહેકો નેહા લગાય” યાદ આવતાંનીસાથે ખાં સાહેબ અબ્દુલ કરીમ ખાં નો મખમલી અવાજ મગજ માં ગુંજવા લાગે. સાથે યાદ આવે વડોદરાના દાંડિયા બજાર અને બદામડી બાગ પાસે આવેલું ખાં સાહેબનું અગાશીવાળું ઘર. વહેલી પરોઢે તેમનો રિયાઝ શરુ થાય તે પહેલાં તો બદામડી બાગ તેમના ચાહકોથી ભરાઈ ગયો હોય. કુરુક્ષેત્ર પાસે આવેલા કિરાણા ગામમાં ૧૮૭૨ માં તેમનો જન્મ, જે સમય જતાં “કિરાણા ઘરાણા” નામે પ્રખ્યાત થયું. અબ્દુલ કરીમ ખાં કદી રાગ ગાતા નહીં પણ કોઈ રાગમાં ઢાળેલી બંદિશો, તેની સરગમથી શણગારી પોતાની આગવી ગાયકીમાં પેશ કરતા. આ ઠુમરી એમની એ ગાયકીનો સુંદર નમૂનો છે.

આજે આ ઠુમરી સાંભળવાનો આનંદ ફરી માણીયે:

શ્રી ઈંદુબાલાના મા રાજબાલા અને તેમની મોટીબેન મતિબાળા કલકત્તા માં ‘ગ્રેટ બેન્ગાલ સરકસ” માં ટ્રેપિઝ કરનાર કલાકારો હતાં. સરકસનો મુકામ અમૃતસર ગામે હતો. અહીં સાલ ૧૮૯૯ માં ઇંદુબલાનો જન્મ થયેલો, સત્તર વર્ષનાં રાજબાલાને આર્થિક સંજોગોને લીધે સરકસ માં મળતું કામ છોડવું અશક્ય હતું, સાથે નાનપણથી ઇંદુને સંગીત ની તાલીમ આપવી શરુ કરી. કલકત્તામાં તેમની દીકરીના સહારામાં શ્રી જીબેન કૃષ્ન ઘોષ નું નામ જાણવા મળે છે, તેઓ એ ઇન્દુબાલાને મરણ પર્યન્ત સહારો આપ્યો. પણ ગીત – સંગીત – રેકોર્ડિંગ તેમાં મોટી સહાય તે સમયનાં પ્રખ્યાત ગાયિકા ગૌહર જાને કરી. ગૌહરની જેમ તેમની 78 RPM ની રેકર્ડ માં ગીતને અંતે “My name is Indubala” સાંભળવા મળેછે. જોકે અહીં તે સાંભળવા મળતું નથી.

ઠુમરી ગાયકીનાં સામ્રાજ્ઞી શ્રીમતી શોભા ગુર્તું,પદ્મ ભૂષણ,નાં પ્રથમ ગુરુ તેમની માતા પોતાના ઝમાના નાં પ્રખ્યાત નતૃત્યાંગના શ્રીમતિ માણેકબાઈ શિરોડકર અને પછી જયપુર ઘરાણાં પ્રણેતા ઉસ્તાદ અલ્લાદીયા ખાં પાસે થી તાલીમ લીધેલી.

આજ ઠુમરી શ્રીમતી શોભા ગુર્તુંના અવાજમાં:

શ્રી ભીમસેન જોશી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના એક ભારતીય ગાયક હતા. તેમનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ ભારતના કર્ણાટક રાજ્યના ગડગ નામના ગામ માં એક કન્નડ માધવા પરિવારમાં થયો હતો.તેઓ ખયાલ પ્રકારના સંગીત તેમજ ભક્તિ સંગીત (જેમકે, ભજન અને અભંગ) માટે વિખ્યાત છે.

૧૯૯૮માં તેમને સંગીત નાટક અકાદમી અભિછાત્રવૃત્તિથી નવાજવામાં આવ્યા જે સંગીત નાટક અકાદમી દ્વારા આપતો સર્વોચ્ચ સન્માન છે. ૨૦૦૮માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન વડે નવાજવામાં આવ્યા.

શ્રી અકૃત કાંનાભિરણ કાનન (A.K.Kanan) (૧૯૨૦) ચેન્નાઇમાં જન્મેલા ૧૮ વર્ષની ઉંમરે રેલવેમાં નોકરી મેળવી મુંબઈ ક્રિકેટ મેચ રમવા ગયા.। નાનપણથી સંગીતના શોખીન, સ્ટેડિયમની થોડે દૂર AIR મુંબઈનું રેડીઓ સ્ટેશન. ત્યાં પોતાની ગાયકીની કાબેલીયત દેખાડવા પહોંચી ગયા,  સ્ટેશન ડિરેક્ટર તેમના ગાયનથી એટલા ખુશ થયા કે તેમને કાયમ માટે રેડીઓ પાર ગાવા આવવાનું આમંત્રણ આપ્યું અને નવા શરુ થતા હૈદરાબાદ રેડીઓ સ્ટેશન પર નોકરી આપી. ઉસ્તાદ અમીખાં પસેથી તાલીમ લીધી, પછી તો તેમણે પોતાનું ઘરાણું પણ પ્રચલિત કર્યું. તેમની ઘણી રેકોર્ડ બહાર પડી છે. ઋત્વિક ઘટક ની પુરસ્કાર વિજેતા ફિલ્મ “મેઘે ઢાકા તારા”માં પણ તેમનું એક ગીત હતું.

અહીં સાંભળીયે આ ઠુમરી

ગ્વાલિયર ઘરાણાં નાં શ્રી મીતા પંડિત, પાંચ પેઢીથી શાસ્ત્રીય સંગીતમાં પારંગત એવા કુટુમ્બ માંથી આવે છે. તેમના પિતાશ્રી લક્ષમણ રાવ અને દાદા શ્રી કેશવરાવ પંડિત, પદ્મ ભૂષણ, ગ્વાલિયર ઘરાણાના પ્રખ્યાત અને નામી ગાયકો છે.
અહીં મીતા પંડિત નાં સ્વરમાં સાંભળીયે આ જ ઠુમરી:

ગ્વાલિયર ઘરાણાના સંગીત વિશારદ શ્રી રાજેશ દાતાર – ૧૯૯૨ માં આકાશવાણીની સંગીત સ્પર્ધામાં સુવર્ણ પદક વિજેતા

આકાશવાણીના સંગીત જલસામાં જુગલબંધીમાં, ઉસ્તાદ રશીદ ખાં અને પંડિત ભીમસેન જોશી:

અમદાવાદ મુકામે એક સંગીત કાર્યક્રમમાં નેહા પટેલ

શૈલજા સુબ્રમનિયન

સપના કેકરે

સુજાતા ભટ્ટાચાર્યની પોતાના અલગ અંદાઝમાં સુંદર રજૂઆત

સંગીત રચના પંડિત રવિશંકર સાથે આકાશવાણી વાદ્યવૃંદ ,રાગ તિલંગ

૧૯૫૪ ની સાલ, ફિલ્મ “જાસૂસ”, સ્વરાન્કન શ્રી અનીલ ક્રષ્ણ બિસ્વાસ, ગાયિકા આશાબેન ગણપતરાવ ભોંસલે:

1959 ની સાલમાં ફિલ્મ “મૈં નાશે મેં હું” માટે આજ મુખડું લઈ કવિ શૈલેન્દ્ર એક રચના લખી, સંગીતકાર જોડી શ્રી જયકિશન ડાહયાભાઇ પંચાલ અને શ્રી શંકરસિંહ રઘુવંશી ભેગા મળી એક કર્ણપ્રિય ધૂન બનાવી અને શ્રી લતાબેન દિનાનાથ મંગેશકરે સુમધુર કંઠે ગાયી। રાગ તિલંગ:


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

8 comments for “બંદિશ એક, રૂપ અનેક (૫૯) – સજન તુમ કાહેકો નેહા લગાય

 1. Yogen
  October 25, 2019 at 10:05 pm

  ખુબજ મહિતીપૂણૅ અને પ્રશંસનીય લેખ. રાગ તિલંગ ની આટલી બધી વિભિન્ન રચનાઓને એકજ બાસ્કેટ માં મૂકી તિલંગનો કાબિલેદાદ અન્નકુટ ધરી દેવા માટે સલામ

 2. Neetin Vyas
  October 26, 2019 at 4:05 am

  શ્રી યોગેશભાઈ, આપના પ્રતીભાવ બદલ આભાર.

 3. Bharat Jani
  October 26, 2019 at 11:48 am

  very interesting and well researched post. Thanks Nitinbhai

 4. Khushman Vaidya
  October 26, 2019 at 1:01 pm

  ભાઇશ્રી નિતીન,
  ખુબ સુંદર પોસ્ટીગ ! નાનપણની ઘણી સ્મૃતિ ઓ તાજી થઈ ! રેડિયો પર શાસ્ત્રિય સંગીત સાંભળતા મુ.મોટાભાઇ અને મુ.શરદબેનનુ પણ સ્મૃતિપટ પર ડોકાયા.અભિનંદન અને નૂતન વર્ષની શુભેચ્છાઓ !કૂશળ હશો. ખુશમન વૈદ્ય.

 5. Nitin Vyas
  October 27, 2019 at 7:27 pm

  શ્રી ભરતભાઇ જાની અને ભાઈ ખુશમન નો આભાર. આપની જેમ મારે માટે પણ એક સરસ ભુતકાળમાં લાગણી સભર મુસાફરી છે.

  • Yogen Bhatt
   October 27, 2019 at 8:16 pm

   સંગીત સંબંધો નું સંવર્ધન કરવામાં કેવું નિમિત્ત બની શકે છે ! મે તમને એક કોમેન્ટ પોસ્ટ કરી અને તમારી તીલંગ ની લિન્ક મિત્રોની સાથે શેર કરી એમાં આપણે ત્રણ અનાયાસે જોડાઈ ગયા. ખુશમનભાઈ મારા વેવાઈ થાય અને ભરત મારો મિત્ર. અને આપણ ત્રણેને સાંકળતી કેડી એટલે સંગીત. What a pleasure Sir……

 6. Yogen Bhatt
  October 27, 2019 at 9:23 pm

  Nitin Bhai, I tried to send you email on nadvyas2@gmail.com but it bounced with the following message

  “Your message wasn’t delivered to nadvyas2@gmail.com because the address couldn’t be found or is unable to receive email.
  Kindly send me your active e-mail address. Thanks and warm regards
  Yogen Bhatt

  • Neetin Vyas
   October 29, 2019 at 8:04 am

   શ્રી યોગેન ભાઈ,  મારું ઇમેઇલ સરનામું ndvyas2@gmail.com છે, આપે લખ્યું nadvyas2@gmail.com એટલે વચ્ચે લખેલો a ને લીધે આમ થયું છે. આપ અવશ્ય ઇમેઇલ કરશો। -સપ્રેમ-નીતિન 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *