વેબગુર્જરીની કેડીએ પગલાં એક કરો…ડ!!

Facebooktwitterredditpinterestlinkedinmail

વેબગુર્જરીએ આજે ભારતીય સ્થાનિક સમય  ૦૩ કલાક ૫૯ મિનિટ એક કરોડ હિટ્સનો

આંકડો પાર કરી લીધો છે!


વેબગુર્જરીની કેડીએ પગલાં કરોડ, ચાહક બનેલ આજ વાચક કરોડ

ગર્વનું પર્વ છે; ગુર્જરીને નમન, સર્જકની સંગ આજ ભાવક કરોડ…


ગુજરાતી બ્લૉગ જગતમાં, અને કદાચ સમાચાર સિવાયના વિષયો પ્રસ્તુત કરતા કોઈ પણ બ્લૉગ અને વેબસાઇટોમાં, આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. આપ સૌના સાથ-સહકાર અને સદ્ભાવ વિના આ શક્ય ન બન્યું હોત!

આજે આ આંકડો પાર કરતી વેળાએ અમારા લેખક મિત્રો અને આપ સૌ વાચકોનો સંપાદક મંડળ વતી સૌ વાચકો અને લેખકોનો ખૂબ ખૂબ આભાર.


આ ઘડીએ અમારા ભૂતપૂર્વ સાથીઓને કેમ ભૂલી શકીએ?

શ્રી જુગલકિશોર વ્યાસ

શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ

શ્રી વલીભાઈ મૂસા

શ્રી અશોક મોઢવાડિયા

શ્રી હર્ષિલ ત્રિવેદી

સુશ્રી મૌલિકા દેરાસરી

સુશ્રી રેખા સિંધલ

સ્વ.શ્રી નીરવ પટેલ

વેબ ગુર્જરી પર લેખન કાર્યમાં સક્રિય લેખક મિત્રો


વેબગુર્જરીના પાયાને આપ સૌની નિઃસ્વાર્થ ભાવનાએ જ સીંચ્યા છે એ વાતની નોંધ લેતાં અમે ગર્વ અનુભવીએ છીએ.

વેબગુર્જરી અકિંચન છે અને હજી પણ રહેશે. અમને સંતોષ છે કે આપ સૌની લાગણીઓ થકી અમે સમૃદ્ધ છીએ.

અમારા વાચકો અને ચાહકોને અમે ખાતરી આપીએ છીએ કે અમે હજી પણ શિષ્ટ વાચન આપવાના અમારા સંકલ્પમાં કૃતનિશ્ચયી છીએ.


– સંપાદક મંડળ, વેબગુર્જરી :

              દીપક ધોળકિયા

              અશોક વૈષ્ણવ

               બીરેન કોઠારી

             કૅપ્ટન નરેન્દ્ર ફણસે

              દેવિકા ધ્રુવ

              ચિરાગ પટેલ

15 comments for “વેબગુર્જરીની કેડીએ પગલાં એક કરો…ડ!!

 1. Piyush Pandya
  October 12, 2019 at 12:19 pm

  અતિશય આનંદની ઘટના છે. સંકળાયેલાં સૌને હૃદયથી અભિનંદન.

 2. Chandrashekhar
  October 12, 2019 at 12:34 pm

  અરે વાહ! વે.ગુ. સાથે સફર ખેડ્યાનું ગૌરવ છે.

 3. Kirit Bhatt
  October 12, 2019 at 2:04 pm

  અભિનંદન.

 4. Samir
  October 12, 2019 at 2:11 pm

  ખુબ ખુબ અભિનંદન !

 5. Bhagwan thavrani
  October 12, 2019 at 2:40 pm

  વહાલા વધામણાં !
  જિયો વેબગુર્જરી !
  જિયો સર્વ-સંચાલકો !

 6. October 12, 2019 at 7:08 pm

  કરોડપતિ બનવા માટે અબજ સલામ. હવે વેગુ ને કરોડ રજ્જુ નો રોગ કદી નહીં થાય !

 7. P. K. Davda
  October 12, 2019 at 8:30 pm

  પ્રત્યેક ગુજરાતી માટૅ ગર્વ લેવા જેવી વાત છે. નિસ્વાર્થ અને સેવાભાવી સંપાદકોએ માતૄભાષા દ્વારા ગુજરાતીઓને સાત્વિક વાંચન પુરૂં પાડવાનું બીડું ઉપાડ્યું, એમા તેઓ ૧૦૦ ટકા સફળ થયા છે. મને ગર્વ છે કે સંપાદક મંડળ્ના સ્થાપક સંચાલકો અને મોજુદા સંપાદકો, બધા મારા વહાલા મિત્રો છે. શરૂઆતમાં મને પણ સંપાદક તરીકે જોડાવાનું આમંત્રણ મળ્યું હતું, પણ મેં મારી અશક્તિ દેખાડેલી, હું એક સોનેરી તક ચૂકી ગયો.
  આજે બ્લોગની સફળતા જોઈને મને અતિશય આનંદ થાય છે. મારી શુભેચ્છા છે કે બ્લોગનું ભવિષ્ય અધિક ઉજ્જ્વલ બને.

 8. Bhavana Desai.
  October 12, 2019 at 9:17 pm

  Congratulations.

 9. October 12, 2019 at 9:46 pm

  આજકાલ આનંદના સમાચાર મળવા મોંધા થઈ ગયા છે. ત્યારે આ સમાચાર વધુ માન મેળવી જાય છે. જશનો કળશ તો સંપાદકગણ, વેબગુર્જરીના લેખકો અને સર્વે વાંચકોને ફાળે જાય છે. મારા અભિનંદન સર્વેને.

 10. October 13, 2019 at 12:03 am

  તા.૨૬-૦૧-૨૦૧૩થી શરૂ થયેલી વેબગુર્જરીની સાઈટ અકળ કારણોએ ખોરવાઈ જતાં ‘નવી ગિલ્લી, નવો દાવ’ ધોરણે ફરીથી તેને તા. ૨૮-૦૫-૨૦૧૭થી શરૂ કરવામાં આવી. ‘ગઢ આલા, પણ સિંહ ગેલા’ ઉક્તિ અનુસાર ૧૫૮૪ દિવસ સુધીના એ દીર્ઘ કાળ દરમિયાન સચવાયેલો મૂલ્યવાન સાહિત્યિક ખજાનો તો હાથમાંથી ગયો, પણ એ સમયગાળાનો વાચક સંખ્યા આંક જે લગભગ ૬૫,૦૦,૦૦૦ જેટલો હતો તે જળવાઈ રહ્યો. આપણા બીજા તબક્કાના ૮૬૭ દિવસોમાં ૩૫,૦૦,૦૦૦ આંકના ઉમેરા સાથે કુલ ૨૪૫૧ દિવસોના રોજના સરેરાશ ૪૦૮૦ ના આંક સાથે આપણે ૧,૦૦,૦૦,૦૦૦ ના આંકને તા.૧૨-૧૦-૨૦૧૯ ની વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તના અડધા કલાક પહેલાં એટલે કે ૩-૫૯ વાગે પાર કર્યો.

 11. October 13, 2019 at 12:04 am

  આ બંદાએ જાગરણ કરીને પણ એ જ વખતે તૈયાર રાખેલી મેઈલમાં સમય નાખીને તેને ૪-૦૦ વાગે મિત્રો ઉપર રવાના કરી દીધી. કળા કરતા મોરનાં પીછાંની જેમ વાચકોનું યોગદાન આ સિદ્ધિમાં વિશેષ એટલા માટે કે તેમના થકી જ આ ભવ્ય આંક સુધી પહોંચી શકાયું છે. મેં અહીં ‘ભવ્ય’ શબ્દ જ પ્રયોજ્યો છે અને ‘ભવ્યતર’ અને ‘ભવ્યતમ’ શબ્દોને ભવિષ્ય માટે અનામત રાખ્યા છે. આપ સૌ જાણો છો કે આપણી દશાંશ ગાણિતિક પ્રક્રિયા દશના ગુણાંકમાં હોય છે. આમ હવે પછીનાં આપણાં લક્ષ્ય દશ કરોડ અને સો કરોડ જ હોય, કેમ ખરું ને ! ચાલો તો વેગુજનો, આપ સૌના સહકાર બદલ ધન્યવાદ પાઠવીને અત્રેથી વિરમું છું.

 12. Qasim Abbas
  October 13, 2019 at 5:14 am

  જય જય ગરવી ગુજરાત દીપ અરુણ પ્રભાત ………………………………..

  ખરે ખર આ તો ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.

  હાર્દિક અભિનંદન .

 13. રાજેન્દ્ર ક. દફતરી
  October 13, 2019 at 7:28 am

  ખુબ ખુબ અભિનંદન

 14. mahendra shah
  October 17, 2019 at 2:30 am

  વેગુને KBC બનવા બદલ અભીનંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *