ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ખાદ્યસામગ્રી (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

તા. ૧૩.૦૯.૨૦૧૯ના લેખમાં કેટલીક ખાદ્યસામગ્રીઓ સાથે સંકળાયેલા ફિલ્મી ગીતો જણાવાયા હતાં. આ લેખમાં અન્ય સામગ્રીઓની નોંધ લેવાઈ છે. જો કે બધી જ ખાદ્યસામગ્રીઓ પર ફિલ્મીગીતો નથી રચાયા.

અતિપ્રિય મીઠાઈ જલેબી પર ગીત છે ૧૯૭૭ની ફિલ્મ ‘ડાકુ ઔર મહાત્મા’નું.

ओ मेरी प्यारी जलेबी रस भरी
अरे छोकरी हलवाई की टोकरी मिठाई की

આ ગીતના કલાકારો ઓળખાતા નથી કારણ આ ગીત મુખ્ય કલાકારો પર નથી રચાયું પણ અન્યો પર રચાયું છે. ગીતના શબ્દો અને સંગીત રવીન્દ્ર જૈનના અને ગાનાર કલાકારો અમિતકુમાર અને હેમલતા.

૨૦૧૧ની ફિલ્મ ‘ડબલ ધમાલ’માં જે ગીત છે તે એક કેબ્રે પ્રકારનું ગીત છે જે અત્યંત પ્રચલિત બન્યું હતું જેમાં મુખડાના અંતે મલ્લિકા શેરાવત કહે છે

सब मुझे पूछते है तूं कोन देश से आई, नाम
नाम जलेबी बाई, जलेबी बाई, जलेबी बाई, जलेबी बाई,

મલ્લિકા શેરાવતને કંઠ આપ્યો છે રીતુ પાઠકે, જેના શબ્દો અને સંગીત છે આનંદ રાજ આનંદના

જલેબી પછી અન્ય મીઠાઈ પર ગીત છે તે લાડુ પર છે ૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નું. આ એક બાળકના જન્મદિવસની પાર્ટીનું ગીત છે જેમાં કહેવાય છે કે

हम भी अगर बच्चे होते
नाम हमारा होता गबलू बब्लू
खाने को मिलते लड्डू

ગીતના કલાકારો છે જોય મુકરજી, સાયરા બાનુ અને જોની વોકર. શબ્દો છે શકીલ બદાયુનીના, સંગીત રવિનું અને સ્વર મન્નાડેનો.


મીઠાઈ પછી હવે ફરસાણનો વારો. સૌ પ્રથમ યાદ આવે બટાટાવડા. ૧૯૮૭ની ફિલ્મ ‘હિફાઝત’નું ગીત આના પર રચાયું છે.

बटाटा वडा हे बटाटा वडा
दिल नहीँ देना था देना पड़ा

નશાની હાલતમાં અનીલ કપૂર અને માધુરી દિક્ષિત આ ગીત ગાય છે. ગીતના શબ્દો આનંદ બક્ષીના, સંગીત આર. ડી. બર્મનનું અને સ્વર આશા ભોસલે અને એસ.પી. બાલાસુબ્રમન્યમનાં.

૧૯૯૫ની ફોલમ ‘કૂલી નં.૧’માં ભેળપૂરી પર ગીત રચાયું છે.

मै तो रास्ते से जा रहा था
मै तो भेलपुरी खा रहा था

ગોવિન્દા અને કરિશ્મા કપૂર પર રચાયેલ આ પ્રખ્યાત ગીતના શબ્દો છે સમીરના અને સંગીત આનંદ મિલિન્દનું. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ.

આવું જ પ્રચલિત ફરસાણ છે સમોસા જેના પર ગીત રચાયું ચ્ચે ૨૦૦૧ની ફિલ્મ ‘મિ. એન્ડ મિસિસ ખિલાડી’માં.

जब तक रहेगा समोसे में आलू
जब तक रहेगा समोसे में आलू
तेरा रहूँगा ओ मेरी शालू

આ ગીતના કલાકાર છે અક્ષયકુમાર અને જુહી ચાવલા. ગીતના શબ્દો છે દેવ કોહલીના જેને સ્વરબદ્ધ કર્યા છે અનુ મલિકે. સ્વર છે અભિજિત અને પૂર્ણિમાના..

આટલી બધી મીઠાઈઓ અને ફરસાણ ખાધા પછી ચા ન પીએ તો કામ અધૂરું જ રહે ને!

ચા પર એક પ્રખ્યાત ગીત છે ૧૯૮૩ની ફિલ્મ ‘સૌતન’નું.

शायद मेरी शादी का ख्याल दिल में आया है
इसी लिए तेरी मम्मी ने मुझे चाय पे बुलाया है

કલાકારો રાજેશ ખન્ના અને ટીના મુનીમ પર રચાયેલ ગીતના રચયિતા છે સાવનકુમાર જેને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. સ્વર છે કિશોરકુમાર અને લતાજીનો.

ચા પર અન્ય પ્રખ્યાત ગીત ૨૦૦૦ની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’નું છે

एक गरम चाय की प्याली हो
कोई उस को पीलाने वाली हो

ચા પીતા પીતા સલમાન ખાન નૃત્ય પર ઉતરી આવે છે અને આ ગીત ગાય છે. ગીતના શબ્દો સમીરના અને સ્વર અને સંગીત અનુ મલિકનાં.

અને પાન કેમ ભૂલાય? નૌટંકી પ્રકારનું એક અત્યંત જાણીતું ગીત છે ૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી કસમ’નું જે વહીદા રહેમાન પર રચાયું છે.

पान खाए सैया हमारो
सांवरी सूरत होठ लाल लाल

ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર આશા ભોસલે.

પાન પર અન્ય એક અત્યંત પ્રચલિત ગીત છે ૧૯૭૮ની ફિલ્મ ‘ડોન’નું જેમાં અમિતાભ બચ્ચન પાન ખાઈને નૃત્ય કરતા ગાય છે

अरे भंग का रंग जमा हो चकाचक फिर तो पान चबाये
अरे ऐसा लगे जिया में पुनर जनम होई जाय

ગીતના શબ્દો અન્જાનના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.

આ જ ગીત ૨૦૦૬ની ફરી આવેલી ફિલ્મ ‘ડોન ’માં છે જેમાં શબ્દોના ફેરફાર છે

अरे तुमका का बताई भैया, हमारा हाल क्या है
निकले थे हम हकवा खाने मुंह ही जल गया

બીજા અંતરામાં ત્યાર પછી શબ્દો આવે છે

ओ खाई के पान बनारस वाला
खाई के पान बनारस वाला
खुल जाए बंध अकल का ताला

ગીતના શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત શંકર, એહસાન, લોઈનું. શાहરુખ ખાન પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે ઉદિત નારાયણ જેમાં શારુખ ખાને પણ સાથ આપ્યો છે.

આશા છે રસિકોએ આ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *