સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૭)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આ શ્રેણીનાં છ લેખોમાં હજાર સુધીની સંખ્યાના ગીતો જોયા (છેલ્લો લેખ તા.૩૧.૦૮.૨૦૧૯). આ લેખમાં હજારની સંખ્યાના ગીતોનો ઉલ્લેખ કરતા તેમાં ૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’નાં ગીતનો સમાવેશ કર્યો હતો. તે ગીતમાં પચાસ હજારની સંખ્યા પણ સમાવાઈ છે તેથી તે ફરી અહિયાં નથી રજુ કરતો.

ત્યાર બાદ છેક લાખની સંખ્યા પર ગીતો જોવા મળે છે.

૧૯૬૨ની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’નું ગીત છે

लाखो तारे आसमान में एक मगर ढूंढे न मिला
देख के दुनिया की दिवाली दिल मेरा चुपचाप जला

મનોજકુમાર અને માલા સિન્હા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર મુકેશ અને લતાજી.


૧૯૬૩ની ફિલ્મ ‘અસલી નકલી’નું ગીત છે

लाख छुपाओ छूप ना सकेगा राज़ हो कितना गेहरा
दिल की बात बता देता है असली नकली चेहरा

ગીતના શબ્દો હસરત જયપુરીના છે અને સંગીત શંકર જયકિસનનું. સાધના પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે લતાજીનો.

૧૯૬૩ની અન્ય ફિલ્મ ‘ફિર વહી દિલ લાયા હું’ના ગીતમાં પણ લાખની સંખ્યાનો ઉલ્લેખ છે

लाखो है निगाह में, जिंदगी की राह में सनम हसीं जवां
होठों में गुलाब है, आँखों में शराब है लेकिन ये बात कहां

ગીતના કલાકાર જોય મુકરજી અને ગાનાર કલાકાર રફીસાહેબ. શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું.

૧૯૬૪ની ફિલ્મ ‘બિરજુ ઉસ્તાદ’નું ગીત છે

तू लाखो में है एक सनम
तुज सी हसीना देखि ना कभी

ગીતના વિડીઓમાં ફક્ત શબ્દો સંભળાય છે પણ કલાકાર નથી દેખાડાયા પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે અજીત. ગીતના શબ્દો કમર જલાલાબાદીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.. સ્વર મુકેશનો.

૧૯૬૬ની ફિલ્મ જેનું નામ જ ‘દસ લાખ’છે તેનું જે ગીત છે તે સંજયખાન અને બબીતા પર રચાયું છે. આ ગીતમાં લાખની સંખ્યા સાથે દસ લાખની સંખ્યાનો પણ ઉલ્લેખ છે.

चाहे लाख करो तुम पूजा तीरथ करो हज़ार
दींन दुखी को ठुकराया तो सब कुछ है बेकार
गरीबो की सुनो वो तुम्हारी सुनेगा
तुम एक पैसा दोगे वो दस लाख देगा

પ્રેમ ધવનના શબ્દો અને રવિનું સંગીત. ગાનાર કલાકારો રફીસાહેબ અને આશા ભોસલે.


૧૯૭૦ની ફિલ્મ ‘જોની મેરા નામ’માં લાખની સંખ્યાવાળું ગીત છે

हुस्न के लाखो रंग
कौन सा रंग दिखोगे
आग है ये बदन
कौन सा अंग देखोगे

કેબરે પ્રકારના આ ગીતના કલાકાર છે પદ્મા ખન્ના જેના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગીતને સ્વર મળ્યો છે આશા ભોસલેનો.

ત્યારબાદ ૧૯૯૨માં લાખની સંખ્યા પરનું એક ગીત છે ફિલ્મ ‘જાન તેરે નામ’નું

हम लाख छुपाये प्यार मगर
दुनिया को पता चल जाएगा

ગીતના કલાકારો રોણિત રોય અને ફરહીન. ગાનાર કલાકારો કુમાર સાનુ અને આશા ભોસલે. ગીતના શબ્દો છે રાની મલિકના અને સંગીત નદીમ શ્રવણનું ,


હવે એક એવા ગીતની વાત કરૂ છું જેમાં અનેક સંખ્યો સમાઈ છે એટલે અગાઉનાં કોઈ પણ લેખમાં તે ન જણાવતા આ અંતિમ લેખમાં તેનો ઉલ્લેખ કરૂ છું. ગીત છે ૧૯૮૮ની ફિલ્મ ‘તેજાબ’નું જે એક નૃત્યગીત છે અને આજે પણ એટલું જ લોકપ્રિય છે. મુખડાના સંવાદ પછી ગીતના જે શબ્દો છે તે છે

एक दो तीन चार, पांच छे सात आठ नौ, दस ग्यारह बारह तेरह

અને આમ છેક ત્રીસ સુધી એટલે કે મહિનાના ત્રીસ દિવસનો ઉલ્લેખ આ ગીતમાં છે.

ગીતના શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. માધુરી પર રચાયેલ આ ગીતના ગાનાર છે અલકા યાજ્ઞિક.

આજ ગીત બીજી વાર આવે છે જે આગલા ગીતના જવાબરૂપ છે એટલે શબ્દોમાં યોગ્ય ફેરફાર કરાયો છે. શબ્દકાર અને સંગીતકાર ઉપર મુજબ. કલાકાર અનીલ કપૂર અને સ્વર અમિતકુમારનો.

આમ આ શ્રેણીનું સમાપન થાય છે. આશા છે રસિકોને આ નવો વિષય ગમ્યો હશે. અભિપ્રાયની આશા.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *