બંદિશ એક રૂપ અનેક : (૫૮) : "કુછ તો દુનિયાકી ઇનાયતને દિલ તોડ દિયા"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

કવિ શ્રી સુદર્શન કામરા – “फ़किर” (૧૯૩૫ – ૨૦૦૮)

પ્રેમ ભગ્ન યુવાન કવિ સુદર્શન કામરા એ તખલ્લુસ  “ફકીર” અપનાવ્યું,  એટલુંજ નહીં પણ જન્મભૂમિ ફિરોઝપુર છોડી જલંદર ની એક રૂમમાં રહેઠાણ બનાવ્યું.

મહેફિલ મુશાયરાના શોખીન સુદર્શનજીની એ રૂમ તે સમયના યુવા શાયરો માટે મળવાની જગ્યા બની ગઈ. રાજકીય ઈતિહાસ અને અંગ્રેજી સાથે એમ. એ.નો અભ્યાસ પૂરો કરી શિક્ષણ ક્ષેત્રે નોકરી શરૂ કરી, તેમને ફ઼્કીરના લિબાસમાં રખડવાનો શોખ હતો. તેમની લખેલી ગઝલો સામાયિકો અને રેડીઓ ઉપર પ્રસારિત અને સંગીતના શોખીનો તરફથી સારો આવકાર મળ્યો. તેમની પાંચેક કૃતિઓ તે સમયની પ્રખ્યાત ગાયિકા અખ્તરી બાઈ ફૈઝલાબાદીએ રેડિયો ઉપર પોતાના પ્રોગ્રામમાં ગાઈ. તેમની એક ગઝલ અહીં પ્રસ્તુત છે:

कुछ तो दुनिया कि इनायात ने दिल तोड़ दिया
और कुछ तल्ख़ी-ए-हालात ने दिल तोड़ दिया I

                          (इनायात = નવીનતમ રીવાજ , Innovation,    तल्ख़ी  = भयंकर)

पहले कहते थे वो चुप क्यों हो, ज़रा लब खोलो
अब वो कहते हैं कि शिकायात ने दिल तोड़ दिया I
वो मेरे हैं, मुझे मिल जायेंगे, आ जायेंगे
ऐसे मोहमिल से ख़यालात ने दिल तोड़ दिया I

                         (मोहमिल = जिसका कोई अर्थ न हो, निरर्थक)

यूँ तो कहने को मुलाक़ात हुए थी उनसे
क्या मुलाक़ात थी, हर बात ने दिल तोड़ दिया I

हम तो समझे थे के बरसात में बरसेगी शराब
आयी बरसात तो बरसात ने दिल तोड़ दिया I

वो भी आलम था के हर रात हसीं होती थी
ये भी आलम है के इस रात ने दिल तोड़ दिया I

                                                                           -सुदर्शन फ़किर

આ બંદિશ રાગ જોગકૌંસ અને ખમાજ (દાદરા) માં સાંભળવા મળે છે.

રાગ જોગ કૌંસ ભૈરવી થાટનો રાગ છે, જેના રચનાકાર હતા પંડિત જગન્નાથ બુઆ પુરોહિત,  “ગુણીદાસ”  (1904-1968). તેમણે રાગ જોગ અને ચંદ્રકૌંસ ભેગા કરી આ રાગ રચ્યો છે.

અખ્તરીબાઈ ફૈઝાબાદી જે બેગમ અખ્તર તરીકે ઓળખાય છે, તેમના અવાજમાં આ બંદિશ સાંભળીયે રાગ જોગ કૌંસ

જગજિત સિંહ

અહીં શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય માં માલિની આવસથી, અહીં તેઓ બેગમ અખ્તર ની વાત કરેછે:

માલયલમ ગાયિકા મંજરી

દક્ષિણ ભારતનાં ખ્યાતનામ ગાયિકા ગાયત્રી અશોકન

બંગાળ નાં પ્રખ્યાત ગઝલ ગાયિકા શાન્તા કુંડુ

ગઝલ ગાયકીની ખઝાના ફેસ્ટિવલ 2013 માં સુદીપ્તો બેનરજી

શ્રીમતી નીલા સિન્હા રોય, બેગમ અખ્તરનાં શિષ્યા

શ્રી સુદર્શન ફ઼્કીર વિષે ગઝલકાર નીરજ પાંડે

लोग कहते हैं वक़्त चलता है
और इंसान भी बदलता है
काश रुक जाये वक़्त आज की रात
और बदले न कोई आज के बाद

                                            – સુદર્શન ફકીર

જલંદરમાં કોલેજના દિવસોમાં શાયરી, રેડિયો પ્રોગ્રામ અને નાટકોના શોખીન સુદર્શન ફકીરને એક એવો જ મિત્ર મળીગયો જેણે તેમની રચના સંગીત બદ્ધ કરી કોલેજના વાર્ષિક કાર્યક્રમ માં ગાયી। તે ગીત હતું “વો કાગઝ કી કશ્તી ઔર બારીશ કે પાની” અને તે મિત્ર અને ગાયક હતા  જગજિત સિંહ.

બેગમ અખ્તર ગઝલ કાર્યક્રમમાં અવારનવાર સુદર્શનજીની રચનાઓ ગાતાં. પાંચેક જેટલી

સુદર્શનજી ની ગઝલ તેમણે રેકર્ડ માં ધ્વનિબધ્ધ કરેલી છે.

મુંબઈ માં હિન્દી ફિલ્મો સાથે પણ જોડાયેલા હતા ફિલ્મ “દૂરિયાં”, “યલગાર”, “પ્રેમ અગન” માટે સંવાદો અને ગીતો તેમણે લખેલાં છે.

શ્રી સુદર્શન ‘ફકીર’ ની થોડી પ્રખ્યાત ગઝલોને યાદ કરીયે:

इश्क़ में ग़ैरत-ए-जज़्बात ने रोने न दिया
वर्ना क्या बात थी किस बात ने रोने न दिया

આ ગઝલ ઘણાં ગાયકો એ ગાયી છે, અહીં બેગમ અખ્તરના અવાજ માં:

आदमी आदमी को क्या देगा
जो भी देगा वही ख़ुदा देगा

                                                        જગજિત સિંહ એક જાહેર પ્રોગ્રામમા:

एक ही बात ज़माने की किताबो में नहीं
जो गमें-दोस्त-मे मज़ा है वो शराबो में नहीं

                                                        મહમદ રફીના સ્વરમાં

उस मोड़ से शुरू करें फिर ये ज़िन्दगी
हर शय जहाँ हसीन थी, हम तुम थे अजनबी

                                                        ચિત્રા સિંહ

અને અંતમાં:

ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो काग़ज़ की कश्ती, वो बारिश का पानी


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

1 comment for “બંદિશ એક રૂપ અનેક : (૫૮) : "કુછ તો દુનિયાકી ઇનાયતને દિલ તોડ દિયા"

  1. Anil Desai
    September 22, 2019 at 3:52 pm

    Nitinbhai, fari var khub saras .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *