





સુરેશ જાની
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે, કસમ ખાઈ રહ્યો છું.એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે, હું કરમાઈ રહ્યો છું.ગઈ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ યાદ આવતાં ગભરાઈ રહ્યો છું.તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો, અને વંચાઈ રહ્યો છું.મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું!કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.
આ ગઝલમાં પોતાની સાથેનો સંવાદ સ્પષ્ટ છે. ઊડીને આંખે વળગે અને કઠે – એવી લઘુતાગ્રંથિ પણ છે. પણ વાત એની નથી કરવાની!
મોટા ભાગે માણસો બહિર્લક્ષી હોય છે. બહુ ઓછા અંતર્લક્ષી હોય છે. પોતાના વિચાર, વાણી કે વર્તનનું પરીક્ષણ કરવા બહુ ઓછા ટેવાયેલા હોય છે. બીજાની ભૂલ જોવામાં આપણે વધારે માહેર હોઈએ છીએ! આપણી મુશ્કેલીઓ કે પરાજય માટે આપણે મોટા ભાગે સંજોગો કે બીજાઓને દોષ દઈને કે, દુર્ભાગ્ય માટે રોદણાં રડી લઈ, અટકી જતાં હોઈએ છીએ.
પણ એ હકીકત છે કે, કોઈ પણ સુધારા કે પ્રગતિ માટે વેધક પૃથક્કરણ જરૂરી હોય છે. જો આપણને આપણા દોષ દેખાય જ નહીં તો, આપણે કદી સુધરી ન જ શકીએ. આ વૈજ્ઞાનિક રીત છે. જાગૃત થવાની રીત છે. મેનેજમેન્ટની ભાષામાં એને SWOT analysis કહે છે . [ Strengths, Weaknesses, Opportunities & Threats]
આ ગઝલમાં નિરાશા અને હીણપતનો ભાવ પ્રધાન છે. પણ અંદર તરફ જોવાની વાત પણ છે. સાથે સાથે, એ પણ સાચું છે કે, ગમે તેવા સંજોગો હોય, પડેલો માણસ સ્વગૌરવ વિના ઊભો ન થઈ શકે. ‘નિજ દોષ પરીક્ષણ’ની દાદા ભગવાનની રીતમાં ‘સ્વગરિમા’, એક નમ્બરની ફાઈલને ચોખ્ખી રાખવાની વાત છે જ!
આ વાત નીચેની ગઝલમાં ઉજાગર થાય છે –
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી…જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી…કોણે છલકાવ્યાં નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી…હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.– વિનય ઘાસવાલા
આ બન્ને ગઝલોને આપણે આત્મસાત કરીએ તો?
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
ભલે નિરાશાવાદી હોય પણ બન્ને ગઝલ સરસ છે. વિનય ઘાસલાલા ના એક વિચાર સાથે સંમત થવું અઘરું છે- જે ઘડી જે મળ્યું તે મંજૂર છે – તે વાત તો બરાબર છે, પણ “ભાગ્ય સાથે હું કદી લડતો નથી” – પુરુશાર્થ કરવાવાળી વ્યક્તિ આ વાત માનશે? સુરેશભાઈનો ગુજરાતી ગઝલની પસંદગી અને રસાસ્વાદ કાબીલે-દાદ છે. આભાર.
આ મારા વિચારો છે, થોડી આગળ ચર્ચા કરીયે તો મજા પડશે.
તમારી વાત સાચી છે. એ આગળ ચલાવતાં —- ભાગ્ય અને દૈવની મહત્તા સ્વીકારવાની સાથે પુરૂષાર્થને જાકારો એ પલાયનવાદી અને નકારાત્મક વિચાર છે જ. એ કદી મદદ ન કરી શકે. પણ એ બીજી ગઝલ મૂળ વાતના અમુક અંશના સમર્થન માટે જ વાપરેલી છે.
આમે ય કોઈ બે જણના વિચાર એકસરખા ન જ હોય.
https://www.youtube.com/watch?v=JXXHqM6RzZQ