૧૦૦ શબ્દોની વાત : આંધળાં અનુપાલનનાં જોખમો

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

‘ટીઇડી’નાં એક વ્યક્તવ્યમાં જૅમ્સ સુરૉવૈકી કહે છે કે:

“સિપાહી કીડીઓ જ્યારે જ્યારે પણ રસ્તો ભૂલી જાય, ત્યારે એક સીધાસાદા નિયમને અનુસરે છે – બસ, જેમ આગળની કીડી કરે તેમ કરો. પરિણામે કીડીઓ ગોળ ગોળ ચક્કર કાપતી થઇ જાય છે. એક બહુ જ પ્રચલિત ઉદાહરણમાં આવું એક વર્તુળ ૧૨૦૦ ફૂટ લાંબું હતું અને બે દિવસ સુધી ચાલ્યા કર્યું હતું; જ્યાં સુધી કીડીઓ મરી ન ગઇ ત્યાં સુધી ચક્કરની દડમજલ કરતી રહી.”

આત્મસાત કર્યા વિના, નિયમો અને માન્યતાઓનું આંધળું અનુપાલન જોખમી નીવડી શકે છે. તેમ કરવાથી આપણો વિકાસ રૂંધાય છે.

બીજાંને પગલે પગલે ચાલવાથી, જીવનની અનુભવ-કેડી પર આપણાં નક્શ-એ-કદમ છોડી નથી જઇ શકાતાં.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *