સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૬)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

અગાઉના લેખોમાં સો સુધીની સંખ્યાના ગીતોની નોંધ લીધી હતી. ત્યાર બાદ હજારની સંખ્યાવાળા ગીતોની સંખ્યા જ ઘણી થઇ છે એટલે ફક્ત તે ગીતોને આ લેખમાં સમાવાયા છે.

હજારની સંખ્યાવાળા ગીતો પહેલા એક અનન્ય સંખ્યા પર પણ ગીત મળ્યું છે જેની પહેલા નોંધ લઈએ.

ચારસો વીસ

૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થોની’ના ગીતમાં અમિતાભ બચ્ચન પોતાના નામ સાથે સરનામું પણ આપે છે જેમાં તે કહે છે

रूप रंग प्रेम गली खोली नंबर चारसो बीस

ગીતમાં કિશોરકુમાર અને અમિતાભ બચ્ચન બંનેના અવાજ છે. શબ્દકાર આનંદ બક્ષી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

હવે હજારની સંખ્યાના ગીતો જોઈએ.

હજાર

૧૯૪૮ની ફિલ્મ ‘પ્યાર કી જીત’નું બહુ પ્રચલિત ગીત છે

एक दिल के टूकडे हझार हुए
कोई यहाँ गिरा कोई वहा गिरा

વીડિઓમાં કલાકાર નથી દેખાડાયા પણ મુખ્ય ભૂમિકા દિલીપકુમારની છે એટલે તેના પર રચાયું હશે એમ માનવું રહ્યું. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત હુસ્નલાલ ભગતરામનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૫૩ની ફિલ્મ ‘આગ કા દરિયા’નું ગીત છે

एक दिल हझारो गम
कैसे जी सकेंगे हम

ગીતનો ઓડીઓ જોવા મળે છે એટલે કલાકાર નથી જણાતા પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે કરણ દીવાન એટલે તેના પર આ ગીત રચાયું હોય તેમ માની શકાય. ગીતના શબ્દો હસરત જય્પુરીના અને સંગીત વિનોદનું. ગાનાર કલાકાર તલત મહેમુદ.

૧૯૫૭ની ફિલ્મ ‘એક સાલ’નું ગીત છે જે મધુબાલાના જન્મદિવસે તેની સખી ગાય છે

तू जिये हझारो साल गोरी ओ गोरी जिये हझारो साल

ગીતના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત રવિનું. સ્વર આશા ભોસલેનો.

૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’માં પણ આ જ પ્રકારે શશીકલાના જન્મદિવસે તેની સહેલી ગાય છે

तुम जियो हझारो साल साल के दिन हो पचास हझार

મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને સંગીત સચિન દેવ બર્મનનું. કંઠ આશા ભોસલેનો.

૧૯૬૨ની ફિલ્મ ‘ચાઇનાટાઉન’માં શમ્મીકપૂર શકીલાને ઉદ્દેશીની એક હોટેલમાં ગાય છે

बार बार देखो हझार बार देखो`
ये देखनी की चीज है हमारी दिलरुबा

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ. રફીસાહેબનો સ્વર.

૧૯૬૬ની ફિલ્મ ‘ફૂલ ઔર પત્થર’માં હોળી ગીત છે

होली है लाइ है हझारो रंग होली होली है लाइ है हझारो रंग होली

નૃત્યાંગનાઓના નામ નથી દર્શાવાયા પણ ગીતને સ્વર મળ્યો છે આશા ભોસલેનો જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત રવિનું.

૧૯૭૪ની ફિલ્મ ‘ઘટના’નું દર્દભર્યું ગીત છે જે ઓડીઓ રૂપે જોવા મળે છે એટલે કોના પર રચાયું છે તે જણાતું નથી. ગીતના શબ્દો અને સંગીત રવિના છે અને ગાયું છે લતાજીએ.

हझार बातें कहे जमाना मेरी वफ़ा पे यकीं रखना

૧૯૮૦ની ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’નું આ ગીત શબાના આઝમી અને રાજેશ ખન્ના પર રચાયું છે.

हझार राहें मुड के देखी
कहीं से कोई सदा न आई

बड़ी वफ़ा से निभाई तुमने
हमारी थोड़ी सी बेवफाई

ગુલઝારના શબ્દો અને ખય્યામનું સંગીત. ગાનાર કલાકારો લતાજી અને કિશોરકુમાર

૧૯૯૪ની ફિલ્મ ‘કભી હા કભી ના’નું ગીત છે

वो तो है अलबेला हजारो में अकेला
सदा तुमने अयेब देखा हुनर को न देखा

ઘર છોડીને જતા શાહરૂખ ખાનને મનાવવા અન્યો આ ગીત ગાય છે. ગીતના શબ્દો મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત જતિન લલિતનું. સ્વર છે દેવકી અને કુમાર સાનુના

આ જ પ્રમાણે લાખની સંખ્યાવાળા ઘણા ગીતો છે જે હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com


સંપાદકીય નોંધ


અત્રે આપણે સહર્ષ નોંધ લીએ છીએ કે શ્રી નિરંજન મહેતાને વર્ષ ૨૦૧૮-૧૯ માટેનો ગુજરાતી સાહિત્ય અકાદમી, મહારાશ્ટ્ર રાજ્ય, દ્વારા અપાતો રામનારાયણ પાઠક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
આ પુરસ્કાર તેમને તેમના નવલિકા સંગ્રહ ‘સ્નેહ સંબંધ’ માટે અપાયો છે.

પુરસ્કાર અર્પણવિધિ ૨૧-૮-૨૦૧૯ના રોજ સંપન્ન થઈ હતી.

વેબ ગુર્જરી શ્રી નિરંજન મહેતાને સહર્ષ અભિનંદન પાઠવે છે.

4 comments for “સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૬)

 1. નિરંજન મહેતા
  August 31, 2019 at 12:25 pm

  આપે મને મળેલા પુરસ્કારની નોંધ લઇ અભિનંદન આપ્યા છે તે બદલ સંપાદકીય મંડળનો અત્યંત આભારી છું.

 2. Gajanan Raval
  September 5, 2019 at 9:37 pm

  Hearty congrats for getting this Honour…!! Your contribution in literature and film based articles makes you a unique personality..We love YOU..

  • નિરંજન મહેતા
   September 12, 2019 at 11:16 am

   આપની શુભેચ્છાઓ બદલ આભાર. આપને મારી રચનાઓ પસંદ છે તે જાણી આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *