આપણો નજદીકનો સગો – ચંદ્ર

Facebooktwitterredditpinterestlinkedinmail

– વિમળા હીરપરા

આજે આપણે અવકાશમાં આપણા નજીકના દ્રશ્યમાન પાડોશીની મુલાકાત લઇએ કે જેણે સદીઓથી આપણા સાહિત્ય, ધાર્મિક માન્યતાઓ,પૃથ્વી પરના સજીવનિર્જિવ, આબાલવૃધ્ધ બધાને માટે એક રહસ્યમય દુનિયા ઉભી કરી છે. જોકે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા ને પોષવા ચંદ્ર કરતા સુર્યના આપણે આભારી છીએ . એક દિવસ પણ સુર્ય ન ઉગે તો? પણ જેમ કડક પિતા, શિક્ષક કે ઉપરીને આપણે માન આપીએ છીએ પણ પ્રેમ દર્શાવી શકતા નથી. જીવનમાં સમજણ આવે ત્યારે એમના નાળીયેર જેવા કડક શિસ્ત પાછળ કોપરા જેવુ કોમળ ને હિતકારી હ્દય છેએની પ્રતીતી થાય છે ત્યારે કયારેક મોડુ થઇ ગયુ હોય છે.

ચદ્રની શીતળતા આપણને આર્કષે છે. આપણે ચાંદની રાતમાં ફરવા નીકળીએ છીએ. નધી કે તળાવમાં હોડીની સહેલગાહે નીકળીએ છીએ. અગાશીમાં ચાંદનીરાત્રે મહેફીલ જમાવીએ છીએ, બાળપણમાં મધરાત સુધી આંગણામાં ચાંદનીમાં રમીએ છીએ. તો શરદપુર્ણિમાની રાત્રે જે દુધપૌંઆની મહેફીલ માણીએ કે ચાંદની રાત્રે ગરબાની જમાવટ કરીએ એ સુર્યના પ્રકાશ કે દિવસે  નથી કરી શકતા.

છેક રામાયણના રામથી માંડીઆજપર્યંત બાળકો ચાંદામામા જોડે રમતા આવ્યા છે.ચાંદા મામા જેવુ લાડકુ નામ ને એમા પાછા દાદીમા રેટિંયો કાતતા હોય!કેવી રમ્ય કલ્પના? મામાને ઘેર જવાની,ચાંદા પોળી ખાવાની,શીતળ ચાંદનીમાં રમવાનું. બચપણમાં ‘ચાંદામામા’ બાળકો માટે મેગેઝીન પણ આવતું.   તો નાની બાળાઓ પોષીપુનમનું વ્રત કરતી,ઉપવાસ કરતી ને સાંજે ચાંદાની સાક્ષીએ ખીર રાંધીને ભાઇને જમાડતી ને ભાઇના લાંબા આયુષ્ય ને તંદુરસ્તી માટે પ્રાર્થના કરતી. પરિણીત સ્ત્રીઓ કરવાચોથ કરીને ચાંદા પાસે પતિના લાંબા આયુની માગણી કરતી. તો મોટી ઉંમરની મહિલાઓ પુનમનો ઉપવાસ કરતી ને રાત્રે ચંદ્રદર્શન કરીને જમતી. આપણા વડીલો ચંદ્રલોકમાં જવાની એષણા રાખતા.

ઉપરાંત અવકાશી ઘટના ‘ચંદ્રગ્રહણ’ જેવી ખગોળ ઘટનાએ પૌરાણિક માન્યતા કે રાહુ ને કેતુ જેવા રાક્ષસો ચંદ્રને ગળી જાય એટલે ચંદ્રગ્રહણ થાય, એ સમયે બધુ અપવિત્ર થઇ જાય ખાસ તો પાણી. બાકી કોઇ દુધ કે ઘી ન ફેંકી દે. દંભ!   આપણા સમુદ્રના ભરતી ઓટ ઉપર પણ ચંદ્રની અસર પડે છે.

પણ ૧૯૭૦માં અમેરીકાના ત્રણ સાહસિકો  નીલ આર્મસ્ટ્રોગ, એલ્ડવીન ને બઝવાઇલડર એસાહસીકોએ ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુક્યો ને દુનિયાને વિજ્ઞાનની સિધ્ધિ,માનવશકિત ને સંકલ્પનો પરિચય કરાવ્યો.એમના કહેવા પ્રમાણે વામનનું વિરાટ પગલુ સાબિત થયું. સાથે સાથે આપણી ધાર્મિક માન્યતાઓ.ને સંસ્કૃતિને જબદસ્ત આંચકો આપ્યો છે.

હવે બાળકોને ખબર છે કે ત્યા રમી શકાય એવી શીતળતા નહિ પણ હીમ જેવી કાતિલ ઠંડી છે.ઝાડપાનનું નામ નહિ એક મૃતપ્રાય  ઉજ્જડ રણ. તો આપણી બાળાઓને ખબર પડી ગઇ છેકે જે પોતે જ મૃતપ્રાય છે એની પાસે ભાઇના દીર્ધાયુની આશા કેમ રાખી શકાય. તો બહેનો જે ‘કરવાચોથ’ જેવા વ્રત કરતી હતી એને સમજાયુ કે ચંદ્ર આકાશમાંથી આયુષ્યની લહાણી કરતો દેવ નથી. તો ખોટા ભૂખમરો કરવા કરતા પૌષ્ટિક ખોરાક

તૈયાર કરતા શીખવુ એજ પરિવારની તંદુરસ્તી ને આયુને વધારે છે. આપણા વડીલો ચંદ્રલોકમાં જવા વિપ્રલોકોની સલાહથી જે દાનપુન્ય ને ધરમદ્યાન કરતા હતા એમાથી થોડાક બુધ્ધીશાળી તો સમજી ગયા હશે.

સૌથી વધારે ખોટ તો કવિઓ,આશુકો, માશુકો ને દિલના મરિઝ એવા પ્રેમીઓને પડી છે. ચંદ્ર ને ચાંદની આપણા સાહિત્ય ને સિનેમા જગતમાં હીરોની જેમ સદીઓથી છવાયેલો છે.તો રુપાળી યુવતીને ચાંદની. ચંદ્રીકા કે ચંદ્રમુખી જેવા નામ અપાય. હવે અવકાશયાત્રીનો અહેવાલ બતાવે છે કે ચંદ્ર કોઇ મુલાયમ ક્રિમનો નથી બનેલો. એની સપાટી ખરબચડી, ખાડા ખડિયા ને લાવાથી બનેલી  છે. એની શીતળ લાગતી ચાંદની દાહક છે. સુર્ય તરફની સપાટી પર ધગધગતી આગ છે તો બીજી બાજુ કાતિલ ઠંડી છે. એને પોતાનુ પાવરહાઉસ નથી એ તો સુર્યના ઉછીના પ્રકાશે જ  જીવે છે.પરોપજીવી .

તો હવે આપણા સાહિત્યકારો ને પ્રેમીઓએ પોતાના પ્રિયપાત્રોને શણગારવા,સજાવવા, રીઝવવા કે ખીજવવા અંલકારોની શોધવાકોઇ દુરના ગ્રહ પર જવુ પડશે. કારણ પૃથ્વી પર તો હવે માનુનીઓને ખબે પડી ગઇ છે કે ચંદ્ર મુલાયમ નથી,બલ્કે એની સપાટી પર ધુળના થરો.જ્વાળામુખીની રાખ ને પથરાળ ખડકો છે એટલે કોઇ સુંદરીને ‘ચંદ્રમુખી’ કહેવુ એ આધૂનિક ગાળ કહેવાય. સિવાય કે ખીલથી ખરડાયેલા ને એના ડાધાથી છવાયેલા ચહેરાને સતાવવા કોઇ ચંદ્રમુખી’ શબ્દપ્રયોગ કરે. પણ એને માટે ચપ્પલ ખાવાની તૈયારી રાખવી પડે.


વિમળા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

1 comment for “આપણો નજદીકનો સગો – ચંદ્ર

  1. Purvi
    August 30, 2019 at 6:09 am

    Bahu, Sundar lekh. Chanda thi lai kyan sudhi fari aavya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *