ટીપું

Facebooktwitterredditpinterestlinkedinmail

‘સ્વરસેતુ’ના સર્જક,કવિ અને જાણીતા સંગીતકાર શ્રી શ્યામલ મુનશીનું એક ગીતઃ

પાણીનાં વિવિધ સ્વરૂપો પર આધારિત કાર્યક્રમ ‘જળની કાયા- જળની માયા’ માટે આ ગીત લખાયેલ છે…

‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.

                             ટીપું

ટપ ટપ ટપ ટપ પડતું, તરસ્યા અંતર ને અડતું,
જળમાંથી પળમાં જડતું, પળમાં જળમાં ખોવાતું,
હું ટીપું છું એક નાનું.

જે લાગણીઓમાં ભટકી, જે ઘાયલ મનને ખટકી,
જે આંખના ખૂણે અટકી ને ગાલ ઉપર રેલાતું,
હું ટીપું છું એક નાનું.

જે કપરા મારગ ચાલે, મહેનતને હાથે ઝાલે,
એ શ્રમજીવીના ભાલે, મોતી સરખું મલકાતું,
હું ટીપું છું એક નાનું.

છો તડકો તીખો વાગે, છો જલું સૂર્યની આગે,
પણ સૂર્યકિરણ મુજ રાગે, થઇ સપ્તરંગ હરખાતું,
હું ટીપું છું એક નાનું. –

.                                                           – શ્યામલ મુનશી


સંપર્કસૂત્ર :-

શ્યામલ મુનશી : ઈ-મેઈલ: info@shyamalsaumil.com | swarsetu@yahoo.com

1 comment for “ટીપું

 1. vimala Gohil
  August 25, 2019 at 9:06 pm

  “જે લાગણીઓમાં ભટકી, જે ઘાયલ મનને ખટકી,
  જે આંખના ખૂણે અટકી ને ગાલ ઉપર રેલાતું,
  હું ટીપું છું એક નાનું.”

  “જે કપરા મારગ ચાલે, મહેનતને હાથે ઝાલે,
  એ શ્રમજીવીના ભાલે, મોતી સરખું મલકાતું,
  હું ટીપું છું એક નાનું”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *