





નિરંજન મહેતા
सावनને લગતાં ફિલ્મીગીતોનો પ્રથમ ભાગ તા. ૧૦.૮.૨૦૧૯ના દિવસે વે.ગુ. પર મુકાયો હતો. હવે તેનો બીજો ભાગ આ લેખ દ્વારા આપું છું.
૧૯૭૫ની મનોરંજક ફિલ્મ ‘ચુપકે ચુપકે’નું ગીત છે
अब के सजन सावन में
आग लगेगी बदन में
કલાકાર શર્મિલા ટાગોર. કંઠ લતાજીનો અને શબ્દો આનંદ બક્ષીના. સંગીત સચિન દેવ બર્મનનું.
૧૯૭૬ની ફિલ્મ ‘મેહબુબા’નું અત્યંત સુંદર ગીત છે
मेरे नैना सावन भादों
फिर भी मेरा मन प्यासा
આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે. પ્રથમ વાર રાજેશ ખન્ના પર રચાયું છે જેને સ્વર મળ્યો છે કિશોરકુમારનો. ગીતની રચના આનંદ બક્ષીની અને સંગીત આર.ડી.બર્મનનું.
બીજીવાર આ ગીત હેમા માલિની પર રચાયું છે જેના શબ્દો એ જ છે. સ્વર છે લતાજીનો. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ
૧૯૭૯મા આવેલી ફિલ્મનું શીર્ષક ‘સાવન કો આને દો’ જ સાવનને યાદ કરે છે.
પોતાના ભાવોને વ્યક્ત કરતા અરુણ ગોવિલ મુખડા અને અંતરા પછી આ શબ્દોનું પુનરાવર્તન કરે છે. સહકલાકાર છે ઝરીના વહાબ.
सावन को आने दो
ગીતના શબ્દો છે ગોહર કાનપુરીના અને સંગીત રાજકમલનું. ગાનાર કલાકારો જસપાલ સિંહ અને કલ્યાણી મિત્રા
૧૯૭૯ની અન્ય ફિલ્મ ‘મંઝીલ’નું સાવનને લાગતું ગીત ફિલ્મમાં બે વાર આવે છે
रिमझिम गिरे सावन
सुलग सुलग जाए मन
પોતાના મિત્રની પાર્ટીમાં અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે કિશોરકુમારનો. ગીતના શબ્દો યોગેશના અને સંગીત આર.ડી.બર્મનનું.
બીજીવાર આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજી વરસાદની મજા લેતા હોય છે. પણ મુખડા પછી શબ્દો જુદા છે. ગીતને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતના શબ્દો યોગેશના અને સંગીત આર.ડી.બર્મનનું.
૧૯૭૯ની એક વધુ ફિલ્મ ‘જુર્માંના’નું ગીત જોઈએ
सावन के झूले पड़े
तुम चले आओ
ગીતના કલાકાર છે રાખી જેને સ્વર સાંપડ્યો છે લતાજીનો. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન
૧૯૮૦ની ફિલ્મ ‘આશા’નું ગીત છે
आशाओं के सावन में
उमंगो की बहार में
तुम मुझको ढूंढो मै खो जाऊं प्यार में
જીતેન્દ્ર અને રીના રોય પર રચાયેલ આ ગીતના કવિ છે આનંદ બક્ષી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબ અને લતાજીના.
૧૯૮૧ની ફિલ્મ ‘યે રિશ્તા ના તૂટે’નું ગીત છે
रिमझिम सावन बरसे
बादर बिजुरी चमके
આ પાર્શ્વગીત છે જેના શબ્દો છે માયા ગોવિંદ અને અનજાનના. સ્વર છે અનુરાધા પૌડવાલ અને સુરેશ વાડકરના. સંગીત કલ્યાણજી આણંદજીનું.
૧૯૮૭મા આવેલી ફિલ્મ ‘સિંદુર’માં सावनનો ઉલ્લેખ એક ઋતુ તરીકે થયો છે આ ગીત ફિલ્મમાં ત્રણ વાર અપાયું છે. ત્રણેય ગીતોમાં શબ્દો સમાન છે જેના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.
पतझड, सावन, बसंत, बहार
एक बरस के मौसम चार
पांचवा मौसम प्यार का इन्तेजार का
પહેલું ગીત નીલમ પર રચાયું છે જેને સ્વર મળ્યો છે લતાજીનો.
બીજા ગીતના કલાકાર છે જયા પ્રદા અને તેને પણ લતાજીનો સ્વર મળ્યો છે.
ત્રીજા ગીતમાં શશીકપૂર કલાકાર છે જેને સ્વર આપ્યો છે મહંમદ અઝીઝે.
૧૯૯૧ની ફિલ્મ ‘હક’ના ગીતના શબ્દો છે
कभी पतझड़ है कभी सावन है
सब कहते है यही जीवन है
ગીત આસિફ શેખ પર રચાયું છે જેને ગાયું છે મહંમદ અઝીઝે. શબ્દો છે સમીરના અને સંગીત આનંદ મિલિંદનું. .
https://youtu.be/C0CR21lUKZc
૧૯૯૧ની અન્ય ફિલ્મ ‘ડાન્સર’માં ગીત છે
रिमजिम रिमजिम सावन बरसे
बरसे सावन प्यासा प्यासा मन तरसे
કલાકારો છે અક્ષયકુમાર અને મોહિની. શબ્દો સમીરના અને સંગીત આનંદ મિલિંદનું. સ્વર છે એસ. પી. બાલા સુબ્રમન્યમ અને લતાજીના.
૧૯૯૨ની ફિલ્મ ‘જૂઠી શાન’માં ગીત છે
रिम जिम रिम जिम बरसे सावन
झूम उठे मेरा तन मन
મિથુન ચક્રવર્તી અને પૂનમ ધિલ્લો આ ગીતના કલાકાર છે જેને સ્વર મળ્યા છે અમિતકુમાર અને આશા ભોસલેના. શબ્દો છે યોગેશ ગૌડના અને સંગીત આર,ડી,બર્મનનું.
કદાચ હજી પણ કોઈક ગીતો સાવનને લગતા હોય અને ઉલ્લેખ ન થયો હોય. તેમ હોય તો ધ્યાન દોરવા વિનંતી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com