કાલ હવે …

Facebooktwitterredditpinterestlinkedinmail

અમદાવાદના યુવાન કવિ તેજસ દવે વે.ગુ. પર અગાઉ પગરણ માંડી ચૂક્યા છે.

તેમની એક કવિતાઃ

‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.

                                                             કાલ હવે …

કંકુના થાપાની છેલ્લી નિશાની એ દઈ જાશે કાલ હવે આંગણે ,
અજવાળું ઉગે નૈં આંખોની ખૂંટે મેં અંધારું બાંધ્યું એ કારણે ….
                                                                                      કાલ હવે …

આંસુઓ લૂછવાને આવ્યાં છે જાણે કે સ્મરણોના જૂના રૂમાલથી,
દીકરીના કુંવારા દિવસો તો પાંપણ પર બેસી ગયાં છે ગઈકાલથી

હાથ સ્હેજ લંબાવી સ્પર્શું એ પહેલાં તો ઝળઝળીયાં પહોંચી ગ્યાં પાંપણે,
                                                                                                કાલ હવે …..

ઉંબરને ઓળંગી જાશે ને ત્યારે એ નિર્જીવ ભીંતોને રડાવશે,
સાથીયાઓ કોણ પછી કરશે ને કોણ પછી તુલસીને પાણી ચડાવશે?

કોણ હવે આવશે ને મારશે ટકોરા આ મારી ઉદાસી ના બારણે ?
                                                                                            કાલ હવે …

                                                                                                                                        તેજસ દવે


ખૂંટે=પાલતુ પ્રાણીઓને બાંધી શકાય એવો ખીલ્લો અથવા જમીનમાં ખોડેલો લાકડાનો મજબૂત ટુકડો


સંપર્ક સૂત્રો: મોબાઈલ- +91 99043 84769 | ઈ મેઈલ – tejasdave40@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *