सावनને લગતાં ફિલ્મીગીતો (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઈ છે. શ્રાવણનો મહિનો એટલે તહેવારોનો મહિનો. આ તહેવારનો લગતાં ફિલ્મીગીતોની નોંધ ગયા વર્ષે ૨૫.૦૮.૨૦૧૮ના લેખમાં લેવાઈ ગઈ છે એટલે આ લેખમાં ફક્ત सावनને લગતાં ગીતોને સમાવાયા છે.

૧૯૪૯ની ફિલ્મ ‘લેખ’ના ગીતથી શરૂઆત કરીએ. પોતાનો સંદેશ વાદળો મારફત પહોંચાડવાનું આ ગીતમાં વર્ણન છે.

सावन की घटाओ
मेरे साजन को बुलाओ

ગીતકાર કમર જલાલાબાદીના શબ્દોને સંગીત આપ્યું છે કૃષ્ણ દયાલે. કલાકાર અને ગાનાર સુરૈયા

૧૯૫૩ની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં વરસાદને આવકારતા ગીત ગવાય છે જેના મુખડા પછીના શબ્દો છે

हरियाला सावन ढोल बजाता आया
धिन तक तक मन के मोर नचाता आया

વીડિઓમાં કલાકારો નથી દર્શાવાયા પણ આ ફિલ્મનાં મુખ્ય કલાકાર છે બલરાજ સહાની અને નિરુપા રોય એટલે તેમના ઉપર જ આ ગીત રચાયું હશે એમ માનવું રહ્યું. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત સલીલ ચૌધરીનું. સ્વર છે મન્નાડે અને લતાજીનાં.

૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’નું ગીત તેના શીર્ષકને કારણે સાવન અને વરસાદને આવરી લે તેમાં નવું નથી.

गरजत बरसत सावन आयो रे
लायो न संग में, हमारे बिछड़े बलमवा

આ ગીત ફિલ્મના ટાઈટલ વખતે પાર્શ્વભૂમિમાં છે પણ વચ્ચે જે કલાકારો દેખાય છે તે છે નિમ્મી અને મધુબાળા જેમને કંઠ મળ્યો છે કમલ બારોટ અને સુમન કલ્યાણપુરના. ગીતના શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત રોશનનું.

૧૯૬૪ની ફિલ્મ ‘સાંજ ઔર સવેરા’નું એક જુદા પ્રકારનું ગીત છે જેમાં સાવનનો ઉલ્લેખ છે. શોભા ખોટેને પ્રેમ કરનાર મહેમુદ સંગીત શીખવવાને બહાને વેશ બદલી તેને મળવા આવે છે અને ગાય છે

अजहुं न आये बालमा, सावन बिता जाय
हाय रे सावन बिता जाय

ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસંનનું. સ્વર છે સુમન કલ્યાણપુર અને રફીસાહેબ્ના.

૧૯૬૪ની ફિલ્મ ‘શરાબી’નું ગીતમાં મુખડા પછીના શબ્દો છે જેનાં એક વર્ઝનમાં સાવન અને શરાબની મસ્તી દેવઆનંદ પોતાની વ્યક્ત કરે છે તો બીજાં વર્ઝનમાં ગ઼મ વ્યક્ત કરે છે

सावन के महीने में, एक आग सी सीने में
लगाती है तो पी लेता हूँ, दो चार घड़ी जी लेता हु

દેવઆનંદને સ્વર મળ્યો છે રફીસાહેબનો. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત મદન મોહનનું.

૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નું ગીત છે

सावन आये ना आये
जिया जब झूमे सावन है

શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદનું સંગીત. કલાકારો દિલીપકુમાર અને વહીદા રહેમાન જેમને કંઠ મળ્યો છે રફીસાહેબ અને આશા ભોસલેના.

સાવનનું બહુ ચર્ચિત ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’નું જેમાં શરૂઆતમાં સોર અને શોર વચ્ચે થોડી રકઝક બાદનાં શબ્દો છે

सावन का महीना पवन करे सोर
हां, जियारा रे झूमे जैसे बनमा नाचे मोर

નૂતન અને સુનીલ દત્ત પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર આપ્યો છે લતાજી અને મુકેશે.

૧૯૬૭ની ફિલ્મ ‘બહુ બેગમ’નું ગીત છે

पड़ गए झूले सावन रुत आयी रे, पड़ गए झूले
सीने में हुक उठे अल्लाह दुहाई रे

હિંચકે ઝૂલતી મીનાકુમારીને સાથ આપે છે નાઝ. ગીતના શબ્દો ્સાહિર લુધ્યાનવીના અને સંગીત છે રોશનનું. સ્વર છે આશા ભોસલે અને લતાજીના


૧૯૬૯ની ફિલ્મનું શિર્ષક જ સૂચવે છે કે તેમાં એક ગીત તો સાવન પર હશે જ. ફિલ્મ છે ‘આયા સાવન ઝૂમકે’

बदरा हो बदरा छाए की झूले पड़ गए हाये
की आया सावन झूम के, आया सावन झूम के,

ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. આશા પારેખ અને ધર્મેન્દ્ર પર રચાયેલ ગીતના ગાનાર કલાકારો છે રફીસાહેબ અને લતાજી.

सावन પરના ગીતો અનેક છે અને તે બધા એક લેખમાં સમાવી શકાય તેમ નથી તેથી થોડા જ આ લેખમાં સમાવાયા છે અને બાકીના ગીતો હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

1 comment for “सावनને લગતાં ફિલ્મીગીતો (૧)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *