૧૦૦ શબ્દોની વાત : સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ (!)

Facebooktwitterredditpinterestlinkedinmail

ઉત્પલ વૈશ્નવ

અરીસામાં આપણને શું દેખાય છે?

ઘણાં લોકોને પોતાની અધુરાશો તેમાં દેખાય છે, પરિણામે, એ લોકો ઉદાસ બનીને પોતાનાં જીવનમાં વધારે ને વધારે ઉદાસીને આકર્ષે છે.

બહુ થોડાં લોકોને તેમાં જગત તરફ પરાવર્તિત થતાં પ્રેમ અને અનુકંપા દેખાય છે.

તેઓ જે જોઈ રહ્યાં છે એ વાસ્તવમાં પણ તેમ છે એવું તેઓ માને પણ છે.

એટલે, એ લોકો વિશ્વમાં ફેલાતાં સકારાત્મક વલયોનાં સ્રોત બની રહે છે.

પોતાની સાથેના તેમના સંબંધ સકારાત્મ્ક થવાને કારણે તેમના જીવનમાં પણ સારૂં સારૂ બનવા લાગે છે.

સરખે સરખાં વચ્ચે આકર્ષણ થાય છે. તમને જે જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાં બધાંને દૂર કરી દો.


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

1 comment for “૧૦૦ શબ્દોની વાત : સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ (!)

  1. vimala Gohil
    August 3, 2019 at 12:30 am

    “વિશ્વમાં ફેલાતાં સકારાત્મક વલયોનાં સ્રોત બની રહે છે. ”
    “સરખે સરખાં વચ્ચે આકર્ષણ થાય છે. (માટે) તમને જે જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાં બધાંને દૂર કરી દો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *