






તન્મય વોરા
ઘોડા પર પૂર ઝડપે સવારી કરી જઈ રહેલા માણસની ઝેનની એક બહુ જુની વાર્તાછે. રસ્તાની બાજુએ બેઠેલો તેનો મિત્ર તેને પૂછે છે, “તું ક્યાં જાય છે?” ઘોડેસ્વાર જવાબમાં કહે છે, “મને ખબર નથી; ઘોડાને જ પૂછો.”
આપણે પણ ક્યાં તો સક્રિય રહીને કે પ્રતિકિયાશીલ રહીને; કે પછી સ્વયંપ્રકાશીત જ્યોત બની ને કે પરાવર્તન કરતા અરીસાની જેમ આપણું જીવન આપણાં અસ્તિત્વબે અંતિમો વચ્ચે કે પછી, બહારની અપેક્ષાઓને પૂરૂં કરવામાં ગાળીએ છીએ.
જ્યારે આપણા ઉદેશ્યો માત્ર બાહ્ય અપેક્ષાઓથી દોરવાતાં હોય છે ત્યારે તે આપણા અશ્વ બની રહે છે. બસ, તમારે ક્યાં જવું છે તે, કદાપિ, તે એ અશ્વોને નક્કી ન કરવા દેશો !
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com