





નિરંજન મહેતા
૨૨.૦૬.૨૦૧૯ના લેખમાં અગિયારથી વીસ સુધીની સંખ્યાને લગતા ગીતો આવરી લેવાયા હતાં હવે ત્યાર પછીની સંખ્યાઓની નોંધ આ લેખમાં લેવાઈ છે..
પંચાવન/સાઈઠ
૧૯૭૧ની ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ના ગીતમાં પંચાવન અને સાઈઠ એમ બંનેનો ઉલ્લેખ છે.
हम जब होगे साठ साल के और तुम होगी पचपन की
बोलो प्रीत निभाओगी ना, तभ भी अपने बचपन की\
રણધીર કપૂર અને બબીતા પર રચાયેલ ગીતના ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને આશા ભોસલે. ગીતના શબ્દો છે શૈલી શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૯૨ની ‘ઉમર પચપન કી દિલ બચપન કા’નું એક રમૂજી ગીત છે જે એક વૃંદગીત છે. ગીતના મુખડામાં જુદી જુદી સંખ્યાઓ કહેવાય છે અને અંતના શબ્દો છે
ये बुद्धू भोला भला यार मेरा
उम्र है पचपन की दिल है बचपन का
આ ગીતના કલાકારો તો છે કાદરખાન અને અનુપમ ખેર પણ ગાયું છે સ્ત્રી વૃંદે જે એક છેડછાડવાળું ગીત છે. ગીતના શબ્દો છે યોગેશ ગૌડના અને સંગીત છે દિલીપ સેન અને સમીર સેનનું. ગીતના ગાયકો છે સારિકા કપૂર અને સુદેશ ભોસલે.
પંચાવન ઉપરનું એક વધુ ગીત છે ફિલ્મ ‘ખરા ખોટા’નું. પણ તેમાં પંદરની સંખ્યાનો ઉલ્લેખ પણ હતો એટલે આગલા લેખમાં તેની નોંધ લેવાઈ હોય ફરી તેની નોંધ નથી લીધી.
સો
૧૯૫૩ની ફિલ્મ ‘આબશાર’નું ગીત
दिल पर सौ सौ बार चलाये नैनो वाले तीर
इस छोरी की धूम मची है काबुल से कश्मीर हो
ફક્ત ઓડીઓ છે એટલે કલાકાર કોણ છે તેની જાણ નથી થતી પણ ગીત લખ્યું છે કાતિલ સિફાઇએ અને સંગીત છે ગુલામ હૈદરનું. ગાનાર કલાકાર મુકેશ.
૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’નું રોમાંચક ગીત દેવ આનંદ અને આશા પારેખ પર રચાયું છે,
सौ साल पेहले मुझे तुमसे प्यार था
आज भी है और कल भी रहेगा
હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે રફીસાહેબ અને લતાજીનો.
૧૯૬૮ની ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું શીર્ષક ગીત છે
सौ साल पेहले की बात है बहार के एक परिवार में
एक त्याग मूर्ति बालक का अवतार हुआ संसार में
ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.
૧૯૭૯ની ફિલ્મ ‘હીરામોતી’માં ગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે
सौ साल जियो तुम जान मेरी मेरी उमरिया लग जाए.
શત્રુઘ્ન સિન્હા માટે ગવાતા આ ગીતના કલાકાર છે રીના રોય જેને સ્વર મળ્યો છે દિલરાજ કૌરનો. શબ્દો છે અહમદ વાસીના અને સંગીત ઓ.પી. નય્યરનું.
૧૯૮૦ની ફિલ્મ ‘સૌ દિન સાસ કે’ નામ પરથી જ સમજાશે કે સોનિ સંખ્યાને લગતું ગીત હોવાનું.
सौ सौ साल जियो हमारी सासूजी
ગીતના કલાકારો છે આશા પારેખ અને રીના રોય. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર કલ્યાણજી આણંદજી, સ્વર છે કાંચન અને આશા ભોસલેના.
૧૯૮૬ની ફિલ્મ ‘પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે’નું ગીત છે જેના મુખડાના મધ્યમાં શબ્દો છે
सौ साल तक रहे ये ज़माना बहार का
ગીતના કલાકાર છે અનીલ કપૂર. ગીતના શબ્દો એસ.એચ. બિહારીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે શબ્બીરકુમારનો.
૧૯૮८ની જ ફિલ્મ ‘મુલઝિમ’માં પણ સોની સંખ્યાને લગતું ગીત છે.
सौ साल तू जीती रहे
कोई भी गम छू ना सके
પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીમાં જીતેન્દ્ર આ ગીત ગાય છે જેને સાથ મળ્યો છે અમૃતા સિંહ અને હેમા માલિનીનો. ગીતના શબ્દો ઇન્દીવરના અને સંગીત બપ્પી લાહિરીનું. ગાનાર કલાકારો મોહમ્મદ અઝીઝ, આશા ભોસલે અને રીમા લાહિરી.
૨૦૦૫મા આવેલી ફિલ્મ ‘ક્યોંકિ’નું ગીત છે જેમાં મુખડાના અંતમાં શબ્દો છે
आज जि ले एक पल में सौ जनम
સંજય છેલના શબ્દો અને હિમેશ રેશમિયાનું સંગીત જે સલમાન ખાન અને કરીના કપૂર પર રચાયું છે. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.
સો પછીની સંખ્યાના ગીતો હવે પછીના લેખમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com