ગઝલાવલોકન – ૧૧ – ગઝલમાં ગઝલ

સુરેશ જાની

ગઝલમાં ગઝલ !

અહીં કોઈ વિશિષ્ઠ અર્થ અભિપ્રેત નથી, માત્ર ગઝલોના એવા શેર ગોતવા પ્રયાસ છે , જેમાં શેરનો એક શબ્દ ‘ગઝલ’ હોય.

૧) ગઝલની ગૂંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ.
મુલાયમ મૌનનું રેશમ, સરળ ભાષામાં કહી દઈએ.

                                                                             – શોભિત દેસાઈ

૨) એક પ્રણાલિકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે ?
                                                                           – સૈફ પાલનપુરી

૩) અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

                                                                           – મકરંદ દવે

૪)ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

                                                                               – મરીઝ

૫) ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું.
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું.
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.

                                                                       – અમૃત ‘ઘાયલ’

૬) જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા
.

                                                                         – મરીઝ

૭) દીવો થઈને ઝળહળ્યા તારી ગઝલના શેર
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની

                                                                      – તુષાર શુકલ

૮) જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે,

તે ખાનગીમાં મારી ગઝલ દિલથી ગાય છે.
                                                                      – અમૃત ‘ઘાયલ ‘

૯) દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ
.
                                                                    -“શૂન્ય” પાલનપુરી

૧૦) ગામ શહેર સુતાં છે રેશમી રજાઈમાં
કોક બેઠા જાગે છે, લો ગઝલ સરાઈમાં.

                                                                     –રાજેન્દ્ર શુકલ


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.