ફિલ્મીગીતો અને આભૂષણો (૨)

નિરંજન મહેતા

પાયલ ઉપરના ગીતો તા. ૭ જુનના લેખમાં અપાયા બાદ આ લેખમાં અન્ય આભૂષણો પર રચાયેલ ગીતોની નોંધ લીધી છે.

૧૯૫૦ની ફિલ્મ ‘મીનાબજાર’માં ચૂડીઓ પર ગીત છે.

गोरी बाहों में चूड़िया काली
सजालो रानी को, हो सजालो रानी को
हाय सजालो रानी को

ગીતકાર કમર જલાલાબાદી અને સંગીતકાર હુસ્નલાલ ભગતરામ. ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે એટલે કલાકારની જાણ નથી પણ મુખ્ય કલાકાર નરગીસ છે. ગીતના ગાયકો છે શમશાદ બેગમ અને રફીસાહેબ.

૧૯૫૪ની ફિલ્મ ‘નાગીન’નું ચૂડીઓ પર ગીત છે

हसीनो मुझ से मत पूछो
के क्या क्या बेचता हूँ मै
छुपाकर चूडियो में
दिल की दुनिया बेचता हूँ मै

ચુડીવાલા તરીકે પ્રદીપકુમાર વૈજયંતિમાલાને સંબોધીને આ ગીત ગાય છે. ગીત રચ્યું છે રાજીન્દર ક્રિશ્નએ અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે હેમંતકુમાર અને આશા ભોસલેના

૧૯૬૦ની ફિલ્મ ‘પરખ’નું ગીત ઝુમખા પર છે.

मिला है किसी का झुमका, ठंडे ठंडे हरे हरे नीम तले
ओ सच्चे मोती वाला झुमका, ठंडे ठंडे हरे हरे नीम तले

આ ગીતના કલાકાર છે સાધના જેના શબ્દોના રચયિતા છે શૈલેન્દ્ર. સંગીત સલીલ ચોધરીનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૦ની અન્ય એક ફિલ્મ ‘ઘર કી લાજ’માં ચૂડીઓ પર ગીત છે જે જોની વોકર સ્ત્રીઓને બંગડી પહેરાવતાં પહેરાવતાં ગાય છે

ले लो चूड़ियाँ ले लो चूड़ियाँ
मै लाया निराली रंगदार

રાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ અને સ્વર છે રફીસાહેબનો.

કાનના ઘરેણા ઝૂમખા પર અન્ય ગીત છે ૧૯૬૧ની ફિલ ‘ગંગા જમાના’નું.

ढूंढो ढूंढो रे साजना ढूंढो रे साजना मोरे कान का बाला
मोरा बाला चन्दा का जैसे हाला रे
जामे लाले लाले हां
जामे लाले लाले मोतियन की लटके माला

દિલીપકુમાર અને વૈજયંતિમાલા પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકારો છે રફીસાહેબ અને લતાજી. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘મેરા સાયા’નું આ પ્રખ્યાત ગીત ઝુમખા પર રચાયું છે

झुमका गिरा रे हाय
झुमका गिरा रे बरेली के बाजार में

આ નૃત્યગીત સાધના પર રચાયું છે જેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદન મોહનનું. સ્વર આશા ભોસલેનો.

૧૯૭૦ની ફિલ્મ ‘દો રાસ્તે’ના આ ગીતમાં બે આભૂષણો છે.

बिंदिया चमकेगी, चूड़ी खनकेगी
तेरी नींद उड़े तो उड़ जाए

રાજેશ ખન્નાનું ધ્યાન આકર્ષવા મુમતાઝ આ ગીત ગાય છે જેને સ્વર સાંપડ્યો છે લતાજીનો. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૭૧ની ફિલ્મ ‘ગેમ્બલર’માં ચૂડીઓને લઈને દેવઆનંદ ઝાહીદાને કહે છે

चूड़ी नहीँ ये मेरा दिल है
देखो देखो टूटे ना

આ યુગલગીતના ગાનાર કલાકાર છે કિશોરકુમાર અને લતાજી. નીરજના શબ્દોને સજાવ્યા છે સચિન દેવ બર્મને.

૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘સાસ ભી કભી બહુ થી’માં પણ ચૂડીઓને લગતું ગીત છે.

ले लो चूड़ियाँ जी ले लो चूड़ियाँ
नीली पीली लाल हरी आसमानी

સંજયખાન અને લીના ચંદાવરકર પર આ ગીત રચાયું છે જેના રચયિતા છે રાજીન્દર ક્રિશ્ન અને સંગીત આર.ડી.બર્મનનું. ગાનાર કલાકારો કિશોરકુમાર અને લતાજી.

૧૯૭૩ની ફિલ્મ ‘જુગનુ’માં છેડછાડનું ગીત છે ઝુમખા પર.
गिर गया झुमका, गीरने दो, खो गयी मुंदरी खोने दो,
उड़ गयी चुनरी, उड़ने दो कहे का डर है बाली उम्रर है

ધર્મેન્દ્ર અને હેમા માલિનીના આ છેડછાડનાં ગીતના રચયિતા છે આનદ બક્ષી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.


૧૯૭૩ની ફિલ્મ ‘અભિમાન’ના આ ગીતમાં એક કરતાં વધુ આભૂષણોનો ઉલ્લેખ છે – બિંદીયા, ઝૂમખા, કંગન

ફિલ્મમાં લગ્ન પછી પ્રથમ વાર ગીતના કાર્યક્રમ આપતા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે

तेरी बिंदिया रे आय हाय तेरी बिंदिया रे
सजन बिंदिया ले गई तेरी निंदिया रे

મજરૂહ સુલતાનપુરીનાં શબ્દો સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાનાર કલાકાર લતાજી અને રફીસાહેબ.

૧૯૭૪ની અન્ય ફિલ્મ ‘સગીના’નું ગીતગીત જોઈએ.

गजब चमके बिंदिया तोरी आधी रात
करेजा छूए रसिया तोरी यही बात

દિલીપકુમાર અને સાયરા બાનો પર રચાયેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકારો કિશોરકુમાર અને આશા ભોસલે.

૧૯૭૬મા આવેલી ફિલ્મ ‘બાલિકા બધું’ના ગીતમાં ચૂડીઓનો ઉલ્લેખ છે.

अपनी अपनी माओ बहेनो की रहने दे कलाई नंगी
तोड़ दे चूडी वाले रहने दे कलाई नंगी

દેશપ્રેમના રંગે રંગાયેલ આ ગીત માનિક દત્ત પર છે જેના રચયિતા છે આનદ બક્ષી અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર રફીસાહેબનો.

આ જ ફિલ્મમા એક અન્ય ગીત છે જેમાં ઝુમખાનો ઉલ્લેખ છે

ओ झुमके वाली ओ ठुमके वाली
ज़रा चल के बता कैसी तेरी चाल

આ નૃત્યગીતના કલાકારો છે પૈંટલ અને પ્રેમા નારાયણ. રચયિતા છે આનદ બક્ષી અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાનાર કલાકાર આશા ભોસલે અને કિશોરકુમાર.

૧૯૮૮ની ફિલ્મ ‘રામ અવતાર’ના ગીતમાં અંગૂઠીનો ઉલ્લેખ છે.

उंगली में अंगूठी, अंगूठी में नगीना
तेरे बिना एक भी दिन
मुश्किल हो गया जीना जीना जीना

આ ગીત એકવાર પિયાનો આગળ બેસી શ્રીદેવી ગાય છે જેને સ્વર આપ્યો છે લતાજીએ.

બીજી વાર આ ગીત યુગલ ગીત છે જે સની દેઓલ અને શ્રીદેવી પર રચાયેલ છે. સ્વર છે લતાજી અને રફીસાહેબનો.

બંને ગીતના રચયિતા આનંદ બક્ષી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૯૦ની ફિલ્મ ‘આજ કા અર્જુન’માં ચુડીઓ પર છે.

गोरी है कलाईया तु ला दे मुझे हरी हरी चूड़िया

જયા પ્રદા અને અમિતાભ બચ્ચન આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે અન્જાનના અને સંગીત બપ્પી લાહિરીનું. સ્વર છે લતાજી અને શબ્બીરકુમારના.

૨૦૦૧ની ફિલ્મ ‘જોડી નં. ૧’નું ગીત છે

तेरी बिंदिया उड़ा के ले गई मोरी निंदिया
मै जाग रहा हूँ सो रहा है सारा इंडिया

સંજય દત્ત અને ટ્વિંકલ ખન્ના પર આ ગીત રચાયું છે જેના રચયિતા છે દેવ કોહલી અને સંગીત આનંદ રાજ આનંદનું. સ્વર છે અભિજિત અને સુનિધિ ચૌહાણના.

૨૦૦૨ની ફિલ્મ ‘તુમ ન ભૂલ પાયેંગે’માં જે ગીત છે તેમાં બિંદીયા અને ચૂડી બંનેનો ઉલ્લેખ છે.

बिंदिया चमके चूड़ी खनके
लोग मारे तश्कारे हम हो गए तुम्हारे

સલમાન ખાન અને દિયા મિર્ઝા આ ગીતના કલાકારો છે જેમને સ્વર આપ્યો છે સોનું નિગમ અને અલકા યાજ્ઞિકે. ગીતના શબ્દો છે સલીમ બીજનૌરીના અને સંગીત ડબુ મલિકનું.

આ જ ફિલ્મમાં એક અન્ય નૃત્યગીત છે જેમાં એક કરતાં વધુ આભૂષણોનો ઉલ્લેખ છે

क्यूं खनके तेरी चूड़ी, क्यूं चमके तेरी बिंदिया
क्यूं छनके तेरी पायल, क्यूं खनके तेरा कंगना

કલાકારો સલમાન ખાન અને સુસ્મિતા સેન. ગીતકાર જલીસ શેરવાની અને સંગીત આપ્યું છે સાજીદ વાજીદે. સ્વર છે કમાલખાન અને અલકા યાજ્ઞિકનાં.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “ફિલ્મીગીતો અને આભૂષણો (૨)

 1. July 15, 2019 at 7:51 pm

  આભૂષણો પરનાં ગીતોની વાત શરૂ કરીને આપે મઝાનો ટૉપિક છેડ્યો છે, નિરંજનભાઈ!
  આભૂષણની વાત કરતી વેળા મને ફિલ્મી ગીતોમાં જવલ્લે જ દેખાતો શબ્દ ચંદ્રહાર યાદ આવે છે. ફિલ્મ ‘ગબન’માં લતાજીનું ગીત આપને યાદ હશે:
  મૈંને દેખા થા સપને મેં એક ચંદ્રહાર , મુઝે બાલમને પેહના દિયા ,,, ‘ગબન’ ફિલ્મનું ગીત. મ્યુઝિક શંકર જયકિશનનુ? યાદ નથી.

  ક્યારેક આભૂષણ સૂચિત શબ્દ ગીતમાં આવે તો તે ગીત પણ આ યાદીમાં આવી શકે?
  ‘રાત કલી એક ખ્વાબમેં આઈ …..ઔર ગલેકા હાર હુઈ’ … ફિલ્મ ? યાદ નથી.

  અને મુખડામાં નહીં, પરંતુ આવો શબ્દ અંતરામાં આવ્યો હોય તેવું ફિલ્મ “ઉપાસના” નું મુકેશનું ગીત અત્યારે હમણાં જ યાદ આવે છે:
  દર્પન કો દેખા તૂને જબ જબ કિયા સિંગાર … ‘
  તે ગીતમાં ‘ હસરત હી રહી મેરે દિલ મેં … બનૂં તેરે ગલે કા હાર …’

  અન્ય મિત્રો આ યાદીને લંબાવી શકે!

  • Niranjan Mehta
   July 19, 2019 at 1:20 pm

   આભાર વિસ્તૃત માહિતી બદલ. ચંદ્ર્હાર મારા ખ્યાલમાં ન હતું. રાતકલી એ આભુષણ નથી પણ તેનો ઉપયોગ ઉપમા માટે કર્યો છે જ્યારે મુકેશના ગીતમાં પણ તેમ ગણી શકાય.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.