ઉદ્યોગસાહસિકતા : “વી.યુ.સી.એ. – VUCA. સિધ્ધાંત”

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

પ્રવર્તમાન ઉદ્યોગજગત એટલે જાણે કે યુધ્ધભુમિ. બદલાતી જતી નવીન તકનીક સાથે સ્પર્ધકો જાત જાતની વ્યૂહરચનાઓ કરી તરેહ તરેહની અદ્યતન ચીજવસ્તુઓ અને સેવાઓથી બજારોને ઊભરાવી રહ્યાં છે. ગ્રાહકોને આકર્ષવા વિવિધ વિજ્ઞાપનોની ઝુંબેશો ચલાવી ગળાકાપ સ્પર્ધામાં સપડાયેલું જગત. નવી નવી તકનીકી પધ્ધતિઓ અખત્યાર કરી રહ્યું છે. ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી જવાની રમતમાં રમખાણ જગત; અનિશ્ચિતાઓ અને વળી પૂર્વાનુમાનોની અશક્યતાઓથી ઊભરાઈ રહ્યું છે. નવી વસ્તુ કેટલા સમય સુધી નવી રહી શકે છે ! પ્રોડક્ટ પરિવર્તનનો દર ઝડપથી બદલાતો રહે છે. આવી વિષમ પરિસ્થિતિઓમાં ધંધા-ઉદ્યોગનું અસ્તિત્વ બનાવી રાખવા સાથે તેના વિકાસ અને વૃધ્ધિ કરવાં એ સંચાલકો, પ્રાધિકારીઓ અને ઉધોગસાહસિકો માટે એક સૌથી મોટો પડકાર છે.

ઉદ્યોગજગતની આ અતિ વિષમ પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન આ ચાર શબ્દો દ્વારા કરવામાં આવે છે. Volatility (ચંચળતા-ક્ષણિકતા), Uncertainty (અનિશ્વિતના), Complexity (જટિલતા) અને Ambiguity (સંદિગ્ધતા)- જેને આજે VUCAના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે.

વર્ષો અગાઉ શીતયુધ્ધના અંતે ફૌજીવિજ્ઞાનમાંથી ઉદ્ભવેલી આ વિભાવના છે. વિશ્વસ્તરે અને ભારતનાં ઉદ્યોગજગતમાં પણ VUCA સિધ્ધાંતને સમજનારી અને પોતાના વ્યવસાયોમાં વીયુસીએનો અમલ અને સફળતાપૂર્વક સંચાલન કરનારી વોડાફોન ઈન્ડિયા લિ., ટાટા મોટર્સ લિ. કે કેડબરી ઈન્ડિયા લિ. જેવી કંપનીઓ વિદ્યમાન છે. યુ.એસ. આર્મીએ 1990ના દાયકાના અંતમાં વ્યુસીએ (VUCA) ના સંક્ષિપ્ત શબ્દની રચના કરી, જ્યારે સ્થિતિ ‘અસ્થિર, અનિશ્ચિત, જટીલ અને અસ્પષ્ટ’ હોય ત્યારે ઉદ્ભવતા સંજોગો ધરમૂળથી અલગ લશ્કરી ધમકીઓ રજૂ કરે છે. વૈશ્વિક બજારોમાં રોજ બરોજ હજારો નવી ચીજવસ્તુઓ અને બ્રાન્ડો પ્રવેશે જ જાય છે, ગ્રાહક વર્ગના રસ-રુચિ, સવલતો-પસંદગીઓ, વલણ અને ખરીદી વર્તણુંક સતત, તીવ્ર અને તેજ ગતિ બદલાતાં રહે છે અને ક્ષણિકતા સર્જે છે. તીવ્ર ગતિએ થઈ રહેલો આ પરિવર્તનનો દર ચંચળતા, ક્ષણિકતા અને અસ્થિરતા ઉભી કરે છે. આ પરિવર્તનનું રોજે-રોજ નિરીક્ષણ અને અભ્યાસ જો ન કરતા રહો તો બજારમાંથી માઈલો દૂર ફેંકાઈ જવાય; જે આ ચંચળતાને યથાર્થ સમજે તે સફળ થાય. મોબાઈલ ક્ષેત્રે બજારમાં આગવું સ્થાન ધરાવનાર નોકિઆની સામે ચપળ અને દક્ષ એવી સેમસંગ અને એપલ જેવી કંપનીઓએ ઝડપથી બદલાતા પ્રવાહોની યથાર્થતા પારખી, સ્માર્ટ મોબાઈલ ફોન બજારમાં મૂકી પોતપોતાની કંપનીઓને ટોચ પર લાવી દીધી.

અગાઉના દાયકાઓની સરખામણીમાં હવે તો પૂર્વાનુમાનો કરવાનું પણ અઘરું બન્યું છે. ઝડપથી વિકસતા યુવા ગ્રાહક વર્ગના માનસને તેના રસ-રુચિને સમજવાં અઘરું બન્યું છે; વળી ગ્રાહક જાગૃતિ પણ વધતી જાય છે. કોઈપણ ચીજવસ્તુ કે સેવાઓની માંગ એ તો અત્યંત અનિશ્ચિત માંગ છે. માંગનું ટુકાંગાળાનું પૂર્વાનુમાન પણ ખામીયુક્ત હોય છે. વળી વધતી જતી સ્પર્ધાના વ્યાપને પણ પૂર્વનિશ્ચિત કરવો કપરું કામ છે. આ સઘળી બાબતો ઉદ્યોગ જગતને uncertainty (અનિશ્ચિતતા)થી ભરી દે છે. અનિશ્ચિતતાથી અંધકારમાં તમે એક-બે કદમ પણ આગળ વધી શકો તો એ પણ સફળતા ગણાશે.

વળી વિવિધ ભૂભાગોમાં પ્રવર્તમાન સભ્યતાઓ, ખાસિયતો, તેમના કાયદા-કાનૂન તેમની વિશિષ્ટ પધ્ધતિઓ વર્તમાન ઉદ્યોગ જગતની જટિલતામાં વધારો કરે છે. આ પ્રાદેશિક, સાંસ્કૃતિક અને કાનૂની તફાવતોને ધ્યાન લઇ ચીજવસ્તુઓ કે સેવાનું સર્જન કરવું એ અતિ વિકટ છે. આવી વિવિધતાઓમાં ઉદ્યોગ-ધંધા કરવા જતાં થતાં સામાજિક અને પર્યાવરણીય ખર્ચાઓને પણ ધ્યાનમાં લેવા પડે છે.

વર્તમાન ઉદ્યોગવિશ્વમાં સર્જાતી સમસ્યાઓ અને દ્વિધાઓનો ‘હા’ કે ‘ના’ માં ઉકેલ શક્ય જ નથી. તો તેનું વિશ્લેષણ કરી માત્ર બે જ વર્ગોમાં-વિધેયાત્મક અને વિષેધાત્મક વહેંચી શકો એ પણ શક્ય નથી. સમસ્યાનાં અનેકવિધ આયામો હોય છે. તદઉપરાંત બજારસ્થિતિ પણ બહુ પરિમાણિય અને બહુસ્તરીય હોય છે. આ સઘળું ઉદ્યોગજગતની ambiguity (સંદિગ્ધતા)નો નિર્દેશ કરે છે. આવી સંદિગ્ધતાનો સામનો કરી પોતાના ધંધા-વ્યવસાયોને કપરા સંજોગોમાં ટકાવી રાખવા ઉન્નતિશીલ ચિંતન અને સર્જનાત્મકતાની જરૂર પડે છે. વળી આ ચારેય એકમેક સાથે જોડાયેલાં હોય છે અને એકમેકની તીવ્રતામાં વધારો કરતાં હોવાથી, તેમને નીપટવાં માટે આગવી સૂઝ અને દીર્ધદૃષ્ટિની જરૂર પડે છે.

ક્ષણિકતા – Volatility:

પરિવર્તનની ઝડપ નો -દર

વૈશ્વિક સ્પર્ધા- ગ્લોબલ કોમ્પીટીશન, અસ્પષ્ટ નાણાકીય બજારો, આર્થિક મંદી, ડિજિટલાઇઝેશન અને અધિક કનેક્ટિવિટી સાથે, વેપાર બજારો અસ્તવ્યસ્ત અને વધુ અસ્થિર બની રહ્યા છે.

અચોક્કસતા – Uncertainty:

શું થઇ રહ્યુ છે? શું થશે? બદલાવ ઘણા,

આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ બન્યું છે, કારણ કે ભૂતકાળની વિગતો અને ઘટના ભાવિ પરિણામોની ચોક્કસ આગાહી કરતા નથી.

સંકુલતા – Complexity:

બહુવિધ ઉપચાર, નિર્ણયની અસમંજસતા,

વર્તમાન સંસ્થાઓ પરસ્પરાવલંબિ અસ્થિર-પરિવર્તનશીલ અને સ્થિતી ધટાડે-હળવી કરે શાંત પાડે એવા પરિબળો દ્વારા બહુવિધ વ્યવસાયિક પડકારોનો સામનો કરવાનો રહે છે.

અનિશ્ચીતતા – Ambiguity:

સંદિગ્ધતા, સ્પષ્ટ બાબતોનો અભાવ,

પ્રવૃત્તિઓ અને ઘટનાઓ એક કરતાં અધિક અર્થઘટન સર્જે છે અને આ સ્પષ્ટતાનાં અભાવની ખોટી રીત બજારો તેમજ સંસ્થામાં મિશ્ર અર્થો અને અયોગ્ય અર્થઘટનની સંભાવના અધિક સર્જે છે.

આ ચાર શબ્દો પાછળથી સંચાલન ક્ષેત્રે, કાર્યસ્થળ પર અપનાવવામાં આવ્યા કે જે આજના ધંધા-ઉધોગીય વાતાવરણની અસ્પષ્ટ અને અણધારી પ્રકૃતિને સારી રીતે સમાવી લે છે. જો સંસ્થાએ વીયુસીએ વિશ્વમાં ટકી રહેવું હશે અને વિકાસ પણ કરતા રહેવું હશે તો તેણે સંસ્થામાં અલગ અલગ કક્ષાએ નેતૃત્વની ગુણવત્તાને વિકસાવવાની રીત બાબતે પણ પુન:વિચાર કરવાની જરૂર છે. જ્યારે પરિવર્તનની ઝડપ વધતી રહે છે ત્યારે જુથનીં અગ્રીમ હરોળે આ માટે સજ્જ બનવાનું શીખી લેવું જોઇએ. નવિન પરિસ્થિતિનું સંચાલન તેમના ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરીને અથવા ચોક્કસ નિયમોને અનુસરીને હાથ ધરી શકાય. પરિવર્તનની ગતિમાં વધારો થયો હોવાથી, ઘણા નોકરીદાતાઓએ અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે નવી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ રજૂ વિકસાવી અને નેતૃત્વ પુરુપાડનારને અધિક લચીલાપણુ તથા સહયોગી અભિગમ વિકસાવવો પડ્યો. હવે જોકે પરિવર્તનની પ્રકૃતિ અને ગતિ અતિ ઝડપી તેમજ જબરજસ્ત અને તીવ્ર બની ગઈ છે, પ્રવર્તમાન નેતૃત્વનાં પડકારો વીયુસીએ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.

વીયુસીએ નેતૃત્વ માટે..

વીયુસીએ નેતૃત્વ ત્રણ બાબતો પર કેંદ્રીત થયેલ છે.

1. હિસ્સેદારીપુર્ણ દ્રષ્ટિ:

2. સહકાર્ય:

3. ચપળ-ઝડપી સંસ્કૃતિને ઉત્તેજન:

વીયુસીએ વિકાસની મુખ્ય જરુરિયાત…

ઉપરોક્ત આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અને તેઓ જે પડકારોનો સામનો કરશે તેને અસરકારક રીતે પ્રતિસાદ આપવા વીયુસીએ નેતૃત્વ માટે જરૂર પડશે…

1. તાજગીપુર્ણ-નવિન મન:સ્થિતી

2. નવીન કુશળતા-આવડત

ઉન્નત વિકાસ

બૌદ્ધિકપણે, આપણે જ્ઞાત છીએ કે યોગ્ય નેતૃત્વ વર્તણુક કેવી હોય છે. બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોય ત્યારે તે હાંસલ કરવું પ્રમાણમાં સરળ હોય છે પરંતુ જ્યારે વિશ્વ વીયુસીએ ફેરવે છે, ત્યારે અતિરીક્ત દબાણથી નેતૃત્વ અનિચ્છનીય વર્તન અપનાવી શકે છે. આના ઉકેલવા માટે, નેતૃત્વ વિકાસ પર પુન: ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. નેતૃત્વની મજબૂતાઇને ઉચ્ચાલકીય બળ-લાભ

2. ચેતાતંતુનું વિજ્ઞાન

3. આભાસી પરિસ્થિતિ-પ્રવૃત્તિ

આ નવી રીતમાં નેતૃત્વ વિકાસની નવી તરાહ સંસ્થામાં માત્ર જુથ કાર્ય અને સંબંધ સુધાર જ નહી બલ્કે તે સ્થિતિસ્થાપકતા વિકસાવે છે, નવીનીકરણ લાવે છે અને સ્પર્ધાત્મકતા પણ વિકસાવે છે. આખરે, સંસ્થા વધુ ચપળ, કામ માટે અધિક સારું વાતાવરણ અને અસ્થિરતાને પહોંચી વળવા માટે વધુ સારી રીતે સક્ષમ બનાવે છે અને અનિશ્ચિતતાનું સંચાલન, જટિલતાને સરળ બનાવી અને અસ્પષ્ટતાનાં ઉકેલવાથી લાભ થઇ રહે છે.


શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો +91 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com

Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *