૧૦૦ શબ્દોની વાત : સુધારણા અને બગીચાનું જતન

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

સુધારણા ક્યારે પણ કોઈ એક ગંતવ્ય મુકામ નથી, તે તો એક કુદરતી,સતત, અને અનંત સફર છે. આ વાતને સમજવા સુબ્રોતો બાગચીનાં પુસ્તક “ઉચ્ચ કામગીરી કરતો વ્યાપાર સાહસિક \The High Performance Entrepreneur”માંનું આ દ્રષ્ટાંત જોઇએ.

એક જાપાની સાધુ બગીચાની અંદર વિશુધ્ધ્પણે જળવાયેલી ફૂલોની એક સુવ્યસ્થિત ક્યારીમાંથી, ખૂબજ ચીવટથી, એક એક કરીને સુકાયેલી ડાંખળીઓ કલાકોથી દૂર કરી રહ્યા હતા. સાધુની સંપૂર્ણ એકાગ્રતા અને સંભાળથી અચરજ પામીને, ત્યાંથી પસાર થનાર વટેમાર્ગુથી તે સાધુને એમ પૂછતાં રોકી ન શકાયું કે “હે પવિત્ર સાધુ મહારાજ, તમારૂં કામ ક્યારે પૂરૂં થશે?” ઉંચું જોયા વગર જ સાધુએ જવાબ આપ્યો,” જ્યારે બાગમાંથી છેલ્લું તણખલું દૂર કરી લઇશ ત્યારે.”


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *