पलને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

पल એટલે કે ક્ષણ. અથવા બીજા અર્થમાં पल पल એટલે નિરંતર. આવા અર્થના કેટલાક ફિલ્મીગીતોની આ લેખમાં નોંધ છે.

૧૯૬૫ની ફિલ્મ ‘વક્ત’નું આ ગીત पल માટે સદાબહાર અને ફિલસુફીભર્યું ગણી શકાય.

आगे भी जाने ना तू, पीछे भी जाने ना तू
जो भी है बस यही एक पल है

હલક્ભર્યા સ્વરે ગવાતું આ ગીત કોઈ જાણીતી અદાકારા પર નથી પણ તેના ગાયક છે આશા ભોસલે. સાહિર લુધિયાનવીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ.

તો ૧૯૭૦ની ફિલ્મ ‘જોની મેરા નામ’નું આ ગીત રોમાંટિક છે.

पल भर के लिए कोई हमें प्यार कर ले
जूठा ही सही
दो दिन के लिए कोई इकरार कर ले
जूठा ही सही

હેમા માલિનીને મનાવવા આ ગીત દેવ આનંદ ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું, સ્વર છે કિશોરકુમારનો.

આવું જ રોમાન્ટિક ગીત છે ૧૯૭૩ની ફિલ્મ ‘બ્લેકમેલ’નું.

ધર્મેન્દ્રને યાદ કરતી દિવાસ્વપ્નમાં રત રાખી પર આ ગીત રચાયું છે જે પાર્શ્વભૂમિમાં ધર્મેન્દ્ર પર છે.

पल पल दिल के पास तुम रहेती हो
जीवन मीठी प्यास ये कहती हो

શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.

એક અન્ય ફિલસુફીભર્યું ગીત છે ૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’નું

मै पल दो पल का शायर हूँ पल दो पल मेरी कहानी है
पल दो पल मेरी हस्ती है पल दो पल मेरी जवानी है

કોલેજના ઉત્સવમાં અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે મુકેશનો. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત ખૈયામનું.

૧૯૭૭ની ફિલ્મ ‘સ્વામી’નું આ ગીત એક પ્રેમિકાના ભાવોને વ્યક્ત કરે છે.

पल भर में ये क्या हो गया वो मै गई वो मन गया

પાર્શ્વગીત તરીકે રજુ થયેલા આ ગીતના કલાકાર છે શબાના આઝમી અને સ્વર છે લતાજીનો. શબ્દો અમિત ખન્નાના અને સંગીત રાજેશ રોશનનું.

https://youtu.be/JVgYYgZ51ps

૧૯૭૭ની અન્ય ફિલ્મ ‘કર્મ’માં મુખડા પછીના શબ્દો છે

पल पल हो पल पल
समय तू धीरे धीरे चल

રાજેશ ખન્ના અને વિદ્યા સિંહા આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે ઇન્દ્રજીત તુલસીના અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર છે કિશોરકુમાર અને આશા ભોસલેના

આ જ ગીતનું અન્ય રૂપ છે જેમાં સમયને જલદી જલદી ચાલવાનું કહે છે અને તેમાં પણ પલ પલ શબ્દોનો ઉપયોગ થયો છે. સર્વે વિગતો આગલા ગીત મુજબ

ફિલસુફીભર્યું અન્ય ગીત છે ૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નું છે.

आनेवाला पल जानेवाला पल
हो सके तो इस में ज़िंदगी बिता दे
पल जो ये जानेवाला है

બિંદિયા ગોસ્વામીને સંગીત શીખવવાના બહાને અમોલ પાલેકર આ ગીત ગાય છે જેને સુમધુર સ્વર મળ્યો છે કિશોરકુમારનો. ગુલઝારના સુંદર શબ્દોને સજાવ્યા છે આર.ડી.બર્મને.

ફિલસુફીભર્યું પણ કવ્વાલી પ્રકારનું पल પરનું ગીત છે ૧૯૮૦ની ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’નું. સમુહમાં ગવાયેલ આ ગીતના કલાકારો અનેક છે જેમાં મુખ્ય છે જીતેન્દ્ર, નીતુ સિંગ અને આશા સચદેવ.

पल दो पल का साथ हमारा
पल दो पल का याराना है

સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને અને સ્વર છે રફીસાહેબ અને આશા ભોસલેના

૧૯૮૨ની ફિલ્મ ‘મૈને જીના શીખ લિયા’માં પણ જીવનની ફિલસુફી દર્શાવાઈ છે.

पल दो पल की ज़िन्दगी में
दुनिया के हर रंग में
मैंने जीना सिख लिया है

આ ગીત પણ એક પાર્શ્વગીતના રૂપમાં છે જેને સ્વર મળ્યો છે અમિતકુમારનો. શબ્દો અનવર સાગરના અને સંગીત નદીમ શ્રવણનું.

૨૦૦૪ની ફિલ્મ ‘સ્વદેસ’નું એક ભક્તિગીત પણ पलની મહત્તાને વર્ણવે છે. ગામમાં રામાયણનું નાટક ભજવાય છે તેમાં સીતા તરીકે ગાયત્રી જોશી આ ગીતના કલાકાર છે. ગીતની મધ્યમાં શાહરૂખ ખાનના કંઠે પણ શબ્દો મુકાયા છે.

पल पल है भारी हो विपदा है आई
मोहे बचाने अब आओ रघुराई

ગાનાર કલાકારો છે વિજય પ્રકાશ અને મધુશ્રી. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત એ.આર.રહેમાનું.

૨૦૦૬ની ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’નું આ ગીત આમ તો સંજય દત્ત અને વિદ્યા બાલન પર રચાયું છે પણ તેમાં વિદ્યા બાલનને ગીત ગાતા દેખાડી છે જ્યારે સંજય દત્ત જાણે મનમાં ગાતો હોય તેમ દેખાડયું છે

पल पल पल पल हर पल हर पल
कैसे कटेगा पल हर पल हर पल

સ્વાનંદ કીરર્કીરેના શબ્દોને સંગીત આપ્યું છે શાંતનું મોઇત્રાએ. સ્વર છે શ્રેયા ઘોસાલ અને સોનું નિગમના.

પલને લગતાં બને તેટલા ગીતો સમાવાયા છે તેમ છતાં કોઈ ન જાણીતું ગીત બાકાત હોય તો ધ્યાન દોરવા રસિકજનોને વિનંતી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *