





પૂર્વી મોદી મલકાણ
રાજા માનસિંહે બનાવેલ હનુમાન કુંડ, રામકુંડ વગેરે કુંડોની જગ્યા પર આજે માટી ભરી તેને નદીનું રૂપ આપી દેવામાં આવ્યું છે. પણ જેમ આપણે ત્યાં બને છે તેમ અહીં પણ નદીની જગ્યાએ મને તો વોકળો જ દેખાયો. એક એવી જગ્યા જેનાં થોડાંઘણાં પાણીમાં ભેંસો બેસેલી હતી. જ્યારે લાલા હેમરાજે બંધાવેલ બે ધર્મશાળામાંથી એક ધર્મશાળાને સ્કૂલમાં કન્વર્ટ કરવામાં આવી છે. અમે ગયાં ત્યારે સ્કૂલમાં રજાનો સમય હતો તેથી અહીં અમને શાંતિથી ફરવા મળ્યું. ધર્મશાળાનાં મેઇન ખંડને છોડી બાકીનાં બધાં રૂમમાં બેંચીઝ હતી. પણ મેઇન મોટા ખંડને તેઓએ મ્યુઝિયમમાં ફેરવેલ છે. તેથી જે કોઈ ટૂરિસ્ટ આવે તે આ મ્યુઝિયમ શાંતિથી જોઈ શકે અને આ દરમ્યાન બાળકોને પણ ડિસ્ટર્બ ન થાય. આ ઉપરાંત જ્યારે આ સ્થળ વિકસી રહ્યું હતું તે સમયનાં કેટલાક વૃક્ષો પણ મૂકી રાખવામાં આવ્યાં છે. આ વૃક્ષોનાં થડ જૂના હોવાને કારણે પોલા અને સૂકાયેલાં છે અને ઉપરથી લીલાછમ છે. આ વૃક્ષોને જોઈ મને મથુરામાં રહેલાં નિધિવનનાં વૃક્ષોની યાદ આવી ગઈ. નિધિવનમાં રહેલાં આ જૂના વૃક્ષોને ગોપીઓથી ઓળખવાંમાં આવે છે.

ધર્મશાળા અને મ્યુઝિયમ બિલ્ડીંગ:-
પ્રથમ ધર્મશાળાની આ ઇમારત બહારથી કોઈ કિલ્લો હોય તેવી લાગે છે, જેને પથ્થરથી બનાવવામાં આવેલ છે. મુખ્ય ખંડની બહાર સાઈડ દીવાલ જેમ છે એમ જ આજેય પથ્થરની છે, જ્યારે ખંડની છત્ત લાકડાંની બનેલ છે. આ ખંડમાં ખાસ બારીઓ નથી તેથી કેવળ લાઇટનાં પ્રકાશનો જ મુખ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોર્ચની દીવાલનું પેઇન્ટિંગ રાજસ્થાનની શેખાવટીની હવેલીઓ યાદ અપાવી દે છે. આ પેઇન્ટિંગમાં મુખ્ય ડિઝાઇન ફૂલ પત્તીની છે જેમાં લાલ, મરૂન, કેસરી, લીલો, વાદળી, પીળો વગેરે રંગોનો ઉપયોગ થયો છે.



મ્યુઝિયમનાં કેટલાક અંશો.
આ મ્યુઝિયમમાં મૂકેલ ફોટોફ્રેમમાં સૈદપુરનો આખો અતીત ઝળકાતો હતો જેમાંથી અમુક યાદોને મે મારા કેમેરામાં કેદ કરી લીધી.









આ મ્યુઝિયમમાં અમે સારો એવો સમય પસાર કર્યો. ત્યાર પછી અહીં આવેલી એક હોટેલમાં બેઠાં, ત્યા રે ગાઈડ મોહમ્મદ અનવર કહેવા લાગ્યો કે અહીં કેવળ આ મંદિર જ જોવા જેવાં નથી, બલ્કે માટીનાં ખીલૌનાનું મ્યુઝિયમ પણ જોવા જેવુ છે, શું તમને એમાં રસ છે? માટીનાં ખીલૌનાનું મ્યુઝિયમનું નામ સાંભળી મને થોડું આશ્ચર્ય થયું, પણ આ જગ્યામાં વારંવાર આવવા મળવાનું ન હતું, તેથી મારી સ્થિતિ જેટલું જોવાય તેટલું ભલું જેવી હતી.
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Seidpur ni Safar maja ni Rahi. Purvibentame Sara lekhak l nahi pan Sara photographer pan Cho. Zinvat bharyo aatlo itihas ne ey Pakistan no.kharekhar adbhut che.
નમસ્તે પુર્વીબેન,તમારી સાથે અમે પણ સૈદપુરની સફર માણી. ઘરની ચાર દિવાલો વચ્ચે જીવતા લોકો માટે દુનિયા જાણવા ને જોવાનો ઉતમ મોકો. લેખક સાથે સાથે તમે સાહસિક ને સારા ફોટોગ્રાફર પણ છો. બીજી સફર કયારે ને કયા કરવાના છો?