ગઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

હેમાંગ જોશી

ભરુચનિવાસી શ્રી હેમાંગ જોશી ગઝલના એક આગવા અવાજ સાથે, ‘વાતો ગુલાબની’ ગઝલસંગ્રહ થકી સાહિત્ય જગતમાં જાણીતા થઈ રહ્યા છે. તેમની એક ગઝલ અહીં રજૂ કરવા માટેની સંમતિ બદલ વે.ગુ. આભારી છે.

દેવિકા ધ્રુવ..વેગુસાહિત્ય સમિતિ વતી…

માણસો ઘરનાં અચાનક પારકાં થૈ જાય છે,
ને અજાણ્યાં લોક બોલો, આપણાં થૈ જાય છે !

મહેલ ને સિંહાસનોથી કોણ સુખ પામ્યું અહીં ?
મિત્ર આવે તે ઘડી ઘર દ્વારકા થૈ જાય છે.

સાંજની રંગીનતાને પામવા માટે જુઓ,
તેજછાયાના તફાવત પાતળા થૈ જાય છે.

રામની કે શબ્દની કોઈ સાધના સહેલી નથી,
બેસો તો ચારે તરફ અહીં રાફડા થૈ જાય છે.

કાગળો મંદીર અમારાં, શબ્દ સૌ ભગવાન છે,
આ કલમ ડગલું ભરે ત્યાં જાતરા થૈ જાય છે.


સંપર્કસૂત્રોઃ

હેમાંગ જોશી – મોબાઈલ – +91 96620 57127 || E-mail: hemangjoshi@gnfc.in  | hemangjoshi12@yahoo.com

1 comment for “ગઝલ

  1. Bhagwan thavrani
    June 23, 2019 at 11:55 am

    સરળ અને માટે સુંદર ગઝલ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *