





નિરંજન મહેતા
દસ સુધીની સંખ્યાના ગીતોની નોંધ આગલા ત્રણ લેખમાં લેવાયા બાદ ત્યાર પછીની અગિયારથી વીસ સુધીની સંખ્યાઓ પરના ગીતો આ લેખમાં જોઈએ.
અગિયાર
૧૯૭૮ની ફિલ્મ ‘ફંદેબાઝ’નું ગીત છે
दुल्हन खुबसूरत है दुल्हन खुबसूरत है
कितना हसीं महूरत है सहरे की जरूरत है
दूल्हा मुझे बनाओ यारो आओ लेकिन पहले ठहरो
अभी ग्यारह नहीँ बजे है अभी ग्यारह नहीँ बजे है
રમુજ પમાડે એવા શબ્દોવાળા આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે આર. ડી. બર્મનનું. ધર્મેન્દ્ર પરના આ ગીતના ગાયક છે કિશોરકુમાર.
૧૯૮૧મા આવેલી ફિલ્મનું શીર્ષક જ છે ‘એક ઔર એક ગ્યારહ’ એટલે તેમાં અગિયારની સંખ્યાવાળું ગીત હોવાનું જ.
मुझको तुझको दो गिनते जो उनको गिनने दे यारा
अरे कांधा जोड़ के निकल पड़े तो हम है एक और एक ग्यारह
ગીતના કલાકારો છે શશીકપૂર અને વિનોદ ખન્ના જેને સ્વર આપ્યો છે રફીસાહેબ અને કિશોરકુમારે. શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૨૦૦૩માં આજ નામની ફિલ્મ ફરી આવી હતી જેમાં એક કરતાં વધુ વાર આ શબ્દોને લઈને ગીતો જણાય છે.
ऐक ऐक ऐक ऐक ऐक ऐक और एक
ऐक ऐक ऐक ऐक और एक ग्यारह मेरे यारा
ગોવિંદા અને સંજય દત્ત આ ગીતના કલાકાર છે. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત શંકર, એહસાન, લોયનું. ગીતને સ્વર આપ્યો છે સોનું નિગમ અને શંકર મહાદેવને.
બાર
આ સંખ્યાના બહુ ઓછા ગીતો છે.
૧૯૯૩ની ફિલ્મ ‘ફૂલ’નું ગીત છે
साल के बारह महीने बारह महीनो का साल
ये साल कैसा लगा ओय रब्बा मेरी बदल गई चाल
કુમાર ગૌરવ અને માધુરી દિક્ષિત આ ગીતના કલાકાર છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીત છે આનંદ-મિલિંદનું. સ્વર છે ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિના.
ચૌદ
૧૯૬૦ની પ્રસિદ્ધ ફિલ્મ ‘ચૌદવી કા ચાંદ’નું આ સદાબહાર ગીત ચૌદ પર રચાયું છે.
चौधवी का चाँद हो या आफताब हो
जो भी हो तुम खुदा की कसम लाजवाब हो
સુતેલી વહીદા રહેમાનને જોઇને ગુરુદત્તના મુખેથી આ શબ્દો નીકળે છે. જેના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત છે રવિનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૯૦ની ફિલ્મ ‘યાદોં કે મોસમ’નું ગીત છે
चौदवी रात है, चौदवी रात है अब चाँद दिखा डे अपना
ગીતના શબ્દો સલાહુદ્દીન પરવેઝના અને સંગીત આનંદ મિલિંદનું. કલાકાર ગઝલ(?) અને બીના જેને સ્વર આપ્યો છે સુરેશ વાડકર અને અનુરાધા પૌડવાલે.
૧૯૯૮ની ફિલ્મ ‘જીયાલા’નું ગીત પણ જોઈએ.
कल चौधवी की रत थी शब् भर रहा चर्चा तेरा
કલાકાર સિરાજ ખાનને સ્વર મળ્યો છે કુમાર સાનુનો. શબ્દો બન-એ-ઇન્શા અને વજેદા તબસ્સુમના. સંગીત અલ્તમશ ખાનનું .
પંદર
૧૯૮૧ની ફિલ્મ ‘ખરા ખોટા’નું ગીત પણ એક કટાક્ષમય ગીત છે.
एक खुशखबरी सुनो मैंने देखा आज अजूबा
बूढ़े की गुडिया गुडिया महबूबा
पंद्रह की दुल्हन पचपन का साजन
આ ગીત રાજકિરણ પર રચાયું છે જેના શબ્દો છે અન્જાનના અને સંગીત બાબલાનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૮૯ની ફિલ્મ ‘ક્લાર્ક’માં ૧૫ ઓગસ્ટ પર ગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે
झूम के गाओ ओ मतवालों दिलवालों
आज पंद्रह आज पंद्रह आज पंद्रह
पंद्रह अगस्त है पंद्रह अगस्त है
વીડિઓ સ્પષ્ટ નથી એટલે કલાકારો કોણ છે તે જણાતું નથી પણ મનોજકુમારની ફિલ્મ છે એટલે તે હોવાની શક્યતા છે. ગીત ખુદ મનોજકુમારે લખ્યું છે જેનું સંગીત ઉત્તમ જગદીશનું છે. ગાનાર કલાકારો મહેન્દ્ર કપૂર અને લતાજી.
૧૯૯૦ની ફિલ્મ ‘સોલાહ સત્રા’માં જે ગીત છે તેમાં પંદર, સોળ અને સત્તર એમ ત્રણ સંખ્યાઓનો ઉપયોગ થયો છે.
दिल पे काबू लब पे तराने दिल बेकाबू लब पे तराने
आँख में मस्ती होती है ये पंद्रह सोलह
सत्रह की कुछ उम्र ही ऐसी होती है
અરબાઝ અને એકતા આ ગીતના કલાકારો છે જેને સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ અને સારિકા કપૂરે. ગીતના શબ્દો સઈદ રાહીના અને સંગીત નદીમ શ્રવણનું.
સોળ
૧૯૮૦ની ફિલ્મ ‘કર્ઝ’નું આ ગીત જોઈએ.
तू कितने बरस का तू कितने बरस की
मै सोलह बरस की तो मै सत्रह बरस का
રિશીકપૂર અને ટીના મુનીમ પર રચાયેલ આ ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાનાર કલાકારો લતાજી અને કિશોરકુમાર.
૧૯૮૧ની ફિલ્મ ‘એક દુજે કે લિયે’નું આ રોમાંટિક ગીત આજે પણ ગણગણીએ છીએ. રતિ અગ્નિહોત્રી પોતાનાં ભૂતકાળના પ્રસંગોને યાદ કરીને આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતની શરૂઆતમાં અનુપ જલોટાના સ્વરમાં શબ્દો કહેવાયા બાદના શબ્દો છે..
सोलह बरस की बाली उम्र को सलाम
प्यार तेरी पहली नज़र को सलाम
આનંદ બક્ષીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.
૧૯૯૬ની ફિલ્મ ‘ઈંગ્લીશ બાબુ દેસી મેમ’નું ગીત છે
अभी अभी सोलह बरस की हुई
अभी से मेरे पीछे पड गए सभी
કેબરે પ્રકારના આ ગીતમાં એક કરતા વધુ કલાકારો છે પણ નામ નથી જણાતા. યોગેશના ગીતને નિખિલ વિનયનું સંગીત મળ્યું છે. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક, જોલી મુકરજી અને ઉદિત નારાયણ.
સત્તર
૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નું ગીત છે
सत्रह बरस की ओ ओ सत्रह बरस की छोकरियो पे
हो बुड्ढे का दिल आ गया
રાજેશ ખન્ના અને ઝીનત અમાન પર રચાયેલ આ ગીતનાં રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર છે કિશોરકુમાર અને આશા ભોસલેના.
૨૦૦૦ની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’નું ગીત પણ સત્તર અને અઢારની સંખ્યા દર્શાવે છે. મુખડા પછીના શબ્દો છે
ऐसा पहली बार हुआ है सतरा अठरा सालो में
कोई कोई आये जाए मेरे ख्यालो में
કલાકાર સલમાન ખાન અને ગાયક સોનું નિગમ. શબ્દો છે સમીરના અને સંગીત અનુ માલિકનું.
અઢાર
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નું ગીત આ સંખ્યા દર્શાવે છે.
अठरा बरस की तू होने का आई
कौन पूछेगा जतन कुछ कर ले
રેખા અને અમિતાભની જોડી પર આ ગીત રચાયું છે જેના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાનાર કલાકારો લતાજી અને રફીસાહેબ.
ક્યાંક ક્યાંક ઉપરની સંખ્યાને લગતા ગીતોની નોંધ ન લેવાઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા રસિકોને વિનંતી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
1962 ની ફિલ્મ ‘ ગયારાહ હઝાર લડકીયા ‘ નું મહેન્દ્ર કપૂરે ગાયેલું શીર્ષક ગીત પણ આ શ્રેણીમાં આવે…
આ લેખમાં વીસ સુધીની સંખ્યાને આવરી હતી. તમે સૂચવેલ ગીત હવે પછીના લેખમાં સામેલ કરી લઈશ. સૂચન બદલ આભાર.
સોળ વર્ષના ઉલ્લેખ સાથે ફિલ્મ “સોલવા સાલ” નું ગીત “દેખો મોહે લાગા સોલવા સાલ” ( ગાયક આશા ભોંસલે અને મહમદ રફી, સંગીત સચિન દેવ બર્મન) યાદ આવે.
https://youtu.be/4NrlaiDVlVQ
સૂચન બદલ આભાર.