બંદિશ એક, રૂપ અનેક :: (૫૬) : : રંજિશ હી સહી, દિલ હી દુખાને કે લિએ આ”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

clip_image002

શ્રી એહમદ “ફરાઝ”
जन्म 14 जनवरी 1931, निधन 25 अगस्त 2008

મૂળ નામ સૈયદ એહમદ શાહ, તખલ્લુસ “ફરાઝ” (“A Great Achiever”)

પાકિસ્તાનનાં શ્રેષ્ટ શાયરો પૈકીના ફરાઝ સાહેબની હાજરી વિનાનો કોઈ પણ મુશાયરો અધૂરો ગણાતો। ભારતમાં યોજાતા મુશાયરા, જેવાકે દિલ્હી ખાતે દર વર્ષે યોજાતા “શંકર શાદ” અને “જશ્ન-એ-બહાર”માં ભાગ લેવા તેઓ અવશ્ય આવતા અને મિત્રો સાથે તેમની મુલાકાત લાંબા સમય માટે રહેતી. પાકિસ્તાનના જનરલ ઝીયાએ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સરકારને ઉથલાવી, તેમને જેલમાં પૂર્યા અને ત્યાર બાદ ફાંસી આપી, આ બનાવને જાહેરમાં વખોડતા ફરાઝને કેદ કરવામાં આવેલા અને પછી દેશ-નિકાલની સઝા થયેલી। જેલની કોટડી ( कफ़स) બેઠાં બેઠાં તેમણે લખ્યું:

कफ़स उदास है,  यारों सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-खुदा, आज ज़िक्र-ए-यार चले II

चले भी आओ के गुलशन का कारोबार चले
गुलों में रंग भरे बाद-ए-नौबहार चले II

તેમના શેર, શાયરી, નઝ્મ, ગઝલના સંગ્રહો ख़ानाबदोश, ये मेरी ग़ज़लें वे मेरी नज़्में, ज़िंदगी ऐ ज़िंदगी , दर्द आशोब વગેરે આ સમય દરમ્યાન પ્રકાશિત થયા.

આવીયે આજની બંદિશ ઉપર:

રંજિશ હી સહી, દિલ હી દુખાને કે લિએ આ
આ ફિર સે મુઝે છોડ઼ કે જાને કે લિએ આ

            (રંજિશ – અણગમો, અણબનાવ, ગુસ્સો, ક્રોધ, Rage)

કુછ તો મેરે પિન્દાર-એ-મોહબ્બત કા ભરમ રખ
તૂ ભી તો કભી મુઝકો મનાને કે લિએ આ

                (પિન્દાર-એ-મોહબ્બત – પ્રેમ નો ગર્વ)

પહલે સે મરાસિમ ન સહી, ફિર ભી કભી તો
રસ્મોં-રહે દુનિયા હી નિભાને કે લિએ આ

(મરાસિમ -પ્રેમ વ્યવહાર, રસ્મોં-રહે – સંસારીક શિષ્ટIચાર)

કિસ કિસ કો બતાએઁગે જુદાઈ કા સબબ હમ
તૂ મુઝ સે ખ઼ફ઼ા હૈ, તો જ઼માને કે લિએ આ


ઇક ઉમ્ર સે હૂઁ લજ઼્જ઼ત-એ-ગિરિયા સે ભી મહરૂમ
ઐ રાહત-એ-જાઁ મુઝકો રુલાને કે લિએ આગાયી

                      (લજ઼્જ઼ત-એ-ગિરિયા – રુદન સ્વાદ,  મહરૂમ – વંચિત,રાહત-એ-જાઁ – પ્રાણાધાર)

અબ તક દિલ-એ-ખ઼ુશફ઼હમ કો તુઝ સે હૈં ઉમ્મીદેં
યે આખિરી શમએઁ ભી બુઝાને કે લિએ આ

                           (દિલ-એ-ખ઼ુશફ઼હમ – કોઈના તરફ શુભ લાગણી રાખવા વાળું મન)

આ સુપ્રસિધ્ધ ગઝલ સહુથી પ્રથમ પાકિસ્તાન ની પ્રખ્યાત ગાયિકા ઇકબાલ બાનોએ રાગ દેશ (દાદરા) માં ગાયેલી:

આજ રાગમાં ફરીદા ખાનુમ નાં અવાજમાં

1972 માં બનેલી પાકિસ્તાની ફિલ્મ “મહોબત” માટે સંગીતકર નિસાર બઝમી એ રાગ યમન કલ્યાણ માં ધૂન બનાવી અને મહેંદી હસનના અવાજમાં રેકોર્ડ કરી.

ચિત્રા અને જગજીત સિંહ

બાંગ્લાદેશનાં રૂના લયલા

અનુરાધા પૌડવાલ

પંડિત રોમેશ માથુરનું કોમ્પોઝિશન આશા ભોંસલેનો સ્વર

હરિહરન

ઓસમાન મીર

શંકર મહાદેવન

શ્રી રામ મંદિર, ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ; કલાકાર ઉસ્તાદ તારી ખાન

મધુશ્રી ભટ્ટાચાર્ય

મંજરી -દોહા મ્યુઝિક સર્કલ

અનુરાગ શર્મા -સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે

સ્વાતિ કાનિટકર સાથમાં સરોદ વાદક સૌમ્ય ચક્રવર્તી

અહીં બધા ખ્યાતનામ કલાકારો એ યમન કલ્યાણમાં પોતપોતાની આગવી રીતે આ ગઝલ રજુ કરી છે.

હવે જોઈએ આ જ ગઝલ જુદી જુદી બંદીશોમાં Fuzion Versions. અહીં પેટી અને તબલા ની જગાએ પિયાનો, સેક્ષફોન, કીબોર્ડ ડ્રમ્સ વગેરે સાથમાં વાગતાં ગઝલ કેવાં વિશેષ રૂપમાં સાંભળવા મળેછે, –

રાગ મિશ્ર યમન : યશિતા શર્મા અને સાથીદારો

કોક સ્ટુડિયો – અલી શેઠી

દિક્ષા તુર – નવાં પાશ્વ ગાયિકા, પીયાનોની સંગાથે

પોપોન – M TV

સોનુ નીગમ

આયેશા ચક્રવર્તી અને રુચિર નૈયર

એક ફિલ્મી વર્ઝન

અને હવે સાંભળીયે મહેંદી હસન સાહેબને. તેમણે એક ફિલ્મમાં પણ આ ગીત રૂપે ગાયું છે. તે સમયે એ ખાસ લોકપ્રિય થયું ન હતું। ફિલ્મ જગત સાથે નાતો કમ કરી તેઓ પોતાનો મૂળ શોખ ગઝલની ગાયકીનો, તેના પર વિશેષ ધ્યાન દેવા લાગ્યા, અને “રંજિશ હી સહી” ની સ્ટેજ ઉપરથી રજૂઆત પર ‘વાહ વાહ, દુબારા દુબારા’ ની હોડ મચાવતી થઇ. . તેમના પ્રોગ્રામ સારીએ દુનિયામાં થવા લાગ્યા અને તેમાં આ ગઝલની પહેલી ફરમાઈશ હંમેશા રહેતી. આ ગઝલ ઉપર તેમની છાપ એવી તો જોરદાર રહી કે એક મહેફિલમાં શ્રી એહમદ ફરાઝે કહ્યું કે  “રંજિશ હી સહી” મારી ગઝલ નથી રહી એ હવે મહેંદી હસનની છે.”

એક જીવંત પ્રસારણ અહમદ ફરાઝ અને મહેંદી હસન

છેલ્લે આ ગઝલના લખનાર શાયર શ્રી એહમદ ફરાઝનો એક સંદેશ:

હિન્દુસ્તાની દોસ્તો કે નામઃ


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

2 comments for “બંદિશ એક, રૂપ અનેક :: (૫૬) : : રંજિશ હી સહી, દિલ હી દુખાને કે લિએ આ”

 1. વિજય શાહ
  June 20, 2019 at 8:13 pm

  સરસ નીતિનભાઇ!

 2. hemansu jani
  June 22, 2019 at 7:37 am

  thank you Nitinbhai,
  It is Awesome !! As specially the message of Faraz saheb.
  Thank you again.
  Hemansu Jani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *