૧૦૦ શબ્દોની વાત : સંભાવનાઓ જોઇ શકવાની કળા

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

બેંજામીન ઝૅંડરનું પુસ્તક ‘The Art of Possibility‘ આ વાતથી શરૂ થાય છે:

પગરખાંનાં એક કારખાનાંએ વેચાણના બે નવા નિશાળીયાઓને આફ્રિકાનાં એક વિસ્તારમાં વેપારની વિકાસની તકોનો અભ્યાસ કરવા મોકલ્યા.

પહેલા એ, જતાં વેંત, તાર કર્યો કે, “નિરાશાજનક પરિસ્થિતિ.પૂર્ણવિરામ. કોઇ પગરખાં નથી પહેરતું“.

બીજાએ વિજયી સુરમાં લખ્યું, “વેપારની ભવ્ય તક. પૂર્ણવિરામ. કોઇની પણ પાસે પગરખાં નથી“.

આપણી આશાઓ અને અરમાનો પર કેટલી વાર ભયને હાવી થઇ જવા દઇએ છીએ? આપણે સતત આપણી નિરાશાઓના વિચારોમાં ડુબેલાં રહીએ છીએ, પણ આપણામાં છૂપાઇ બેઠેલી સંભાવનાઓનો વિચાર નથી કરતાં. ચાલો, હવેથી, આપણી અત્યાર સુધીની નિષ્ફળતાઓને, આપણાથી હજુ જે કંઇ કરવું શક્ય છે તેની, આડે આવતાં રોકીએ.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *