કવિ નીરવ પટેલની ચિર વિદાય

Facebooktwitterredditpinterestlinkedinmail

મે મહિનાની પાંચમી તારીખે જાણીતા કવિ નીરવ પટેલનું ૬૮ વર્ષની વયે કૅન્સરની બીમારીમાં અવસાન થઈ ગયું. એમની રચનાઓમાંથી આપણા સમાજનાં ‘દવલાં’ઓની ‘હજારો વર્ષની જૂની વેદનાઓ’ પ્રગટ થતી હતી. એમની વિદાય સાથે દલિતોનો એક ધરખમ અવાજ હંમેશ માટે શમી ગયો. નીરવભાઈ થોડા વખત માટે વેબગુર્જરી સાથે પણ સંકળાયેલા હતા. સ્મૃતિશેષ નીરવભાઈને વેબગુર્જરી શ્રદ્ધાંજલિ આપે છે. .

અહીં રજૂ કરીએ છીએ, કાળજું ચીરીને પ્રગટેલી એમની વેદના કાવ્ય રૂપેઃ

                  મારો શામળિયો

મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું શે  નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…

એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય મારી હાહુ…
ધોડું હડડ મસાણે-

મારા ભંગિયાનોય બેલી ભગવાન !

                                                 (સાભારઃ http://gujaratidalitkavita.blogspot.com/2011/05/blog-post_1928.html)

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *