





નિરંજન મહેતા
સંખ્યાને સાંકળાતા ગીતોની શ્રેણીમાં અગાઉ બે લેખ દ્વારા સંખ્યા ૧ અને સંખ્યા ૨ના ગીતો માણ્યા હતાં. હવે ત્યાર પછીની સંખ્યા ત્રણ, ચાર, પાંચ વગેરેના ગીતો જોઈએ તો બહુ ઓછા છે એટલે આ લેખમાં ત્રણથી દસ સુધીની સંખ્યા ઉપરના ગીતોની નોંધ લઈએ.
ત્રણ
૧૯૭૭મા આવેલી ફિલ્મ ‘દુનિયાદારી’નું ગીત છે
तीन बजे बोला था बज गए चार
और कितनी देर तक करूँ इंतझार
હળવી શૈલીના આ ગીતમાં ઓડીઓ જ છે પણ ગીત અસરાની અને અરુણા ઈરાની ઉપર છે તેમ જણાય છે. એમ.જી. હશમતનાં શબ્દોને સંગીત મળ્યું છે શંકર જયકિસનનું અને ગાનાર કલાકારો અમિતકુમાર અને આશા ભોસલે.
૧૯૭૯ની ફિલ્મ ‘મુકાબલા’ના ગીતમાં પણ ઓડીઓ જ છે
तीन बत्तीवाला गोविंदा आला
तीन बत्तीवाला गोविंदा आला
गोविंदा गोविंदा गोविंदा गोविंदा
માહિતી પ્રમાણે આ ગીત સુનીલ દત્ત અને શત્રુઘ્ન સિન્હા પર રચાયું હોય તેમ જણાય છે જેના શબ્દો છે વર્મા મલિકના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર કિશોરકુમાર અને રફીસાહેબનો.
ચાર
૧૯૪૯ની ફિલ્મ ‘દિલ્લગી’નું ગીત છે
चार दिन की चांदनी और फिर अँधेरी रात है
हम इधर है वोह उधर है बेकसी का साथ है
સુરૈયા અભિનિત અને ગાયેલ આ ગીતના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત નૌશાદનું.
૧૯૫૩ની ફિલ્મ ‘આહ’નું ફિલસુફીભર્યું ગીત છે
छोटी सी ये जिंदगानी रे
चार दिन की जवानी तेरी
हाय रे हाय गम की कहानी तेरी
ઘોડાગાડીના આ ગીતમાં ચાલક કોઈ નહીં પણ મુકેશ જાતે છે એટલે સ્વાભાવિક છે કે સ્વર તેનો જ હોય. સવારી છે રાજકપૂર. શૈલેન્દ્ર અને શંકર જયકિસનની ગીત અને સંગીતમાં જુગલબંધી છે.
પાંચ
૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ના ગીતમાં મુખડા પછી આવતા આ શબ્દોએ જ આ ગીતને પ્રખ્યાત કર્યું છે
लेकिन पहले दे दो मेरा पांच रुपैया बारह आना
ગીતના શરૂઅત્ના શબ્દો છે
मै सितारों का तराना, मै बहारो का फ़साना
लेके एक अंगड़ाई मुझ पे डाल नजर बन जा दिवाना
रूप का हो तुम खज़ाना, तुम हो मेरी जां ये माना
लेकिन पहले दे दो मेरा पांच रुपैया बारह आना
કિશોરકુમાર અને મધુબાલા પર રચાયેલ આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર.
૧૯૭૭ની ફિલ્મ ‘આંદોલન’નું ગીત જોઈએ
पांच रुपैया अरे पांच रुपैया
दे दे बलमवा मेला देखन जाऊँगी
નીતુ સિંહ અને અન્ય કલાકાર પર આ નૃત્યગીત છે જેના ગાનાર કલાકાર છે મીનું પુરુષોત્તમ અને ક્રિષ્ના કલ્લે. ગીતકાર જાનીસાર અખ્તર અને સંગીત છે જયદેવનું.
૧૯૯૨ની ફિલ્મ ‘તિલક’નું આ ગીત શિલ્પા શિરોડકર પર રચાયું છે અને તેને સ્વર આપ્યો છે પૂર્ણિમાએ. ગીતના શબ્દો છે
पांच रुपैया दो गे तो पास आने दूंगी
दस रुपैया दो गे तो हाथ लगाने दूंगी .
શબ્દો સમીરના સંગીત આનંદ મિલિંદનું.
સાત
૧૯૫૬ની ફિલ્મ ‘પટરાણી’નું ગીત છે
सात समंदर पार हाये मेरे सपनों का संसार
सपनों का संसार कहूं या सजना तेरा द्वार कहूं
વૈજયંતિમાલા પર રચાયેલ આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું ગાનાર કલાકાર લતાજી.
૧૯૬૭ની ફિલ્મ ‘તકદીર’નું ગીત
सात समंदर पार के गुडिया के बाझार से
अच्छी सी गुडिया लाना
બાળકોને આશ્વાસનરૂપ ગવાતું આ ગીત છે જેને લતાજીએ અને બાળકલાકાર માટે ગાયું છે સુલક્ષણા પંડિતે. ગીત રચાયું છે શાલિની અને બાળકલાકારો પર. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૭૭ની ફિલ્મ ‘અપનાપન’નું પ્રણયગીત છે જે સાત વારોના નામથી શરૂ થયા પછી સાતની સંખ્યાનો ઉલ્લેખ છે
सोमवार को हम मिले मंगलवार को नैन
…………..
सात दिनों में हो गया जैसे सात जनम का प्यार
ગીતના પ્રેમીયુગલ છે જીતેન્દ્ર અને સુલક્ષણા પંડિત અને તેમને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને ખુદ સુલક્ષણાએ. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તાનું આ ગીત પણ સાતના સંદર્ભમાં છે
दुक्की पे दुक्की हो या सट्टे पे सता
गौर से देखा जाय तो बस पत्ते पे है पता
અનેક કલાકારોના આ મેળાનું આ ગીત ગાયું છે એક કરતાં વધુ ગાયકોએ – ભુપીન્દર સિંહ, કિશોરકુમાર, આશા ભોસલે, સપન ચક્રવર્તી અને ખુદ સંગીતકાર આર.ડી.બર્મને. ગીતના શબ્દો છે ગુલશન બાવરાના
૧૯૯૨ની ફિલ્મ ‘વિશ્વાત્મા’ના ગીતમાં પણ સાતની સંખ્યાનો ઉલ્લેખ છે.
सात समुंदर पार सात समुंदर पार
मै तेरे पीछे पीछे आ गई
કલાકાર દિવ્યા ભારતી અને ગાયક સપના મુકરજી. ગીતકાર આનંદ બક્ષી અને સંગીત છે વીજુ શાહનું.
આઠ
૧૯૬૮ની ફિલ્મ ‘તીન બહુરાનીયા’નું આ ગીત આઠની સંખ્યા ધરાવે છે
आमदनी अठ्ठनी खर्चा रुपैया
भैया ना पूछो ना पूछो हाल
બાળકલાકારો દ્વારા ગવાયેલા આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકારો મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને કમલ બારોટ.
૨૦૦૧માં આજ શબ્દોવાળી ફિલ્મ આવી હતી જેમાં આ ગીત પણ છે
दुनिया ये गोल है अंदर से पोल है
रूपया का मोल है बाकी सब झोल है
क्यूँ की आमदनी अठ्ठनी खर्चा रुपैया
આ ગીતનું ઓડીઓ જ મળ્યું છે. ગીતને સ્વર આપ્યો છે જોહ્ની લીવર, ઉદિત નારાયણ અને શાને. ગીત રચ્યું છે સુધાકર શર્માએ અને સંગીત છે હિમેશ રેશમિયાનું.
દસ
૧૯૮૮ની ફિલ્મ ‘વક્ત કી આવાઝ’નું ગીત છે જેમાં એકથી દસ સુધીની સંખ્યા આવરી લેવાઈ છે
एक दो तीन चार पांच छे सात आठ
एक दो तीन चार प्यार चाहे कितनी बार
पांच छे सात आठ नव दस बस बस अरे बस
મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી આ ગીતના કલાકાર છે જેને સ્વર આપ્યો છે અલીશા ચિનાઈ અને સુદેશ ભોસલેએ. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર બપ્પી લાહરી.
૨૦૦૫ની ફિલ્મ ‘દસ’નાં આ ગીતની શરૂઆતમા અંગ્રેજી શબ્દો બોલાય છે અને પછી આ ગીત આવે છે
उनकी आँखों में बाते, बातो मे जादू
जादू में खो गए हम हो गए बेकाबू
…………….
दस बहाने कर के ले गये दिल
ફૈયાઝખાન અને અભિષેક પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પંછી જાલોનવી અને સંગીત છે વિશાલ શેખરનું. ગાનાર કલાકાર શાન અને કે.કે.
કેટલાક ગીતોનો ઉલ્લેખ કદાચ રહી ગયો હોય તો તે લેખની લંબાઈને કારણે. તે માટે ક્ષમસ્વ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com