





નીતિન વ્યાસ

બાંગ્લાદેશના વિદ્વાન અને લોકપ્રિય કવિ, ગાયક અને સંગીતકાર શ્રી મુસ્તફા ઝમાન અબ્બાસી \ની એક સુપ્રસિધ્ધ રચના આજે આપણે માણીયે.
ઠુમરીમાં ગવાતી આ બંદીશના ના શબ્દો છે:
હમરી અટરિયા પે આઓ સવારિયાં,
દેખા દેખી બલમ હુઈ જાએ-(2)
તસ્સવુર મેં ચલે આતે હો કુછ બાતેં ભી હોતી હૈં,
શબે ફુરકત ભી હોતી હૈં મુલાકાતેં ભી હોતી હૈં,
પ્રેમ કી બિક્શા માંગે બિખારન લાજ હમારી રાખિયો સાજન.(2)
આઓ સજન હમારે દ્વારે સારા ઝગડ઼ા ખત્મ હોઇ જાએ (2)
હમરી અટરિયા-(2)તુમ્હરી યાદ આંસૂ બન કે આઈ, ચશ્મે વીરાન મેં (2)
જ઼હે કિસ્મત કે વીરાનોં મેં બરસાતેં ભી હોતી હૈ
હમારી અટરિયા પે (2)
૧૯૩૬ માં જન્મેલા મુસ્તફા ઝમાન અબ્બાસીના પિતા શ્રી અબ્બાસદિન અહેમદ લોકગાયક હતા. પિતા – પુત્ર બંનેને ટાગોરનાં ગીતો ગાવાનો શોખ. મુસ્તફાજી એ બંગાળી સાહિત્ય, સંગીત, લોકગીતો, ખાસ કરીને બંગાળનાં પ્રચલિત બાઉલ અને “ભવાઇયાં” સંગીતનો ઊંડો અભ્યાસ કર્યો છે. લગભગ ૧૨૦૦ ગીતોની સરગમ સાથે પુસ્તકો તૈયાર કરી પ્રસિદ્ધ કર્યા છે. તેઓ ઢાકા વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા હતા.

આ ગીતને ઠુમરીમાં ઢાળી શ્રી અખ્તરીબાઈ ફૈઝાબાદીએ એક મહેફિલમાં ગાયું. આ કાર્યક્રમની રજૂઆત લખનઉ રેડિયો પર થઇ. શબ્દો, તેની બંદિશ અને અખ્તરીબાઈનાં અવાજમાં ગવાતી આ ઠૂમરી રાતો રાત પ્રખ્યાત થઇ ગઇ. સાથો સાથ અખ્તરીબાઈ નું નામકરણ બેગમ અખ્તર તરીકે થઈ ગયું।

૧૯૧૪માં ઉત્તર પ્રદેશમાં ભસરડા ગામે જન્મેલાં અખ્તરીબાઈનું અખ્તરીબાઈથી બેગમ અખ્તર સુધીનું સંગીતમય જીવન બહુ સંઘર્ષ પૂર્ણ અને કષ્ટદાયક રહ્યું હતું. બેગમ અખ્તર ઠૂમરી અને ગઝલ પોતાની આગવી રીતે બહેલાવી બહેલાવીને એવી રીતે ગાતાં કે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ જતા. બેગમ અખ્તર, કિરાના ઘરાણાં નાં ગાયિકા હતાં.
૧૯૭૪ના ઓક્ટોબર માં બલારામપુરમ ખાતે તેમનો કાર્યક્રમ હતો. તે સમયે જ તેમની કથળતી જતી તબિયતે અણસાર તો આપી દીધેલો –
तबीयत इन दिनों बेगा़ना-ए-ग़म होती जाती है
मेरे हिस्से की गोया हर ख़ुशी कम होती जाती है I
ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યાં. તેમનાં શિષ્યા અને મિત્ર નીલમબેન ગોંડલીયાના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા.
ગઝલ ગાયકી નાં આ જાજરમાન સમ્રાજ્ઞી ની વાત ફરી કોઈ વખત.
રાગ સિંધુ ભૈરવી, દાદરામાં ગવાયેલી આ ઠૂમરી, “हमरी अटरिया पे आओ सवारियां ” એટલી લોકપ્રિય છે કે એ સાંભળતા જ બેગમ સાહેબાની યાદ આવી જાય. કોઈ કલાકારોએ આ જ બંદિશ રાગ દરબારી માં પણ ગાઈ છે.
એક કાર્યક્રમનું જીવંત ધ્વનિ મુદ્રણ:
શોભા ગુર્તું
ઢાકાનાં મરીના આલમ, – રાગ દરબારી
માલિની અવસ્થી
રીટા ગાંગુલી
સૂફી અંદાઝ: તાહિર અને સાથીદારો
તાનસેન સમારોહમાં ડો. રીટા ડેવ
લખનવ ઘરાણાનાં રેખા સૂર્યા
ઢાકાનાં પ્રિયંકા ગોપે
નવાં પાશ્વગાયિકા=સ્વાતિ શર્મા
કલકત્તાનાં સૂર્યતપા ધાર
પુનાનાં શાવની શેંડે
કવ્વાલીના થાટમાં
જશ્ન-એ-ગ઼ઝલ કાર્યક્રમમાં ગ્વાલિયર ઘરાણાનાં ગાયિકા શ્રીમતી અનિતા સંઘવી, (કોંગ્રેસના નેતા અભિષેક સંઘવીનાં ધર્મપત્ની) – રાગ દરબારી
બુન્દેલ ખંડ નાં રામજી મંદિરમાં એક ભજનિક દ્વારા અનોખી રજૂઆત, “હરે કૃષ્ણ , હરે રામ”
ઉસ્તાદ સુજાત હુસેન, સિતાર ની સંગતે
બેગમ અખ્તર કોન્સર્ટમાં ડો. ધનશ્રી પંડિત સાથે સંયુક્તા વાઘ નું ભાવ નૃત્ય
આ જ ગીતને ફરીથી લખ્યું શ્રી સંપૂર્ણ સિંહ કારલાજીએ, એટલે કે પ્રસિદ્ધ કવિ શ્રી ગુલઝારે કાવ્ય ફરીથી લખ્યું.મુસ્તફા અબ્બાસીની કવિતા માં વિરહની વેદના હતી જ્યારે આ નવા લિબાસ માં ગીત નઝાકતથી ભરપૂર છે. ફિલ્મ “ડેઢ ઈશ્કિયાં” માં કથ્થક સાથે રજુ થયું જેના શબ્દો છે:
सजके सजाए बैठी,
साज़िन्दे बुलाए बैठी,
कहाँ गूम हुआ अंजाना…..
आल़े आल़े दिये भी जलाए रे जलाए ना,
ढलिया पे आया परवाना….
कौंन सौतन हाये… भरमाये रे….
हमरी अटरिया पे,
आजा रे सवरियां,
देखा-देखी तनिक होई जाए…..
किवड़िया से लगके के पिया करैं झाँका-झाँकी,
बहुत कौड़ी फैके पिया, उडावे जहां की….
कसम देवे जां की….
आजा गिलौरी, खिलायेदुं क़िमामी,
लाली पे लाली तनिक होई जाए….
हमरी अटरिया पे….
पड़ोसन के घरवां जईहो, जईहो ना सवरियां….
सौतन सपोली मोरी, काटें जहरिया,
जहरी नजरिया….
आजा अटरिया पे पिलायेदूं अंगुरी,
जोरा-जोरी तनिक होई जाए…
हमरी अटरिया पे…
सजके सजाए बैठी,
चुटिया घुमाये बैठी,
कहाँ गुम हुआ अन-जा-ना…
कौंन सौतन हाये… भरमाये रे….
हमरी अटरिया पे…
(किवड़िया – ડેલી, દરવાજો; गिलौरी – પાન)
આ નવતર ગીતની સંગીત રચના વિશાલ ભારદ્વાજની છે અને ગાયિકા છે રેખા ભારદ્વાજ, રાગ મિશ્ર ભૈરવી
રેખા ભારદ્વાજ દ્વારા સ્ટેજ ઉપર એક જાહેર કાર્યક્રમમાં
ફિલ્મમાં નૃત્ય સાથે એક સરસ ધૂન પ્રચલિત થાય પછી તેના પર રેકર્ડ ડાન્સ અન્ય કાર્યક્રમો માં શરુ થઇ જાય. કોઈ કલાકાર પોતાની આગવી નૃત્યકલા તેમાં પ્રદર્શિત કરતાં હોય છે.
રશિયન કલાકાર દ્વારા રેકર્ડ ડાન્સ
સાઉથ ડાકોટા યુનિવર્સિટી માં ભારત દિનની ઉજવણી માં રેકર્ડ ડાન્સ
સુનિતા સૂત્રધાર
દેવેશ મીરચંદાની – ચાઈનીઝ નૃત્યાંગનાઓ સાથે
પોલૅન્ડ મેન્ડલીના નિયરસી
અને અંતમાં જોઈએ એક ફયુઝન: બેગમ અખ્તરને અંજલિ આપતાં આસ્થા ગોસ્વામી – ગિટાર અને કીબોર્ડ સાથે, દરબારી
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.