हमसफ़रને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

हमसफ़र એટલે સહયાત્રી. આવા જ અર્થવાળો અન્ય શબ્દ છે हमराही. આ લેખમાં આ બંનેને લગતાં ફિલ્મીગીતોનો ઉલ્લેખ કરાયો છે.

૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં એક નૃત્યગીત છે જેમાં हमसफ़रનો ઉલ્લેખ છે

मुड मुड के ना देख मुड मुड के
ज़िंदगानी के सफ़र में तू अकेला ही नहीं
हम भी तेरे हमसफ़र है

રાજકપૂર અને નાદિરા પર આ ગીત રચાયું છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર મન્નાડે અને આશા ભોસલે.

૧૯૫૮ની ફિલ્મ ’૧૨ ઓ’કલોક’નું રોમાંટિક ગીત છે

तुम जो हुए मेरे हमसफ़र रास्ते बदल गए
लाखो दिए मेरे प्यार के, राहो में जल गए

આ ગીતના કલાકારો છે ગુરુદત્ત અને વહીદા રહેમાન જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ અને ગીતા દત્તે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું.

૧૯૫૯ની ફિલ્મ ‘મોહર’નું ગીત છે

ऐ हमसफ़र बता दे मंज़िल तेरी किधर है
जिसकी नहीँ है मंज़िल ये इश्क वोह सफ़र है

શમ્મીકપૂર અને ગીતાબાલી પર રચાયેલ ગીતનો વીડિઓ નથી પણ ઓડીઓ સાંભળી શકાય છે. ગીતકાર છે રાજીન્દર ક્રિશ્ન અને સંગીત આપ્યું છે મદન મોહને. સ્વર છે રફીસાહેબ અને લતાજીના.

૧૯૬૩ની ફિલ્મ ‘હમરાહી’માં હમરાહીને લગતું પ્રચલિત રોમાંટિક ગીત છે

मुझ को अपने गले लगा लो ऐ मेरे हमराही
तुम को क्या बतलाऊ मैं के तुमसे कितना प्यार है

હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત જેને સ્વર આપ્યો છે રફીસાહેબ અને મુબારક બેગમે. કલાકારો રાજેન્દ્ર કુમાર અને જમુના.

૧૯૬૫ની ફિલ્મ ‘પૂર્ણિમા’માં પણ એક રોમાંટિક ગીત છે જેમાં નાયક-નાયિકા એક બીજાના પૂરક હોવાની વાત કરે છે.

हमसफ़र मेरे हमसफ़र पंख तुम परवाज़ हम
झिन्दगी के साज़ हो तुम साज़ की आवाज़ हम

આ રોમાંટિક ગીતના કલાકારો છે ધર્મેન્દ્ર અને મીનાકુમારી. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. કંઠ છે મુકેશ અને લતાજીના.

૧૯૬૭ની ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પારીસ’નું ગીત છે

रात के हमसफ़र थक के घर को चले
झूमती आ रही है सुबह प्यार की

કલાકારો શમ્મીકપૂર અને શર્મિલા ટાગોર. હસરત જયપુરીનાં શબ્દોને સંગીતમાં ઢાળ્યા છે શંકર જયકિસંને. ગાનાર કલાકારો રફીસાહેબ અને આશા ભોસલે.

૧૯૬૭ની એક અન્ય ફિલ્મ છે ‘જાલ’ જેનું આ ગીત એક રહસ્યમય ગીત તરીકે ગણી શકાય.

अकेला हूँ मै हमसफ़र ढूंढता हूँ
मोहब्बत की मै रहगुझर ढूंढता हूँ

ગીત બિશ્વજિત પર ફિલ્માવાયું છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે. રાજા મહેંદી અલી ખાનના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

૧૯૭૦ની ફિલ્મ ‘મસ્તાના’નું ગીત છે જેમાં हमराही શબ્દનો ઉપયોગ થયો છે.

छेड़ मेरे हमराही गीत कोई ऐसा
उम्र भर जिसे हम गुनगुनाते रहे

કલાકારો વિનોદ ખન્ના અને ભારતી પર રચાયેલ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

૧૯૭૫ની ફિલ્મ ‘ધરમ કરમ’માં એક ફિલસુફીભર્યું ગીત છે.

तेरे हमसफ़र गीत है तेरे
गीत तो जीवन मित है तेरे

ઉદાસ રણધીરકપૂરને રાજકપૂર આ મર્મભર્યું ગીત સંભળાવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે મુકેશ, કિશોરકુમારના. ગીતનાં મધ્ય ભાગમાં રણધીરકપૂર રેખાને ગાવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેને માટે સ્વર આપ્યો છે આશા ભોસલેએ.

૧૯૭૯ની ફિલ્મ ‘જુઠા કહીં કા’નું આ ગીત એક નૃત્યગીત છે

जीवन के हर मोड़ पे मिल जाए हमसफ़र
जो दूर तक साथ दे ढूंढे उसीको नजर

વિડીઓમાં ફક્ત ગીત જ સંભળાય છે પણ આં ફિલ્મના મુખ્ય કલાકાર રિશીકપૂર અને નીતુસિંહ છે. ગુલશન બાવરાના શબ્દોને સંગીત સાંપડ્યું છે આર. ડી. બર્મનનું જેને સ્વર મળ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેના.

૧૯૮૨ની ફિલ્મ ‘યહ વાદા રહા’નું આ ગીત ફિલસુફીભર્યું છે.

जीने के तो जीते है सभी प्यार बिना कैसी ज़िंदगी
आओ मिल-जुल कर सुख-दुःख बाँटे
क्यू हम रहे अजनबी हमसफ़र है सभी

કોઈક કારણસર નાખુશ પૂનમ ધિલ્લોને ઉદ્દેશીને રિશીકપૂર આ ગીત ગાય છે. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર મળ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેના.

૧૯૮૮ની ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું ગીત બહુ પ્રચલિત છે.

ऐ मेरे हमसफ़र इक ज़रा इंतज़ार
सुन सदाये दे रही है मंज़िल प्यार की

આમીરખાન અને જુહી ચાવલા આ ગીતના કલાકારો છે. ગીતને સ્વર મળ્યો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના. શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આનંદ મિલિંદનું.

૧૯૯૩ની ફિલ્મ ‘બાજીગર’નું રોમાંટિક ગીત છે

ऐ मेरे हमसफ़र ऐ मेरी जानेजा
मेरी मंज़िल है तू तू ही मेरी जहाँ

કલાકારો શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટી. ગૌહર કાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે. સ્વર છે વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકના.

૧૯૯૯ની ફિલ્મ ‘મનચલા’માં દર્દભર્યું ગીત છે

ऐ मेरे हमसफ़र प्यार में बेखबर
आज हम तुम सनम हद से जाए गुजर

ગીતના શબ્દો છે રવીન્દ્ર રાવલના અને સંગીત રામ લક્ષ્મણનું. વિવેક મુશરાન આ ગીતના કલાકાર છે જેને સ્વર મળ્યો છે કુમાર સાનુનો.

આ જ ગીત બીજીવાર મહિલાના સ્વરમાં છે જેને કંઠ મળ્યો છે કવિતા કૃષ્ણમૂર્તિનો. પણ આ ગીતનો ઓડીઓ જ સાંભળવા મળે છે એટલે કલાકાર કોણ છે તે જણાતું નથી.


૨૦૦૦ની ફિલ્મ ‘રેફ્યુજી’માં પણ એક રોમાંટિક ગીત છે જે અભિષેક બચ્ચન અને કરીના કપૂર પર રચાયું છે.

मेरे हमसफ़र मेरे हमसफ़र मेरे पास आ मेरे हमसफ़र

જાવેદ અખ્તરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. સ્વર અલકા યાજ્ઞિક અને સોનું નિગમના

આશા છે આ લેખમાં આપેલા ગીતો રસિકજનોને વિષયને અનુરૂપ જણાશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

4 comments for “हमसफ़रને લગતાં ફિલ્મીગીતો

 1. May 19, 2019 at 4:46 pm

  આપે ‘હમસફર’ અને ‘હમરાહી’ શબ્દો યુક્ત ગીતોનો નવલો ખજાનો મૂક્યો, નિરંજનભાઈ! તેમને ભળતો એક શબ્દ ‘હમનવા’ હિંદી ફિલ્મોમાં બહુ જૂજ વપરાયો છે તેવો મને ખ્યાલ છે.
  ફિલ્મ ‘ઠોકર’ (1953) માં તલત મહેમૂદનું મારું પ્રિય ગીત આપને યાદ હશે જ… અય ગમે દિલ ક્યા કરું …
  તેના બીજા અંતરામાં શબ્દો છે :
  રાસ્તેમેં રૂકકે દમ લૂં યે મેરી આદત નહીં
  લૌટકર વાપસ ચલા જાઉં મેરી ફિતરત નહીં
  ઔર કોઈ હમનવા મિલ જાય યે કિસ્મત નહીં

  આપ વિશેષ પ્રકાશ પાડશો તો ખુશી થશે. આભાર.

  • Niranjan Mehta
   May 24, 2019 at 1:00 pm

   હમનાવા શબ્દ મારા માટે નવો છે એટલે તમે જણાવેલ ગીતનો ઉલ્લેખ n થયો તે સ્વાભાવિક છે. ધ્યાન દોરવા બદલ આભાર

 2. May 19, 2019 at 4:57 pm

  આપનો લેખ પૂરો વાંચ્યો તો થયું કે આપની મઝાની યાદીમાં એક ઉમેરો કરું !
  મેરે હમસફર (1970) ફિલ્મનું ગીત :
  કિસી રાહમેં કિસી મોડ પર કહીં ચલ ન દેના તૂ છોડકર .. મેરે હમસફર ..મેરે હમસફર

  • Niranjan Mehta
   May 24, 2019 at 1:02 pm

   હા આ ગીત પણ છે પણ લેખની લંબાઈમાં ચૂકાઈ ગયું છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *