





નિરંજન મહેતા
આ શ્રેણીનો પહેલો લેખ, જેમાં સંખ્યા ૧ને લગતાં ગીતો હતા, તે ૩૦/૩/૨૦૧૯ના રોજ મુકાયો હતો. સંખ્યા ૨ને લગતાં પણ ઘણાં ગીતો છે જેને કારણે આ લેખમાં ફક્ત તે ગીતોનો જ સમાવેશ છે.
પહેલું ગીત જોઈ-સાંભળીને જરૂર રસિકજન ઝૂમી ઉઠશે. ૧૯૪૪ની ફિલ્મ ‘મેરી બહેન’નું આ ગીત એક સદાબહાર ગીત છે.
दो नैना मतवाले पीया के
हम पर झुलम करे
ગીતના રચયિતા છે પંડિત ભૂષણ. આ ગીત કે.એલ. સાયગલ પર છે અને ગાનાર કલાકાર પણ કે.એલ. સાયગલ. સંગીત પંકજ મલિકનું.
‘દો ઝુલ્મી નૈના’ પરનાં ૧૯૪૬ની ફિલ્મનાં એસ ડી બાતિશે ગાયેલ ‘દો ઝુલ્મી નૈના માર ગયે અને મૂકેશના એક બહુ જાણીતાં ગૈર ફિલ્મી ગીત ‘દો ઝુલ્મી નૈના હમપે ઝુલમ કરે પણ યાદ આવી જાય.
૧૯૬૦ની ફિલ્મ ‘કોહીનૂર’નું ગીત છે
दो सितारों का जमीं पर है मिलन आज की रात
मुस्कुराता है उम्मीदों का चमन आज की रात
દિલીપકુમાર અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના કવિ છે શકીલ બદાયુની જેને સંગીત આપ્યું છે નૌશાદે. ગાનાર કલાકારો રફીસાહેબ.. અને લતાજી.
૧૯૬૧ની ફિલ્મ ‘ગંગા જમુના’નું આ દર્દભર્યું ગીત પણ પ્રચલિત છે.
दो हंसो का जोड़ा बिछड़ गयो रे
गजब भयो रामा, जुलम भयो रे
વૈજયંતિમાલા પર રચાયેલ આ ગીત લખ્યું છે શકીલ બદાયુની જેને સંગીત આપ્યું છે નૌશાદે . સ્વર છે લતાજીનો.
૧૯૬૪ની ફિલ્મ ‘કોહરા’નું આ માદક ગીત બહુ સુંદર અને ધીમી તર્જમાં છે
दो नयन डरे डरे, ये जाम भरे भरे
કૈફી આઝમીના શબ્દોને સંગીત આપ્યું છે હેમંતકુમારે અને સ્વર પણ તેમનો જ છે. બિશ્વજીત આ ગીતના અદાકાર છે.
૧૯૬૭ની ફિલ્મ ‘હમ દો ડાકુ’માં એક મસ્તીભર્યું ગીત છે.
दो दिनों की है कहानी
जिंदगानी जी तो ले तू हूँ हाँ
ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર કિશોરકુમાર, ગાનાર કલાકાર અનુપકુમાર અને કિશોરકુમાર. વીડિઓમાં ફક્ત ગીત સંભળાય છે એટલે આ બે ભાઈઓ ઉપર જ આ ગીત હશે તેમ માનું છું.
૧૯૭૦મા આવેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’નું આ ગીત પણ જાણીતું છે.
तीतर के दो आगे तीतर,
तीतर के दो पीछे तीतर
बोलो कितने तीतर
રિશીકપૂર અને સિમી ગ્રેવાલ આ ગીતના કલાકાર છે જેમને સ્વર આપ્યો છે આશા ભોસલે અને મુકેશે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૭૨ની ફિલ્મ વિક્ટોરિયા નં, ૨૦૩નું આ રમૂજી ગીત રચાયું છે અશોકકુમાર અને પ્રાણ પર.
दो बेचारे बिना सहारे
देखो पूछ पूछ कर हारे
વર્મા મલિકના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. જેના ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂર
પ્રેમીઓનું મસ્તીભર્યું ગીત છે ૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નું
हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले
जीवन की हम सारी रस्मे तोड़ चले
રાજેશ ખન્ના અને ઝીનત અમાન પર આ ગીત રચાયું છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.
બાળકલાકારો પર રચાયેલ ગીત પણ આ સંખ્યાને આવરી લે છે. ગીત છે ૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરણ’નું.
एक बटा दो, दो बटे चार,छोटी छोटी बातोमें बट गया संसार
ઇન્દ્રજીત સિંહ તુલસી આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. કંચન અને અનુરાધા પૌડવાલ આ ગીતના ગાનાર છે. બાળ કલાકારો પર રચાયેલ આ ગીતના બાળ કલાકારોના નામ નથી અપાયા.
૧૯૭૬ની ફિલ્મ ‘તપસ્યા’નું ગીત છે
दो पँछी दो तिनके लिये कहो ले के चले कहां
ये बनायेंगे एक आशियाना
ગીતના કલાકાર છે પરિક્ષિત સહાની અને રાખી જેના શબ્દો છે એમ.જી.હસમતના અને સંગીત છે રવીન્દ્ર જૈનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર અને આરતી મુકરજી.
૧૯૭૭ની ફિલ્મ ‘ઘરોંદા’નું ગીત શહેરમાં ઘર માટેની એક યુગલની શોધને લગતું છે.
दो दीवाने शहर में, रात में दोपहर में
आब-ओ-दाना ढूंढते है एक आशियाना ढूंढते है
કલાકારો અમોલ પાલેકર અને ઝરીના વહાબ. શબ્દો ગુલઝારના અને સંગીત જયદેવનું. ગાનાર કલાકારો ભુપીન્દર અને રૂના લૈલા.
ત્યાર બાદ છે ૧૯૮૧ની ફિલ્મ ‘પ્યાસા સાવન’નું કલ્પનાશીલ ગીત.
इन हसीन वादियों में दो चार नज़ारे चुरा ले तो चले
इतना बड़ा गगन है दो चार सितारे चुरा ले तो चले
સંતોષ આનંદના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે સુરેશ વાડકર અને લતાજીનો. કલાકારો જીતેન્દ્ર અને રીના રોય.
ગુપચુપ પ્રેમને પ્રગટ કરતું ગીત છે ૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’નું.
दो दिल मिल रहे है मगर चुपके चुपके
सब को हां, सब को खबर हो रही है चुपके चुपके
શાહરૂખ ખાન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત નદીમ શ્રવણનું. સ્વર કુમાર સાનુનો.
આશા છે રસિકજનો આ ગીતોને માણશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Maja avi gai niru bhai
તમને મજા પડી તેનો આનંદ