





ચિરાગ પટેલ
उ.१.२.१०(६६९) इन्द्राग्नी आ गतँ सुतं गीर्भिर्नभो वरेण्यम्। अस्य पातं धियेषिता॥ (विश्वामित्र गाथिन)
હે ઈન્દ્ર અને અગ્નિદેવ! અમારી સ્તુતિઓથી પ્રભાવિત આકાશથી ઊંચા પર્વત શિખરોથી આવેલ આ શ્રેષ્ઠ સોમરસ છે. અમારા ભાવને સ્વીકારી આ સોમનું પાન કરો.
उ.१.३.१(६७२) उच्चा ते जातमन्धसो दिवि सभ्दूम्या ददे। उग्रँ शर्म महि श्रवः॥(अमहीयु आन्गिरस)
હે સોમ! શૌર્યવર્ધક સુખદાયક મહાન યશસ્વી પોષકતત્ત્વ રૂપે અમે પૃથ્વી પર પ્રાપ્ત કરીએ છીએ.
उ.१.३.८(६७९) ऋषिर्विप्रः पुर एता जनानामृभुर्धीर उशना काव्येन। स चिद्विवेद निहितं यदासामपीच्यांरु गुह्यं नाम गोनाम्॥(उशना काव्य)
નેતા, પ્રખર, જ્ઞાની, ધૈર્યવાન, ઉશના કાવ્ય ઋષિ દ્વારા ગાયોમાં ગુપ્ત સોમને પરિશ્રમથી પ્રાપ્ત કરવામાં આવ્યા.
સોમરસ જેમાંથી ઋષિઓ કાઢતાં હતાં એ સોમવલ્લી હિમાલયના ઉત્તુંગ શિખરો પર થતી વેલી હતી. મારા મતે એ ભાંગનો છોડ હોવાની શક્યતા છે. વળી, વેદના શ્લોકમાં ગુઢાર્થ નિહિત છે એમ માનીએ તો સોમરસ એ જ્ઞાનતંતુઓમાંથી વહેતો ચૈતન્ય રસ કે પ્રાણનો પ્રવાહ હોઈ શકે છે. આજના લેખના શ્લોકમાં આ ગુઢાર્થ સ્પષ્ટ થાય છે. ઇન્ટરનેટ પર મને આ એક સંદર્ભ એવો મળ્યો જેમાં 24 અલગ વનસ્પતિઓને સોમલતાઓ ગણી છે – http://ayurvedicmedicinalplants.in/somavalli-english.
અહીં ઋષિ ઉશનાનો પણ ઉલ્લેખ થયો છે. ગીતાના વિભૂતિયોગમાં ઉશનાને સર્વશ્રેષ્ઠ કવિ તરીકે કહ્યાં છે. ઉશના કાવ્ય ઋષિ ગાયમાં ગુપ્તરૂપે રહેલ સોમરસને પ્રાપ્ત કરે છે. આ શ્લોક ચોક્કસપણે સોમના ગૂઢાર્થને ઈંગિત કરે છે. ગાય એટલે કે ગોનો એક અર્થ આપણામાં રહેલ ઈન્દ્રિયો પણ છે.ઈન્દ્રિયો જ્ઞાનતંતુઓ દ્વારા મગજ સુધી સંદેશો લઈ જાય છે અને મગજનો આદેશ પાછો ઈન્દ્રિયો સુધી પહોંચાડે છે. આ સંદેશો વિદ્યુત પ્રવાહ રૂપે થાય છે જે આપણે અનુભવી શકતા નથી. માત્ર એનું પરિણામ જોઈ શકીએ છીએ. ગુપ્તરૂપે રહેલા આ પ્રવાહને ચોક્કસ પદ્ધતિ વડે જોઈ શકાય છે. આપણે એવું ચોક્કસ કહી શકીએ કે, ઉશના કાવ્ય ઋષિ એવા પહેલા વ્યક્તિ છે જેમને જ્ઞાનતંતુના પ્રવાહોને અનુભવ્યા હતા. તેમણે આ સિદ્ધિ કેવી રીતે મેળવી હશે? તેમણે શું કોઈ યંત્ર વિકસાવ્યું હશે કે ધ્યાન/યોગ વડે આ પ્રવાહોને અનુભવ્યા હશે?
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૬”