અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા


આ શ્રેણીનો આ છેલ્લો લેખ છે કારણ ત્રણ લેખમાં જે પરિવારોનો ઉલ્લેખ કર્યો હતો તેટલા પ્રમાણમાં હવે પછીના પરિવારો અને અભિનેત્રીઓ નથી. એટલે બાકીના પરિવારોને એકસાથે આ લેખમાં સમાવાયા છે.


૧. ફિરોઝખાન-ફરદીનખાન


(ક) રેખા


રેખાએ ફિરોઝખાન સાથે કરેલી ફિલ્મો છે ‘કશ્મકશ’, ‘નાગિન’, ‘ધર્માત્મા’, ‘કબીલા’ તો ફરદીનખાન સાથે એક ફિલ્મ કરી છે ‘ભૂત’.


રેખા અને ફિરોઝખાન પર ફિલ્મ ‘ધર્માત્મા’નું આ ગીત બહુ પ્રચલિત છે.


क्या खूब लगाती हो बड़ी सुन्दर दिखाती हो
फिर से कहो कहते रहो अच्छा लगता है

(ખ) સેલીના જેટલી

સેલીનાએ ફિરોઝખાન અને ફરદીનખાન સાથે ‘જાનશીન’માં કામ કર્યું છે તો ફરદીનખાન સાથે ‘નો એન્ટ્રી’માં કામ કર્યું છે. ફિલ્મ ‘જાનશીન’નું આ ગીત ફરદીન અને સેલીના પર રચાયું છે

चेहरा तुम्हारा है कितना प्यारा
देखे बिना मेरे हो न गुज़ारा

(ગ) કોયેના મિત્રા

આ અભિનેત્રીએ બંને સાથે એક જ ફિલ્મ ‘એક ખિલાડી એક હસીના’માં કામ કર્યું છે. 

આ ફિલ્મમાં ફરદીન અને કોયેના પર રચાયેલ ગીત છે


चलता जाए इश्क मुसाफिर रुके कहीं ना इश्क मुसाफिर૨. સુનીલ દત્ત-સંજય દત્ત


(ક) રેખા


રેખાએ સુનીલ દત્ત સાથે ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’,’ફાસલે’, ‘યે આગ કબ બુઝેગી’, ‘રામ કસમ’ કરી છે જયારે સંજય દત્ત સાથે એક ફિલ્મ છે ‘ઝમીન આસમાન’.


ફિલ્મ ‘ફાસલે’નું આ ગીત સુનીલ દત્ત અને રેખા પર રચાયું છે.


यूँ तो मिलाने को हम मिले है बहुत
दरमियाँ फिर भी फ़ासले है बहुत


(ખ) રાખી


રાખીએ આ બંને સાથે એક ફિલ્મ કરી છે ‘ક્ષત્રિય’, જ્યારે સુનીલ દત્ત સાથે ‘શાન’ અને સંજય દત્ત સાથે ‘ઝમીન આસમાન’ ‘ખલનાયક’ ફિલ્મો કરી છે. પણ આમાંથી એક પણ ફિલ્મનું ગીત બંનેમાંથી કોઈની પણ સાથે નથી.


(ગ) માધુરી દિક્ષિત


માધુરીએ સુનીલ દત્ત સાથે એક ફિલ્મ કરી છે ‘ફૂલ’ જ્યારે સંજય દત્ત સાથે ‘ખતરો કે ખિલાડી’, થાનેદાર’, ‘ખલનાયક’, ‘મહાનતા’ અને ‘સાજન’ ફિલ્મમાં કામ કર્યું છે. માધુરી અને સંજય દત્ત ઉપર રચાયેલ ઘણા જાણીતા ગીતોમાંનું ફિલ્મ ‘થાનેદાર’નું ગીત


तम्मा तम्मा लोगे तम्मा


(ઘ) મિનાક્ષી શેષાદ્રી


ફિલ્મ ‘ક્ષત્રિય’માં આ અભિનેત્રી પણ હતી જેમાં પિતા-પુત્ર બંને સાથે છે. પણ તેની ઉપર કોઈ ગીત હોય તેમ જણાતું નથી.


(ચ) ગ્રેસી સિંગ


આ અભિનેત્રીએ આ પિતા-પુત્રની જોડી સાથે એક ફિલ્મ કરી છે – ‘મુન્નાભાઈ એમબીબીએસ.’ અહીં પણ ગ્રેસી સિંગ પર કોઈ ગીત રચાયું હોય તેમ જણાતું નથી.


૩. રાકેશ રોશન-રિતિક રોશન


(ક) રેખા


રેખાએ રાકેશ રોશન સાથે જે ફિલ્મો કરી છે તે છે ‘ખુબસુરત’, ‘આક્રમણ’, ‘મધર’, ‘નિયત’, ‘બહુરાની’ અને ‘ઔરત,ઔરત,ઔરત’. રેખાએ રિતિક રોશન સાથે કરેલી ફિલ્મો છે ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રીશ’.


ફિલ્મ ‘ખુબસુરાત’નું આ મસ્તીભર્યું ગીત માણવા જેવું છે.


सारे नियम तोड़ दो
नियम पे चलना छोड़ दो


૪. કિશોરકુમાર-અમિતકુમાર


(ક) તનુજા


તનુજાએ આ જોડી સાથે ફિલ્મ ‘દૂર કા રાહી’માં કામ કર્યું છે. ત્રણેય પર એક દર્દભર્યું ગીત આ ફિલ્મમાં છે.


पंथी हु मैं उस पथ का
अंत नहीँ जिस का


(ખ) રીટા ભાદુરી


આ અભિનેત્રીએ આ જોડી સાથે જે ફિલ્મ કરી છે તે છે ‘ચલતી કા નામ જિંદગી’. પરંતુ કોઈ ગીત આ અભિનેત્રી પર રચાયું હોય તેમ જણાતું નથી


(ગ) યોગીતા બાલી


આ અભિનેત્રીએ આ જોડી સાથે જે ફિલ્મ કરી છે તે છે ‘શાબાશ ડેડી’ પરંતુ કોઈ ગીત આ અભિનેત્રી પર રચાયું હોય તેમ જણાતું નથી


(ઘ) સુપ્રિયાદેવી

આ અભિનેત્રીએ આ જોડી સાથે જે ફિલ્મ કરી છે તે છે ‘દૂર ગગન કી છાવ મેં’. આ ફિલ્મમાં સુપ્રિયા પર એક હાલરડું છે


खोया खोया चन्दा
खोये खोए तारे
 


(ચ) શીતલ


આ અભિનેત્રીએ આ જોડી સાથે જે ફિલ્મ કરી છે તે છે ‘બઢતી કા નામ દાઢી’. પરંતુ તેના પર કોઈ ગીત રચાયું હોય તે જણાતું નથી.


(૫) દેવઆનંદ- સુનીલ આનંદ


આ પિતા-પુત્રની જોડીએ એક જ ફિલ્મ સાથે કરી છે – ‘આનંદ ઔર આનંદ’ – જેમાં સ્મિતા પાટીલ અને રાખી બંને છે. આ ફિલ્મનું ગીત જે દેવઆનંદ અને સ્મિતા પાટીલ પર રચાયું છે તે છે 


हम क्या है ये तुमने जान लिया
तुम क्या हो ये हमने जान लिया


(
૬) મહેમુદ-લકી અલી


(ક) રાખી


આ અભિનેત્રીએ ફિલ્મ ‘હમારે તુમ્હારે’માં આ જોડી સાથે કામ કર્યું છે. જો કે મુખ્ય કલાકાર સંજીવકુમાર છે એટલે રાખી પર જે ગીતો રચાયા છે તે સંજીવકુમાર સાથે છે. તેમાનું એક ગીત


कुछ तुम को कुछ हम करे
मिलजुल के कुछ गम दूर करे


(ખ) જયા બચ્ચન વગેરે


ફિલ્મ ‘એક બાપ છે બેટે’ એક અનન્ય ફિલ્મ કહી શકાય જેમાં એક નહીં પણ ત્રણ અભિનેત્રીઓ છે – જયા બચ્ચન, યોગીતા બાલી અને નૂતન. તો તે જ રીતે મહેમૂદ ઉપરાંત તેના ત્રણ પુત્રો પણ આ ફિલ્મમાં છે – લકી અલી, પકી અલી અને મેકી અલી. આ ફિલ્મનું એક રમુજી ગીત છે


बुड्ढे तेरी चाल बुड्ढे
झूमती झूमा झूम रे बुड्ढे

તો ફિલ્મ ‘નૌકર’માં પણ મહેમુદ છે જેની અભિનેત્રીઓ છે જયા બચ્ચન અને યોગીતા બાલી. મુખ્ય અભિનેતા સંજીવકુમાર. આ ફિલ્મનું ગીત છે જે યોગીતા બાલી અને મહેમુદ પર રચાયું છે

देखी हजारो महफिले
पर ये फ़िज़ा कुछ और है


(૭) બલરાજ સહાની-પરિક્ષિત સહાની

આ બંને સાથે જે અભિનેત્રીએ કામ કર્યું છે તે છે સાધના. બલરાજ સહાની સાથે કરેલી ફિલ્મો છે ‘એક ફૂલ દો માલી’,  ‘અમાનત’ અને ‘વક્ત’. તો પરિક્ષિત સહાની સાથે કરેલી ફિલ્મ છે ‘વંદના’.

ફિલ્મ ‘વંદના’નું ગીત આ બંને પર રચાયું છે જેના શબ્દો છે

आप की इनायते आप का कम
आप ही बताये कैसे भूलेंगे हम


(૮) નસીરુદ્દીન-વિવાન

આ જોડીએ ફિલ્મ ‘૭ ખૂન માફ’માં એક સાથે કામ કર્યું છે જેની અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા. આ ફિલ્મનું જે ગીત પ્રિયંકા પર ગીત રચાયું છે તે અત્યંત પ્રચલિત થયું હતું.

डार्लिंग, आँखों से आँखे चार करने दो

(૯) સુરેશ ઓબેરોય – વિવેક ઓબેરોય

કંગના રનૌતે સુરેશ ઓબેરોય સાથે ફિલ્મ ‘મણિકર્નિકા’માં તો વિવેક ઓબેરોય સાથે ‘ક્રીશ ૩’માં કામ કર્યું છે. ફિલ્મ ‘મણિકર્નિકા’નું ગીત છે


देश से है प्यार तो हा पल कहेना चाहीए

બને તેટલી પિતા-પુત્રની જોડીઓ આ લેખમાં સમાવાઈ છે છતાં કોઈક એવી જોડી હોય જે ચૂકાઈ ગઈ હોય તો રસિકજન ધ્યાન દોરશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *