





નિરંજન મહેતા
જુદા જુદા વિષયો પર ફિલ્મીગીતો રચાતા હોય છે પણ એવાય કેટલાક ફિલ્મીગીતો છે જેમાં આંકડા-સંખ્યાને સમાવીને તે ગીતો લખાયા છે. શૂન્ય (ઝીરો)થી લઇ દસ લાખને સમાવતા આ ગીતોનો એક જ લેખમાં સમાવેશ ન થઇ શકે કારણ ફકત એકની સંખ્યાને લઈને દસથી વધુ ગીતો મળ્યા છે એટલે આ લેખમાં ફક્ત તેને લગતા ગીતોને જોઈશું.
પણ તે પહેલા ઝીરો શબ્દવાળું એક ગીત છે તે જોઈએ.
૧૯૮૯ની ફિલ્મ ‘રામલખન’નું ગીત છે
करते है सब मुझे सलाम
लेते है सब मेरा नाम
मै हूँ वो हीरो ये है
ये है वो झीरो
અનીલ કપૂર, આનંદ બલરાજ અને સોનિકા ગીલ આ ગીતના કલાકાર છે જેને સ્વર મળ્યો છે મહમદ અઝીઝ, અમિતકુમાર અને અલીશા ચિનોયના. આનંદ બક્ષીના શબ્દ અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.
હવે એકને આવરી લેતાં ગીતો.
૧૯૪૮ની ફિલ્મ ‘અનોખા પ્યાર’નું ગીત નરગીસની વ્યથા રજુ કરે છે
एक दिल का लगाना बाकी था,
सो दिल भी लगाके देख लिया
ગીતના શબ્દો ઝિયા સરહદીના અને સંગીત અનીલ બિશ્વાસનું. સ્વર લતાજીનો.
૧૯૫૨ને ફિલ્મ ‘અનહોની’માં રાજકપૂર ગીત ગાય છે
मै दिल हूँ एक अरमान भरा
तु आ के मुझे पहेचान झरा
આ ગીતને સ્વર મળ્યો છે તલત મહેમૂદનો જેના શબ્દો છે સત્યેન્દ્રના અને સંગીત રોશનનું.
૧૯૫૭ની ફિલ્મ ‘હમ પંછી એક ડાલ કે’નું ગીત છે
एक से भले दो दो से भले चार,
मंजिल अपनी दूर है रास्ता करना पार
આ ગીત બાળકલાકારો પર રચાયું છે જેના શબ્દો પ્યારેલાલ સંતોષીના અને સંગીત એન.દત્તાનું. સ્વર આશા ભોસલેનો.
આ ફિલ્મમાં આવું જ એક બાળકલાકારો પર રચાયેલું ગીત છે જેની વિગતો ઉપરના ગીત મુજબ
संग संग डोले जी संग संग बोले
हम पंछी एक डाल के
૧૯૬૫ની ફિલ્મ ‘હિમાલય કિ ગોદમેં’માં એક સંખ્યાવાળા બે ગીત છે.
एक तु जो मिला सारी दुनिया मिली
खिला जो मेरा दिल सारी बगियाँ खीली
માલા સિંહા આ ગીતના કલાકાર છે જેના શબ્દો ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર લતાજીનો.
આ જ ગીતનું દર્દભર્યું રૂપાંતર પણ છે જેના શબ્દો છે
एक तू ना मिला सारी दुनिया मिले भी तो क्या है
વિગતો આગલા ગીત મુજબ
૧૯૭૨ની ફિલ્મના શીર્ષકમાં જ ‘એક’ શબ્દ છે અને તે છે ‘એક બાર મુસ્કુરા દો’
एक बार मुस्कुरा दो एक बार मुस्कुरा दो
कहाँ से उठे है कदम याद रखना
તનુજા અને જોય મુકર્જી આ ગીતના કલાકાર છે જેને સ્વર મળ્યો છે આશા ભોસલે અને કિશોરકુમારનો. શબ્દો શેવન રિઝવીના અને સંગીત ઓ.પી. નય્યરનું.
૧૯૭૫ની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું એકની સંખ્યાવાળું ગીત છે
एक मै और एक तू, दोनों मिले इस तरह
और जो तन मन में हो रहा है वो तो होना ही था
ગીતકાર ગુલશન બાવરા અને સંગીત છે આર.ડી.બર્મનનું. રિશીકપૂર અને નીતુ સિંગ માટે સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ.
૧૯૭૫ની અન્ય ફિલ્મ ‘ધરમકરમ’નું ગીત છે
एक दिन बीक जाएगा माटी के मोल
जग में रह जायेगे प्यारे तेरे बोल
રાજકપૂર આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર છે મુકેશનો.
આ ગીત કુલ ચાર વાર આવે છે. બીજા ગીતમાં સ્વર છે પૂર્ણિમાનો
તો ત્રીજા ગીતમાં સ્વર છે મુકેશ, કિશોરકુમાર અને સુષ્મા શ્રેષ્ઠના. પણ તેનો વીડિઓ નથી. જયારે ચોથા ગીતમાં કલાકાર છે રાજકપૂર, રણધીરકપૂર અને રેખા જેમાં સ્વર છે મુકેશ, કિશોરકુમાર અને આશા ભોસલેના.
૧૯૭૭ની ફિલ્મ ‘ઘરોન્દા’માં પણ એક દર્દભર્યું ગીત છે
एक अकेला शहर में, रात में और दोपहर में,
आबोदाना ढूंढता है, आशियाना ढूंढता है
ગીતના કલાકાર છે અમોલ પાલેકર.ગીતના શબ્દો ગુલઝારના અને સંગીત જયદેવનું. ગાનાર કલાકાર ભુપિન્દર.
૧૯૮૦ની ફિલ્મ ‘કર્ઝ’નું ગીત છે
एक हसीना थी एक दिवाना था
આ ગીત રિશીકપૂર અને ટીના મુનીમ પર રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર છે કિશોરકુમાર અને આશા ભોસલે.
આ સિવાય પણ અન્ય ગીતો છે પણ ગીતોની સંખ્યા વધુ હોવાથી થોડાક જ ગીતોનો સમાવેશ કર્યો છે રસિકજનો તે ધ્યાનમાં લેશે તેમ માનું છું.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Mama padi gai Nirubhai
આભાર તમને મજા પડી તે બદલ.
It is indeed a New subject of Numerical songs of Hindi films, my compliments to Shri Niranjanbhai MEHTA, we will have eagerness for part 2 ,once again Congratulations…
આભાર મહેશભાઈ. આ શ્રેણીમાં દર મહીને એક લેખ આપવા વિચાર છે.