





નિરંજન મહેતા
ફિલ્મોમાં નાયક-નાયિકા અન્યોન્યને વાયદા કરે છે મળવાના કે પછી ન ભૂલવાના. આ સંદર્ભમાં કેટલાક ગીતોની નોંધ આ લેખમાં છે.
૧૯૫૬ની ફિલ્મ ‘રાજહઠ’નું ગીત છે
ये वादा करो चाँद के सामने
भूला तो ना दोगे मेरे प्यार को
પ્રદીપકુમાર અને મધુબાલા પર રચાયેલ આ ગીતના શબ્દો શૈલેન્દ્રના છે અને સંગીત શંકર જયકિસનનું, ગાનાર કલાકારો મુકેશ અને લતાજી.
તો ૧૯૬૩ની ફિલ્મ ‘તાજમહલ’નું આ સદાબહાર ગીત ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે.
जो वादा किया वो नीभाना पडेगा
रोके झमाना छाये रोके खुदाई
तुम को आना पडेगा
આ ગીતમાં પણ પ્રદીપકુમાર છે જેને સાથ આપ્યો છે બીના રોયે. સાહિર લુધિયાનવીના શબ્દોને રોશને બહુ સુંદર
તર્જમાં રચના કરી છે. કંઠ છે લતાજી અને રફીસાહેબનો
૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નું ગીત છે
सायोनारा सायोनारा
वादा निभाउंगी सायोनारा
જાપાનની ભૂમિ પર આશા પારેખ પર રચાયેલ આ ગીતે તે સમયે ધૂમ મચાવી હતી ને હજી પણ લોકપ્રિય છે. ગીતના રચયિતા છે હસરત જયપુરી, સંગીત શંકર જયકિસનનું અને સ્વર લતાજીનો.
એક જુદા જ ભાવનું ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’નું જેમાં સુનીલ દત્ત વીમીને સંબોધીને કહે છે કે તું સાથ
આપવાનો વાયદો કરે તો હું આવા જ મસ્ત ગીતો ગાતો રહીશ.
तुम अगर साथ देने का वादा करो
मै यु ही मस्त नगमे लुटाता रहूँ
સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે રવિએ અને ગાનાર છે મહેન્દ્ર કપૂર.
૧૯૬૮ની ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં એક મુજરા ગીત પણ વાયદાને લગતું છે.
क्या ओरो में देखा है जो हमने नहीँ पाया
तुमने हमारे होते ओरो से दिल लगाया
वादा हमसे किया दिल कीसी को दिया
રમેશ દેવને ઉદ્દેશીને ગવાતા આ ગીતના કલાકાર છે મધુમતી જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર મુબારક બેગમ.
૧૯૭૧ની ફિલ્મ ‘કારવા’નું वादाને લગતું આ ગીત મસ્તીભર્યું છે.
कितना प्यारा वादा है इन मतवाली आँखों का
इन मस्ती मे सूझे ना क्या कर डालू हाल मोहे संभाल
જંપિંગ જેક જીતેન્દ્ર અને આશા પારેખ આ ગીતના કલાકાર છે. જેમને કંઠ સાંપડ્યો છે રફીસાહેબ અને લતાજીનો.
શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર.ડી.બર્મનનું.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘દુશ્મન’નાં ગીતમાં રાજેશ ખન્ના મુમતાઝને તેના વાયદાનો વિશ્વાસ નથી એ મતલબનું આ
ગીતમાં જણાવે છે જે મુખડા પછીના નીચેના શબ્દો દ્વારા કહેવાયું છે
मै तुझसे प्यार करूँ, या दिल निस्सार करूँ
मै तुझसे प्यार करूँ, ओ मगर कैसे ऐतबार करूँ?
झुठा है तेरा वादा, वादा तेरा वादा
ગીતના શબ્દો આનંદ બક્ષીના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને સ્વર કિશોરકુમારનો.
૧૯૭૨ની ફિલ્મ ‘લાલ પત્થર’ના આ ગીતમાં વિનોદ મહેરા પોતાની મનોવ્યથાને વ્યક્ત કરતા કહે છે કે તેણે
કોઈને વાયદો કર્યો હતો એટલે તે હંમેશા હસતો રહે છે.
गीत गाता हूँ मै, गुनगुनाता हूँ मै
मैंने हंसने का वादा किया था कभी
આ શબ્દોના રચયિતા છે દેવ કોહલી જેને સંગીતબદ્ધ કર્યા છે શંકર જયકિસને. ગાનાર કલાકાર કિશોરકુમાર.
એકબીજાના સાથને ન છોડવાના વાયદાનો ભાવ દર્શાવતું ગીત છે ૧૯૭૩ની ફિલ્મ ‘આ ગલે લગ જા’નું.
वादा करो तुम नहीँ छोड़ोगी मेरा साथ
जहाँ तुम हो वहां मै भी हूँ
શશીકપૂર અને શર્મિલા ટાગોર પર રચાયેલું આ ગીત સ્વરબદ્ધ કર્યું છે આર.ડી.બર્મને જેના શબ્દો છે સાહિર
લુધિયાનવીના. ગાનાર કિશોરકુમાર અને લતાજી.
જુદા ન પડવાના વાયદાવાળું ફરી એક ગીત છે ૧૯૭૪ની ફિલ્મ ‘હાથ કી સફાઈ’નું.
वादा कर ले साजना
तेरे बिना मै ना रहूँ
मेरे बिना तू ना रहे
એકબીજા સાથે આ વાયદો કરે છે સિમી ગરેવાલ અને વિનોદ ખન્ના. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર લતાજી અને રફીસાહેબનો.
૧૯૮૦ની ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’માં પણ એક મુજરા ગીત છે
कीसी के वादे पर क्यूँ ऐतबार हमने किया
ઓડીઓ સાંપડ્યો હોઈ કોણ કલાકાર છે તે જણાતું નથી.
શબ્દો સાહિર લુધિયાનવીનાં, સંગીત આર.ડી.બર્મનનું અને ગાયિકા આશા ભોસલે.
૧૯૮૨ની ફિલ્મનું શીર્ષક જ છે ‘એ વાદા રહા’. તેના ગીતના મુખડામાં સમાયેલ શબ્દો છે
फिर हो ना जुदा ये वादा रहा
રિશીકપૂર અને પૂનમ ધિલ્લોન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આર.ડી.બર્મનનું. ગાનાર કલાકારો કિશોરકુમાર અને આશા ભોસલે.
પોતાના રિસાયેલા આશિકને મનાવતું ગીત છે ૧૯૮૭ની ફિલ્મ ‘દિલ તુજકો દિયા’નું.
वादा न तोड़, तू वादा न तोड़,
કુમાર ગૌરવને સંબોધીને આ ગીત રતિ અગ્નિહોત્રી ગાય છે જેના ગાનાર છે લતાજી. ગીતના શબ્દો અને સંગીત બંને રાજેશ રોશનના છે.
એકબીજાથી જુદા ન થવાનો વાયદો કરે છે અક્ષયકુમાર અને આયેશા ઝુલ્કા ૧૯૯૨ની ફિલ્મ ‘ખિલાડી’માં.
वादा रहा सनम होंगे जुदा ना हम
चाहे ना चाहे ज़माना
જતિન લલિતના સંગીતમાં રચાયેલ આ ગીતના ગીતકાર છે દેવ કોહલી અને ગાનાર છે અભિજિત અને અલકા યાજ્ઞિક.
૨૦૦૫ની ફિલ્મ ‘રાજુચાચા’માં વાદા ઉપર બે ગીત છે પહેલું છે
कसम है
ये मेरा प्यार मेरी कसम है
ये वादा है की मेरा प्यार मेरी कसम है
આ ગીતના કલાકારો છે અજય દેવગણ અને કાજોલ જેના શબ્દકાર છે આનંદ બક્ષી અને સ્વરબદ્ધ કર્યા છે જતિન લલિતે. સ્વર છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના.
બીજું ગીત દર્દભર્યું છે
ये वादा था
ये तेरे प्यार की कसम थी
वो वादे तेरे है झूठे
આ પાર્શ્વગીતના રચયિતા પણ આનંદ બક્ષી છે અને સ્વરબદ્ધ કર્યા છે જતિન લલિતે. સ્વર છે અલકા યાજ્ઞિકનો.
પ્રણય ત્રિકોણમાં અટવાયેલની વ્યથા વ્યક્ત કરતુ ગીત છે ૨૦૦૫ની અન્ય ફિલ્મ ‘વાદા’નું
वादा है ये वादा है ये
वादा है ये तुज से हाँ मेरे सनम
અર્જુન રામપાલ, ફૈયાઝખાન અને અમીષા પટેલને સાંકળી લેતું આ ગીત ગાયું છે કુમાર સાનુ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે. સમીરના શબ્દો અને હિમેશ રેશમિયાનું સંગીત.
૨૦૦૮ની ફિલ્મ ‘દેશદ્રોહી’નું ગીત છે
मेरा वादा रहा ओ..ओ..ओ मेरा वादा रहा
जीना ना मरना है कुछ भी ना करना है
કમાલખાન અને ગ્રેસી સિંઘ પર આ ગીત રચાયું છે જેના શબ્દોના રચયિતા છે કમાલ અને સંગીત નિખીલનું. સ્વર છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી આય્યરનો.
બને તેટલા ગીતોનો સમાવેશ કરવાનો પ્રયત્ન હોવા છતાં કોઈક ગીત બાકાત હોય તો રસિકજન તે તરફ આંગળી ચીંધે તો આનંદ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com