કિશોર કુમારે ગાયેલાં ચિત્રગુપ્તનાં ગીતો : ઐસા મૌસમ મિલે ફિર કહાં………..(૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

મૌલિકા દેરાસરી

અગાઉની ઘણી સફરમાં આપણે કિશોરકુમાર વિષે તો બહુ વાતો કરી પણ આજે ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ વિષે પણ થોડું જાણીએ.

બિહારના એક નાનકડાં ગામડામાં જન્મ્યા હતા ચિત્રગુપ્ત. એમને આપણે સંગીતકાર તરીકે તો ઓળખીએ છીએ પણ બહુ થોડાં લોકો જાણતાં હશે કે, તેઓ એક અચ્છા ગાયક અને ગીતકાર પણ હતા. સંગીતકાર તરીકે તેમણે ફક્ત હિન્દી જ નહીં, સરસ ભોજપુરી ફિલ્મો પણ આપી છે અને સાથે કેટલાંક પંજાબી અને ગુજરાતી ગીતોમાં પણ સંગીત પીરસ્યું છે.

ચિત્રગુપ્તના પુત્રોને કોણ નથી ઓળખતું! આ જોડીએ 80s ane 90s માં સંગીતની દુનિયામાં ધૂમ મચાવી હતી.

આ જોડી એટલે આનંદ – મિલિન્દ.

આ બધાની આખી એક અલગ કહાણી છે, જે ક્યારેક જરૂર જાણીશું. અત્યારે તો આપણે ચિત્રગુપ્તના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારના ગીતો માણવાનાં છીએ.

તો સફરની શરૂઆત કરીએ 1963ના વર્ષથી.

આ વર્ષે ‘એક રાઝ’ ફિલ્મ રિલીઝ થઈ. જેમાં હતું એક દિલકશ ગીત, જેની ધૂન અને શબ્દો આજે પણ ગણગણવા ગમે છે. આ ગીત યાદ આવે ત્યારે એ આખો જમાનો યાદ આવી જાય છે.

અગર સુન લે તું એક નગ્મા

આ જ ફિલ્મનાં અન્ય ગીતો પણ ગાવાનાં ગમે એવાં હતાં. જેમ કે –

મુઝકો પહેચાન, મૈં કુરબાન

લતા મંગેશકર સાથે – અજનબી સે બનકર કરો મત ઇશારે

નગ્મા-એ-દિલ કો છેડકર

અને અન્ય એક મશહૂર ગીતને કેમ ભૂલાય!!!

પાયલવાલી દેખના… જેમાં ચિત્રગુપ્તના સંગીતમાં અને કિશોરદાના અવાજમાં શાસ્ત્રીય સ્પર્શ બખૂબી મહેસૂસ થાય છે.

એ પછી ૧૯૬૪માં ‘ગંગા કી લહરેં’, જેમાં કિશોરકુમારે અભિનય પણ કર્યો. ફિલ્મના ગીતકાર હતા,મજરૂહ સુલતાનપુરી.

જેનું એક મસ્તીભર્યું લહેરાતું ગીત આજે પણ ક્યાંક ને ક્યાંક વાગતું સંભળાઈ જાય છે.

છેડો ના મેરી ઝુલ્ફે…. સબ લોગ ક્યા કહેંગે….

સ્ક્રીન પર કિશોરકુમાર અને કુમકુમની કેમેસ્ટ્રી પણ જોવા જેવી છે. ઘણી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું છે.

કિશોરદાએ લતાદીદીની સાથે આ ગીત ગાયું છે. અને એ સિવાય ફિલ્મનું લહેરાતું ટાઈટલ સોંગ કિશોરદા પર ફિલ્માવવામાં આવ્યું હતું. સ્વર કિશોરકુમાર સાથે લતાજીનો હતો.

મચલતી હુઈ હવા મેં છમ છમ, હમારે સંગ સંગ ચલેં ગંગા કી લહરેં

આ બંને ગીતો એકદમ સુપરહિટ રહ્યાં હતાં.

આગળ ચાલો અને આ ગીત સાંભળીને હસો તો જરા…. ફિકરની શું વાત છે!!!

મા – આ ફિલ્મ૧૯૬૮માં આવી, જેમાં ગીતકાર હતા મજરુહ સુલતાનપુરી.

મૈઁ હસું યારો, યા ઇસ પે રોઉં

યારો મનાઓ જશ્ને બહારા…

૧૯૭૧ નું વર્ષ હતું, જે સંસાર ફિલ્મ સાથે આવ્યું હતું.
જરાક ચોરીમાં જેલમાં ચક્કી પીસાય અને ગવાય –

બસ અબ તરસાના છોડો – આશા ભોંસલે સંગ કિશોરકુમારનું આ યુગલ ગીત

મળે જેટલી એ પીધે રાખે, શરાબનો હિસાબ કોણ રાખે!! ફિલ્મનું જવલ્લે જ સાંભળવા મળતું ચિત્રગુપ્તના સંગીત નિર્દેશનમાં એક ગીત

હાથોં મેં કિતાબ, બાલો મેં ગુલાબ….

જુઓ અહીં આ કોણ ગાય!

સાઝ ઔર સનમ – આ ફિલ્મ આવી ૧૯૭૧માં

કૈફી આઝમીના ગીત હતાં ફિલ્મમાં.

યે મેરી બલા જાને

દિલ સે નઝર તક તેરે ઉજાલે…

‘ઈન્તઝાર’, 1973 માં રિલીઝ થઈ આ ફિલ્મ, જેમાં ગીતકાર હતા વર્મા મલિક.

અન્ય એક અનન્ય ગીત હતું આ ફિલ્મમાં

ચંદા કી કિરનો સે લિપટી હવાયેં…

આ ગીત રેડિયો પર સાંભળવામાં ઓછું આવ્યું હતું અને હવે પણ કેટલાંક કદરદાનોની યાદમાં જ બચ્યું છે. આપણે પણ આજે યાદ કરી લઈએ આ ગીત, જેનાં શબ્દો અત્યંત મધુર છે. ઉપરાંત કિશોરદાએ પણ અદ્ભુત રીતે ગાયું છે. સાથે ચિત્રગુપ્તનાં સંગીતનું છોગું તો ખરું જ.

સફરને આગળ વધારીએ અને પહોંચીએ 1975માં.

આ વર્ષે ફિલ્મ અંગારે આવી.

કિશોરદાના અવાજમાં નું આશાજી સાથેનું યુગલ ગીત હતું –

તંગ મૈં આ ગયા હું જવાની સે

1979 ની ફિલ્મ – ‘દો શિકારી’માં કિશોરકુમાર અને ચિત્રગુપ્ત, બંનેની જોડીએ આ ગીત આપ્યું.

ઘરદ્વાર ખૂલ્યાં ૧૯૮૫ માં. આ ફિલ્મમાં કિશોરકુમારના અવાજમાં મોડર્ન તિતલીઓને સંદેશ આપ્યો છે, ગીતકાર છે અંજાન. ફિલ્મની એક ખાસિયત એ પણ ખરી કે એમાં કિશોરદાના દીકરા અમિતકુમારે પણ સ્વર આપ્યો છે.

હવે કેવો છે સંદેશ એ તો આ ગીત જ કહેશે.

તો આ હતી, ચિત્રગુપ્ત અને કિશોરકુમારની જોડીએ સંગીતકાર અને ગાયક તરીકે ગાયેલાં ગીતોની સફર.

જતાં જતાં ચિત્રગુપ્તે સંગીતબદ્ધ કરેલું એક ગીત ચોક્કસ સાંભળતાં જજો. ધૂન જરા ધ્યાનથી સાંભળજો અને સાંભળીને શું યાદ આવે છે એ ચોક્કસ કહેજો.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

1 comment for “કિશોર કુમારે ગાયેલાં ચિત્રગુપ્તનાં ગીતો : ઐસા મૌસમ મિલે ફિર કહાં………..(૨)

  1. રજનીકાન્ત વ્યાસ
    April 5, 2019 at 12:17 pm

    બધાં ગીતો માણ્યાં. કેટલાંક તો વરસો પછી સાંભળ્યા.

    છેલ્લું ગીત “તારી આંખ નો અફીણી” ના સુરમાં સ્વરબદ્ધ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *