અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૩)

નિરંજન મહેતા

પહેલા લેખમાં (૨૪.૧૧.૨૦૧૮) આપણે કપૂર ખાનદાન સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરી હતી. ત્યારબાદ ૨૫.૦૧.૨૦૧૯ના લેખમાં બચ્ચન પરિવાર સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરાઈ છે. આ લેખમાં ત્યાર પછીના વધુ જાણીતા દેઓલ પરિવારની વાત જણાવું છું.

ઝીનત અમાન

ઝીનત અમાને ધર્મેન્દ્ર સાથે કરેલી ફિલ્મો છે ધરમવીર, શાલીમાર, યાદો કી બારાત, જાગીર જ્યારે તેણે સની દેઓલ સાથે એક ફિલ્મ કરી છે સોહની મહેવાલ.

ઝીનત અને ધર્મેન્દ્રનું ફિલ્મ ‘ધરમવીર’નું પ્રચલિત યુગલ ગીત છે :

ओ मेरी महेबुबा, महेबुबा महेबुबा
तुझे जाना है तो जा तेरी मर्जी मेरा क्या

ડિમ્પલ ખન્ના

ડિમ્પલ ખન્નાના નામે ધર્મેન્દ્ર સાથે ઘણી ફિલ્મો છે – ઈન્સાનિયત કે દુશ્મન, સિકલ, ગંગા તેરે દેશ મેં, બટવારા, શહેજાદે, મસ્ત કલંદર, દુશ્મન દેવતા અને હમ કૌન હૈ?

તે જ રીતે સની દેઓલ સાથે પણ જે ફિલ્મો કરી છે તે છે અર્જુન, મંઝીલ મંઝીલ, આગ કા ગોલા, ગુનાહ, નરસિંહા

આમ તો તેમના બહુ જાણીતા ગીતો નથી જણાતા પણ ફિલ્મ ‘અર્જુન’નું ગીત કદાચ રસિકોને ગમશે.

भूरी भूरी आँखों वाला एक लड़का है
सपने देखने से जाने क्यों घबराता है

રાખી

રાખીએ ધર્મેન્દ્ર સાથે તેમ જ તેના બે પુત્રો સની અને બોબી સાથે પણ ફિલ્મો કરી છે.

ધર્મેન્દ્ર સાથેની ફિલ્મો છે જીવનમૃત્યુ અને બ્લેકમેલ. સની સાથે કરેલી ફિલ્મો છે ડકૈત, બોર્ડર અને ક્ષત્રિય. તો બોબી સાથે કરેલી ફિલ્મ છે સોલ્જર.

ધર્મેન્દ્ર સાથેની ફિલ્મ ‘બ્લેકમેલ’નું આ ગીત તો સદાબહાર છે.

पल पल दिल के पास तुम रहेती हो
जीवन मीठी प्यास ये कहेती हो

જુહી ચાવલા

જુહીએ પણ રાખીની જેમ ત્રણેય સાથે કામ કર્યું છે.

ધર્મેન્દ્ર સાથે કરેલી ફિલ્મ છે સલ્તનત તો સની સાથેની ફિલ્મો છે સલ્તનત, લુટેરે, ઈજ્જત કી રોટી, અર્જુન પંડિત. બોબી સાથે એક જ ફિલ્મ છે દોસ્તી.

ફિલ્મ ‘અર્જુન પંડિત’નું ગીત જે સની અને જુહી પર ફિલ્માવાયું છે તે આ સાથે

प्यार के गीत ये दिल जो गाने लगा
एक नशा सा निगाहों पे छाने लगा

શર્મિલા ટાગોર

શર્મિલાએ ધર્મેન્દ્ર સાથે ઘણી ફિલ્મો કરી છે. અનુપમા, દેવર, મેરે હમ દમ મેરે દોસ્ત, યકીન, સત્યકામ, ચુપકે ચુપકે, એક મહેલ હો સપનો કા, સની. સનીમાં સની દેઓલ પણ છે અને સની સાથેની અન્ય ફિલ્મ છે ફૂલ એન્ડ ફાઈનલ.

આમ તો ઘણા સુંદર ગીતો રચાયા છે પણ ફિલ્મ ‘મેરે હમ દમ મેરે દોસ્ત’નું આ ગીત કર્ણપ્રિય હોવાથી સામેલ કર્યું છે.

चलो सजना जहान तक गाता चल
लगाकर मुझे गले

વહિદા રહેમાન

વહિદાએ ધર્મેન્દ્ર સાથે કરેલી ફિલ્મો છે બાઝી, ખામોશી, મન કી આંખે જ્યારે ફિલ્મ સનીમાં પિતા-પુત્ર બંને હતા. સનીમાં અમૃતા સિંહ પણ સામેલ છે.

ફિલ્મ ‘મન કી આંખે’નું આ ગીત અત્યંત પ્રચલિત છે.

चला भी आ आजा रसिया
ओ जाने वाले आ जा तेरी याद सताए

શ્રીદેવી

શ્રીદેવીએ ફિલ્મ સલ્તનતમાં પિતા-પુત્ર બંને સાથે કામ કર્યું છે તો સની સાથે કરેલી ફિલ્મો છે આપ કી દુનિયા, જોશીલે, ચાલબાઝ, નિગાહે, મૈ તેરી દુશ્મન.

ફિલ્મ ‘ચાલબાઝ’નું આ ચુલબુલું ગીત માણવા જેવું છે

न जाने कहां से आई है न जाने कहां को जायेगी
दिवाना किसे बनायेगी ऐ लड़की

શિલ્પા શેટ્ટી

શિલ્પાએ પિતા ધર્મેન્દ્ર અને બે પુત્રો સની અને બોબી સાથે એક ફિલ્મ કરી છે અપને. આ ફિલ્મમાં અન્ય બે અભિનેત્રીઓ પણ છે કત્રીના કૈફ અને કિરણ ખેર એટલે તેમણે પણ આ પિતા-પુત્રની જોડી સાથે કામ કર્યું ગણાય.

તો શિલ્પાએ સની સાથે કરેલી ફિલ્મો છે હિંમત, ઇન્ડિયન અને કર્ઝ. ફિલ્મ ‘ઇન્ડિયન’નું આ યુગલ ગીત સની અને શિલ્પા પર રચાયું છે.

रब दी कसम रब दी कसम
जितने है आशिक सब दी कसम

માધુરી દિક્ષિત

માધુરીએ ધર્મેન્દ્ર સાથે ખતરો કે ખિલાડી, ઇલાકા, પાપી દેવતા અને વર્દીમાં કામ કર્યું છે .વર્દીમાં સની દેઓલ પણ છે અને સની સાથે ત્રિદેવમાં પણ કામ કર્યું છે.

ત્રિદેવનું આ બન્ને પર રચાયેલું ગીત છે

मै तेरी मोहब्बत में पागल हो जाउंगा
मुझे ऐसा लगता है तुझे कैसे लगता है

નફીસા અલી

સૌ પ્રથમવાર આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના કે જેમાં ધર્મેન્દ્ર, સની અને બોબી ત્રણેયે કામ કર્યું છે તેમાં આ કલાકાર સંકળાયેલ છે. જે ગીત પરથી આ ફિલ્મનું શિર્ષક લેવાયું છે તે આમાં સામેલ છે જેમાં ત્રણેય દેખાય છે.

मै जट यमला पगला दीवाना

સુચેતા ખન્ના

ન કેવળ પહેલી ફિલ્મ યમલા પગલા દીવાનામાં સુચેતા હતી પણ તેની સિકવલ યમલા પગલા દીવાના ૨ માં પણ તે દેખાય છે. આ ફિલ્મમાં પણ ઉપરનું ગીત ફરી મુકાયું છે. અલબત્ત જુદા શબ્દો સાથે

जट यमला पगला दीवाना
ये लुटे ये लुटे ये लुटे सारा ज़माना

કિમી કાટકર

આ કલાકારે ધર્મેન્દ્ર અને સનીની એક ફિલ્મ વર્દીમાં સાથ આપ્યો છે.

આ ફિલ્મનું એક યુગલગીત આ બંને પર રચાયું છે.

रब ने मुझे इश्क दिया तेरे लिए तेरे लिए

કંગના રનૌત

કંગનાએ ધર્મેન્દ્ર સાથે લાઈફ ઇન મેટ્રોમાં કામ કર્યું છે તો બોબી દેઓલ સાથે શાકાલાકા બુમબુમ અને વાદા રહામાં કામ કર્યું છે. વાદા રહાનું ગીત જે બોબી પર ફિલ્માવાયું છે તે છે

कुबूल कर ले मौला
कुबूल कर ले मौला
जिंदगी में वोह आई है

આ લેખમાં પણ બને તેટલી માહિતી મુકવાનો પ્રયાસ છે પણ ક્યાંક કોઈ ફિલ્મનો ઉલ્લેખ રહી ગયો હોય તો તે જાણકારી આપવા વિનંતી.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.