આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમલા હીરપરા

આજના લેખમાં આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન વિષે મારા વિચારો રજુ કરુ છું,  જોકે  આજે પરિસ્થિતિ થોડી બદલાઇ છે. એક પેઢી બદલાય એટલે રીતિરિવાજો ને સામાજિક મુલ્યો પણ બદલાય છે. છતા ય ‘apple don’t fell far from tree’ એ નિયમ પ્રમાણે હજુ સમાજમાં સ્ત્રીઓને પ્રમાણમાં ઓછો તો તો પણ અન્યાય તો થાય છે. એના કારણ હજારો વરસના આપણા રુઢ સંસ્કારો ને રિવાજો છે. ચાલો તો આપણે

પ્રાચીન ભારતની સફર કરીને એના મુળ શોધી કાઢીએ

સૃષ્ટિની શરુઆત. આદમ ને ઇવ.નર ને માદા. જીવન ટકાવી રાખવા માટે સાયુજ્યની જરુર હતી. માણસ ટોળામાં વ્યવસ્થિત સમાજમાં રહેતો થયો. ખેતીવાડી શરુ થઇ ને માંસાહારમાં નાના પાયે એક વિકલ્પ ઉભો થયો. ખેતીની સાથે બીજા આનુસંગિક વ્યવસાયો પણ ઉભા થયા. આ બધા વ્યવસાય ને ખેતીમાં સફળ થવા લાંબા સમયનો સ્થિર વસવાટ, માર્ગદર્શન ને ને સહકારની જરુર પડતી. ઉપરાંત માનવબાળકને પોતાના પગ પર ઉભા થતા ખાસ્સો સમય લાગતો. એટલે એને માબાપ ને પરિવારના સતત માર્ગદર્શન ને સહાયની જરુર રહેતી. એમ લોકો અનુકુળ વાતાવરણ ને આજીવિકા સાધનો સહેલાઇથી મળે એવી ભુમિ પર વસવા લાગ્યા. ખાસ કરીને નદીકાંઠે. દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓ સરિતા તટે જ છે. મોહેન જો ,હડપ્પા સિંધુને કિનારે, ઇજીપ્ત નાઇલને કિનારે તો ઇરાક ટાઇગર ને યુક્રેટિસ નદીને કિનારે વસી હતી.

માણસ જ્યારે ટોળામાં રહેતો ત્યારે પેદા થતા બાળકો ટોળાની જવાબદારી ગણાતી. હવે માણસની કામેચ્છાને પણ વ્યવસ્થિત કરવાની જરુર હતી.એમાથી લગ્નસંસ્થા ઉભી થઇ. એનાથી માણસને સ્થિરતા મળી. માનવબાળને લાંબો સમય એના વિકાસ માટે મળ્યો જે સમાજને લાભદાયી નીવડ્યો. સમાજ એકબીજાના સહકારથી ચાલવા લાગ્યો.

પછીના સમયમાં વધારે ચિંતન થયું. આ સમાજ શિકારીસમાજ જેટલો સરળ નહોતો. જીવવા માટે ઘણી કળાઓ શીખવી જરુરી હતી. હવે બધા માબાપ તો બાળકને આ બધી વિદ્યાન શીખવી શકે એવા કાબેલ નથી હોતા. એટલે માબાપ સિવાય બાળકનું ઘડતર કરી શકે, એના ભાવિને નજરમાં રાખી,એની શકિતઅનુસાર આજીવિકાના રાહ માટે તૈયાર કરી શકે એવી સંસ્થાની જરુર ઉભી થઇ. સમાજના સૌથી ડાહ્યા ને અનુભવી વ્યકિતની ગુરુ કે માર્ગદર્શક તરીકે નિમણુક થઇ ને એ રીતે ગુરુશિષ્ય ને પાઠશાળા ને  આશ્રમો ને છેવટે વિદ્યાપીઠો શરુ થઇ.

હવે સવાલ એ થતો કે કોણે ભણવુ?  દિકરો કે દિકરી? બન્ને? વલણ એવુ હતુ કે શારિરીક ક્ષમતા પ્રમાણે પુરુષને બહારનું કામ કરવાનુ ને સ્ત્રીઓને ઘર સંભાળવાનું. પુરુષને આજીવિકા રળવાની, પરિવારનું રક્ષણ કરવાનુ, સ્ત્રીએ આવકના પ્રમાણમાં ઘર ચલાવવાનું, બાળકને ઉછેરવાનું. નક્કી એવુ થયુ કે સ્ત્રીને જે કામ ભાગે આવ્યુ છે એમાં બહુ અક્કલની કે કોઇ વધારાની તાલીમની જરુર નથી. એ બધુ તો ઘરમાથી મા કે દાદી કે બીજી વયસ્ક વડીલ પાસેથી શીખી શકાય. એને ભણવા આશ્રમમાં કે વિદ્યાપીઠ એમ બહાર જવાની જરુર નથી.

હવે પરિણામ એ આવ્યુ કે પુરુષો આવી વિદ્યાપીઠો અને અનુભવી, જ્ઞાની ગુરુના માર્ગદર્શન નીચે તૈયાર થઇને હોશિયાર બન્યા ને સમાજના મહત્વના સ્થાનો પર ગોઠવાઇ ગયા. આજીવિકાના સાધનો ઉપર એની પક્કડ આવી ગઇ. સામે સ્ત્રીઓ બહારની દુનિયાના અનુભવ,જ્ઞાનવિજ્ઞાનમાં પાછળ રહી ગઇ. પરિણામે બન્નેના વિચાર,સમજણ વચ્ચે અંતર ઉભું થયુ ને પુરુષોને સ્ત્રીઓને ઉતારી પાડવા ઉક્તિ મળી ગઇ કે ‘સ્ત્રીની બુધ્ધિ પાનીએ’. હવે બહારની દુનિયામાં સ્ત્રીનો રોલ મર્યાદિત થઇ ગયો. સમાનતા તો રહી નહી. પછી તો’મોસાળમાં જમવાનું ને મા પીરસવામાં’ પુરુષોએ બધાજ નિયમો પોતાની તરફેણ ઘડી કાઢ્યા.

અધુરામાં પુરુ મનુભગવાને કહી દીધુ કે સ્ત્રીને સ્વતંત્ર રખાય જ નહિ. બચપણમાં પિતા, પરણે ત્યા સુધી ભાઇ,પછી પતિ ને છેવટે પુત્ર એનુ રક્ષણ કરે. આ ચાર એના બોડીગાર્ડ. આમ કાળક્રમે પોતાની આજીવિકા ને રક્ષણ માટે એ સંપુર્ણપણે પરાધીન થઇ. એના હાથ ખાલી. બચપણમાં બાપા આગળ, યુવાનીમાં પતિ આગળ ને છેવટે પુત્ર પાસે હાથ લંબાવવાનો.પિતાની મિલ્કતમાં એનો કોઇ ભાગ નહિ. જીવનના બે મહત્વના પરિબળ આજીવિકા ને સ્વરક્ષણ માટેની એની પરાધીનતાની બહુ આકરી કિંમત ચુકવવી પડી. આજે પણ જુઓ કે બહેનોનો પોષાક ખરેખર એને બહારની ઠંડી,ગરમી કે વરસાદમાં  રક્ષણ આપે એવો નથી. ધરમાં કામકાજમાં અનુકુળ નથી. આ અનુભવ દરેક ગૃહીણીને થતો જ હોય. બહારના એવા આવારા તત્વો સામે બચાવ કરી શકતો નથી. એવો પાતળો,પારદર્શક ને ખુલ્લો ઉલ્ટો કયારેક  આવા અસામાજિક  બળોને આર્કષે છે. સ્કુલમાં છોકરીઓના યુનીફોેર્મ જુઓ. એની  સામે પુરુષનો પોષાક જુઓ. પગમાં બુટમોજા, આખીબાયના ખમીસ એ પણ જાડુ. ને પેન્ટ.શિયાળામાં એ સ્ટેવર ને મફલર ચડાવી લે. આવો ડ્રેસકોડ કોણે નક્કી કર્યો?

આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહી. રુઢ થઇ ગઇ ને એના વિષે વિચારવાનું પણ ભુલાઇ ગયુ. પણ એનીઆડ અસર તરીકે બહેનોમાં લધુતાગ્રંથિ,આત્મવિશ્ર્વાસનો અભાવ, દરેક અમંગલ ઘટના માટે પોતાની જાતને જવાબદાર માનીને પોતાને કોસવાની એવો અપરાધભાવ દ્રઢ થઇ ગયો. આપણા પ્રાચીનસમાજના ઘડવૈયાઓએ સમાજને કર્માનુસાર ચારભાગમાં વિભાજિત કર્યો. યાદ રહે આ વિભાજન જન્માધિરાત નહિ પણ કર્મ પ્રમાણે હતું.   બાહ્મણ, વૈશ્ય,ક્ષત્રિય ને શુદ્ર.

કાળક્રમે એ જડ ને રુઢિગત બની ગયું. જેમ વહેતુ પાણી બંધિયાર થઇ જાય ને ગંધાઇ ઉઠે એમ . હવે જન્મપ્રમાણે જાતિ મનાવા લાગી ને એટલી હદે કે અમુક કામ અમુક જાતિના લોકો જ કરે પછી એની યોગ્યતા હોય કે નહોય. જેમ કે વિદ્યા પર વિપ્રનો જ અધિકાર. પછી એનામાં વિદ્યાપ્રાપ્તિની યોગ્યતા હોય કે નહોય. એમાં શુદ્રને ભારોભાર અન્નાય થયો. એ જ સીલસીલામાં ક્ષત્રિયો પર રક્ષણની જવાબદારી. એટલે બાકીના ત્રણે ય વર્ણો એની પર સમાજની રક્ષાનો ભાર છોડી નંચિત થઇ ગયા. એમા થયુ એવુ કે ખાસ તો રજપુત બહાદુર તો હતા જ પણ એની કેટલીક આચારસંહિતા જેમકે ભાગતા શત્રુ પર હુમલો ન કરવો, શરણે આવેલા શત્રુને છોડી દેવો, ચેતવણી આપીને હુમલો કરવો, રણમાં કોઇ જાતના વ્યુહ કે છેતરપીંડી વિના સામી છાતીએ લડવુ, કેસરીયા કરવા.આવી ઉમદા નીતિનો દુશ્મનો ને ખાસ તો મુસ્લીમ આક્રમણકારોને ખાસ લાભ લઇને દગાફટકાથી રજપુતોનો ખાત્મો બોલાવી દીધો. તો બહાદુર હોવા છતા એ સમયના રિવાજ પ્રમાણે રજપુત સ્ત્રીઓ જૈોહર કરીને પોતાની આબરુ બચાવી લેતી. પરીણામ એ આવ્યુ કે આ બહાદુરને ઉમદા ને સમાજના રક્ષકો લગભગ ખતમ થઇ ગયા. હવે? બાકીની કોમો તો કાયર ને પોતાનું કે પરિવારનું રક્ષણ કરવા અસર્મથ બનીગઇ હતી. એમા પણ સ્ત્રી કે દિકરી એને કાઇ થાય તો આબરુ જાય. નવા વિજેતાની નજરોનો ખોફ પામી ગયેલા ભીરુ લોકોએ બેનદિકરીઓને લાજ, પરદાને બુરખામાં સંતાડી દીધી. એટલેથી વાત ન અટકી. હવે દિકરીનો જન્મ જ ભારરુપ લાગવા માંડ્યો. કેટલીક જ્ઞાતિઓમાં તો એને જનમતાની સાથે જ દુધપીતી કરીદેવાની ક્રુરહરકત પણ થતી. એ દોરને આજની ભ્રુણહત્યા સાથે સરખાવી શકાય.    એટલે જન્મ સાથે જ એની મોકાણ શરુ થઇ જાય. એનુ સ્વાગત જ માંગવાવાળી, પથરો, નભાય એવા વિશેષણથી થાય. દિકરા દિકરીના ઉછેરમાં ભેદભાવ. એની દરેક ગતિવિધીને પારકા ઘેર વળાવવાની છેએ નજરમાં રાખીને થાય. એ નમ્ર,સુશીલ ને ખાસ તો સહનશીલ બને જેથી ભવિષ્યમાં પારકે ઘેર એટલે કે સાસરે સંઘર્ષ વિના સમાઇ જાય. એની જરુરિયાતો

ઓછામાં ઓછી હોય, કોઇ ચીજ માટે જીદ ના હોય,જે મળે એમાં સંતોષ માને. માબાપ જયા વળાવે ત્યા કોઇ દલીલ કે વાંધા વચકા વિના પરણી જાય. એ સમયે વર કરતા ઘર જોવાતું. ઘર પૈસેટકે સુખી હોય પછી વર બીજવર હોય, હયાત શોક્ય હોય કે સાવકા બાળકોને સાચવવાના હોય,વર વયમાં બાપ જેવડો હોય એ નજરઅંદાઝ કરાતું. તો રસરુચિની વાત જ કયાથી વિચારી શકાય. ‘પિયરની પાલખી કરતા સાસરીની શુળી સારી” એ જ સલાહ. એટલે ઘરની વાત કે સમસ્યાની વાત બહાર ન કરાય તો ઘર વગોવ્યુ કહેવાય. એમાં પિયર પાછૂ તો ન જ અવાય. ત્યકતા એટલે પરિણીત સ્ત્રી માટે કલંક.માબાપ માટે આબરુનો સવાલ. કયારેક આ માનસિક  વ્યથા વળગાડ રુપે બહાર આવે ને રુઢીચુસ્ત પરિવારમાં વહુવારુ ભુવાના હાથમાં બેચાર તમાચા ય ખાય. હવે આવી પિયરમાં પોસાય નહિ ને સાસરે સમાય નહિ એવી સ્ત્રી માટે ધરતીમાં સમાઇ જવા કે કુવો ગોઝારો કરવા સિવાય કયો રસ્તો બાકી રહે? દહેજનું દુષણ પણ અમુક જ્ઞાતિમાં દિકરીના જન્મને અળખામણૌ બનાવતું.

હવે સાસરે આવે ને શરુઆતમાં જ ઘરમાં કાઇક અશુભ બને, ઘરના કોઇ સભ્યની માંદગી કે મૃત્યુ, વેપારધંધામાં ખોટ તો દોષ નવી વહુનો. એને અપશુકનીયાળ, છપ્પરપગી ને અભાગણી માનીને અપમાનિત કરાય. લગ્ન પછી તરત બાળક ન થાય તો વાંઝણીનું મેણું, દિકરાની રાહમાં દિકરીઓ જન્મે તો ય એનો વાંક. પતિપરમેશ્ર્વર તો સંપુર્ણ. એનો કયાય વાંક નહિ. એમાં પતિનુ અવસાન થાય તો આખો સમાજ એના પર તુટી પડે. જાણે જન્મમરણ એના હાથમાં હોય. હિંદુસમાજમાં વિધવા જેવુ કોઇ કરુણ પાત્ર નહિ હોય. શરીરને કાયમી ઇજા થા એટલી હદે રડવાકુટવાનુ,માથા પછાડવાના, ભુખમરો વેઠવાનો, બધા શણગાર તો ઠીક પણ માથાના વાળ પણ કાઢી નાખવાના. ઘરના અંધારીયા ખૂણામાં એનુ આસન જાણે વગર સળીયાની જેલ ને આખો સમાજ એનો ચોકીદાર. એટલે જ લગ્નમાં ગોરમહારાજ અખંડ સૌભાગ્યતીના આશિષ આપતા હશે કે પતિની હયાતીમાં જ મરી જજે. વડીલો પણ આવા જ આશિષ આપતા હોય છે. એટલે જ દિકરીઓને ગૌરીવ્રત, પતિના લાંબા આયુ માટે જયાપાર્વતી ને એવરતજિવરત ને કરવાચોથ જેવા વ્રતોનો આદેશ હશે.  પુરુષને એવા કોઇ વ્રતની જરુર નહિ.

આટલુ પુરતુ  ન હોય એમ કેટલીક કમનસીબ સ્ત્રીઓ સમાજના એક ક્રુર વાસ્વિકતાનો ભોગ બને છે. કયારેક મજબુરીથી તો કયારેક પોતાના કહેવાતા સગાઓથી તો કયારેક અસામાજિક તત્વોના હાથમાં જયારે બેસહારા સ્ત્રી સપડાઇ જાય ત્યારે એ એ એક નહિ પણ અનેક હીનવૃતિના પુરુષોની વાસનાનો શિકાર બની જાય છે. એ વ્યકિત મટી વસ્તુ બની જાય છે. સાર્વજનિક સંપતિ બની જાય છે. સહુ એનો ઉપયોગ કરી લે પણ કોઇ એને અપનાવતુ નથી. એનું અધપતન તો નક્કી જ હોય પણ એને માણનાર એવા અધમ લોકો એવા જાતિય રોગોનો ભોગ બની કયારેક પોતાના વારસદારોને પણ એ ભેટ આપતા જાય છે. જોવાનું તો એકે એને ભોગવનાર પુરુષ તો પવિત્ર જ રહે છે

આપણા એક કવિેએ સાચુ કહ્યુ છે કે આંચલમે દુધ ઔર આંખોને પાની. હાય અબલા તેરી યે કહાની. જોકે હવે સમય બદલાયો છૈ. સ્ત્રી શિક્ષિત બની છૈ. આર્થીક સધ્ધરતા આવી છૈ. જોકે ટોચની મહત્વની પોસ્ટ પર પુરુષનો ઇજારો અબાધિત છે. એટલે મહત્વાંકાંક્ષી સ્ત્રીઓને કયારેક શોષણ થવાના સંજોગો ઉભા થયા હોય છે. આજે પિતાની મિલક્તમાં ભાગ મળે છે. એવા  સાસરાપક્ષની સતામણીમાં કાયદાકીય રક્ષણ મળે છે. હવે માબાપ માટે પણ એ બોજ નહિપણ વહાલનો દરિયો બની છૈ. હવે તો કેટલાક કિસ્સામાં પુ નામના નરકમાથી તારણહાર મનાતો પુત્ર જ નરક ઉભું કરે છે ને દિકરી માબાપને ઉગારે છે.

આજના સમયની ઝડપથી બદલતી જતી આ સામાજિક ઘટનાઓને કારણે સ્ત્રી અને પુરુષ સમક્ક્ષ બની રહે તેવું થવામાં બહુ લાંબો સમય નહીં રહે એવી આશા અસ્થાને નહીં ગણાય.


વિમલા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

3 comments for “આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન

 1. Kirtichadra Shah
  March 5, 2019 at 9:46 am

  My article Surge In Women Power supply posted on Kutch gurjari website ‘articles’
  One more article Stree Utthan NA Nakkar Paya is in pipeline for print

  • ગિરધરલાલ ચોટલીયા, 9429830984
   March 5, 2019 at 10:31 am

   જીવ – માનવ-પુરૂષ, પરસ્પર આધારિત,,,,,,,,,,,,,,,,,
   *ઈશ્વર-પ્રભુની યોજના ખરી? *,,,,,,,,,,,
   પુર્ણતા માટે મર્યાદિત સ્વ,, જરૂરી ખરૂં કે??
   પુરુષ – સ્ત્રી કે જીવ માત્ર,,,,,,,
   કુંઠિતતા – સ્વ કેન્દ્રિતા,, માનવ બુદ્ધિ થી પણ વ્યવસ્થા-મેનેજમેન્ટ થી પણ જરૂરી હોય શકે ખરી કે??,,,,,,,,
   શાંતચિત્તે, આત્મ નિરિક્ષણ કરીએ,,,,,,,,
   ભારતીય સંસ્કૃતિ ની ગહનતા માં છીછરાપણું, એ આજની આપણી અધોગતિ,,,, ફરી થી,,,,,,,,,,,
   દિશા વગરના જીવન તરફ તો નથી જતાને????
   ઘણું, ઘણું, ચર્ચા વિચારણા કરીએ ખરા,,,,,,,
   સાંસ્કૃતિક જીવન, માનવીય આપણુ, ભુલાઈ ગયું ખરૂ??
   હા, કાળક્રમે આપણી ક્ષમતા ઘસાણી,,, વિચારીએ,,,,,,

 2. Kirtichadra Shah
  March 5, 2019 at 9:48 am

  My article in Gujarati Stree Utthan NA Nakkar Paya is in pipeline at our samaj magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *