૧૦૦ શબ્દોની વાત : સાઇકલ સવારી કરતાં કરતાં..

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

ગઇ કાલે હું મારી દીકરીને સાઇકલ ચલાવવાનું શીખવતો હતો. જીવનમાં કેમ આગળ વધવું, તેને એ શીખવાડવા જેવો જ આ અનુભવ રહ્યો. અને વધારામાં, સાથે સાથે હું પણ શીખ્યો કેઃ

આગળ વધતાં રહેવા માટે પૅડલ મારતાં જ રહેવું પડે છે; જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આત્મવિશ્વાસ પણ વધે છે; શીખવું હંમેશાં સરળ ન પણ હોય, પડવું અને, ફરી ફરીને, ઊભા થઇ જવું તે આ જ ખેલનો ભાગ છે; ડરને સ્વીકારવો જોઇએ, પણ તેનાથી કિંકર્તવ્યમૂઢ ન થઇ જવાય; પાછળ જોતાં રહેવાથી આગળ વધી નથી શકાતું; આપણું સમતોલન આપણાં અનુકુલન પર નિર્ભર છે; સ્વતંત્રતા અને સાહસનો દરેક અનુભવ આપણને ઘડે છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com


નોંધઃ અહીં મૂકેલ તસ્વરીર સાંકેતિક છે અને લેખના ભાવને ઉજાગર કરવા માટે સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

1 comment for “૧૦૦ શબ્દોની વાત : સાઇકલ સવારી કરતાં કરતાં..

 1. March 10, 2019 at 9:29 pm

  બહુ જ સરસ વાત. આમ તો દરેક રમત જીવનમાં ઉપયોગી કાંઈક ને કાંઈક વાત શીખવી જ જતી હોય છે. કારણ સાવ સાદું છે – જીવન પણ એક રમત માત્ર છે –

  https://www.youtube.com/watch?v=mw_5WKb1Jt0

  અને …
  સુડોકૂ નો આ સંદેશ –
  https://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *