સપના/ખ્વાબને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

સપના તો દરેક વ્યક્તિ જુએ છે, ભલે તે સારા હોય કે દુ:સ્વપ્ન હોય. તો આપણી ફિલ્મો અને તેના ગીતો તેમાંથી કેમ બાકાત રહે? આવા ફિલ્મીગીતો ક્યારેક સુંદર સપનાની વાત કરે છે તો ક્યારેક દર્દભર્યા સપનાની વાત કરે.

સૌ પ્રથમ ૧૯૪૭ની ફિલ્મ ‘દો ભાઈ’નું આ દર્દભર્યું ગીત યાદ આવે

मेरा सुन्दर सपना बीत गया
मै प्रेम में सब कुछ हार गई
बेदर्द जमाना जित गया

આ દર્દભર્યું ગીત કામિની કૌશલ પર રચાયું છે જેના ગીતકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે સચિન દેવ બર્મનનું. સ્વર છે ગીતા દત્તનો જેનું તે વખતે ગીતા રોય નામ હતું.

૧૯૫૬મા આવેલી ફિલ્મ ‘જાગતે રહો’ એ સ્વયં સામાજિક કટાક્ષવાળી ફિલ્મ હતી જેમાં એક ફિલસુફીભર્યું ગીત હતું જે જિંદગીને એક સ્વપ્નરૂપ ગણાવે છે.

जिन्दगी ख़्वाब है,
खाव्ब में जूठ क्या
और भला सच है क्या

મોતીલાલ પર આ ગીત રચાયું છે જેના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે સલિલ ચૌધરીએ. સ્વર છે મુકેશનો.

સપના તો રાતના ઊંઘમાં આવે પણ પછી આંખ ખુલે અને તે તૂટી જાય તેવો ભાવાર્થ છે ૧૯૫૭ની ફિલ્મ ‘એક ગાંવ કી કહાની’નાં આ ગીતમાં.
रात ने क्या क्या ख़्वाब दिखाए
रंग भरे सौ जाल बिछाये
आँखे खोली तो सपने टूटे
रहे गए गम के काले साये

અદાકાર તલત મહેમુદ પર આ ગીત રચાયું છે જેને તેમણે પોતાનો કંઠ આપ્યો છે. ગીતના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત સલીલ ચૌધરીનું.

૧૯૬૦ની ફિલ્મ ‘કાલાબાઝાર’નું આ ગીત પોતાના સાજનના આવવાની ખુશી દર્શાવતું ગીત છે.

सच हुए सपने तेरे झूम ले ओ मन मेरे

ગીતના કલાકાર છે વહીદા રહેમાન જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. કંઠ છે આશા ભોસલેનો.

બાળપણમાં જોયેલા સપનાની યાદ આવે ત્યારે મનમાં જે ભાવો પ્રગટ થાય તે ૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’માં દર્શાવાયું છે.

सपने सुहाने लड़कपन के मेरे नैनो में डोले बहार बनके

આ ગીતના કલાકાર પણ વહીદા રહેમાન છે. ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત હેમંતકુમારનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૩ની ફિલ્મ ‘મેરી સુરત તેરી આંખે’નું ગીત છે

तेरे खयलो में तेरे ही ख्वाबो में
दिन जाए रैना जाये रे

ગીત રચાયું છે આશા પારેખ પર. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે એસ.ડી.બર્મને. સ્વર છે લતાજીનો.

૧૯૬૫ની ફિલ્મ ‘તીન દેવિયાં’નું ગીત જરા જુદા પ્રકારનું છે. નંદા, સિમી ગરેવાલ અને કલ્પનાની હાજરીમાં કોને આ સંબોધાયું છે તે એક પહેલી છે.

ख़्वाब हो तुम या कोई हकीकत
कौन हो तुम बतलाओ
देर से कीतनी दूर खडी हो
और करीब आ जाओ

ગીતનાં કલાકાર છે દેવઆનંદ જેનું સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સ્વર છે કિશોરકુમારનો.


૧૯૬૫ની જ અન્ય ફિલ્મ ‘ગાઈડ’નું આ પ્રચલિત ગીત છે

तेरे मेरे सपने अब एक रंग है
हो जहाँ भी ले जाए राहे हम संग है

આ ગીતના કલાકાર પણ દેવઆનંદ છે જેનું સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. શબ્દો છે શૈલેન્દ્રના અને સ્વર છે રફીસાહેબનો.

ફરી એક સપનાને લગતું દર્દભર્યું ગીત. આ છે ૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’નું.

रुला के गया सपना मेरा
बैठी हु कब होगा सवेरा

નિરાશ વૈજયંતીમાલા પોતાની ભાવના આ ગીતમાં વ્યક્ત કરે છે જેનું સંગીત સચિન દેવ બર્મને આપ્યું છે. શબ્દો છે શૈલેન્દ્રના અને કંઠ લતાજીનો.

૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘નઈ રોશની’નું ગીત છે તે પણ સપનાથી નિરાશ થઈને ગવાયું છે.

सपने है सपने कब हुए अपने
आँख खुली और टूट गये
માલા સિન્હા પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. રાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ.

સપનામાં કોઈને જોઇને તેની યાદ આવે ત્યારના ભાવ દર્શાવાયા છે ૧૯૬૮ની ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’ના આ ગીતમાં.

कौन है जो सपनो में आया
कौन है जो दिल में समाया
लो झुक गया आसमाँ भी
इश्क मेरा रंग लाया

રાજેન્દ્રકુમાર પર આ ગીત રચાયું છે જેના શબ્દો હસરત જયપુરીના છે અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.

યુવાનોના મનમાં જે એક સપનું રમતું હોય છે તેને શબ્દાંકન કર્યું છે ૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નાં આ ગીતે.

मेरे सपनो की रानी कब आयेगी तू
आयी रुतु मस्तानी कब आयेगी तू

રાજેશ ખન્ના પર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત છે સચિન દેવ બર્મનનું. સ્વર છે કિશોરકુમારનો. આ ગીત આજે પણ ધૂમ મચાવે છે અને આ ફિલ્મને કારણે રાજેશ ખન્ના અને કિશોરકુમારની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો હતો.

૧૯૭૩ની ફિલ્મ ‘બ્લેકમેલ’નું એક આશાભાર્યું ગીત છે

ओ नैना मेरे रंग भरे सपने तो सजाने लगे
क्या पता प्यार की शमा जले ना जले

રાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. રાખી પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ.

જ્યારે સપનું તૂટી જાય છે ત્યારે શું હાલત થાય છે તે દર્શાવતું ગીત છે ૧૯૭૫ની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું. આ ભાવને વ્યક્ત કરે છે અરૂણા ઈરાની જેના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર લતાજીનો.

૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’નું આ ગીત પણ સપના જોયા પછીની પરિસ્થિતિને વર્ણવે છે.
देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में है गुल खिले हुए

ગીતના કલાકાર છે અમિતાભ બચ્ચન અને રેખા જેના શબ્દો રચ્યા છે જાવેદ અખ્તરના અને સંગીત શિવ-હરિનું. ગાનાર કલાકાર કિશોરકુમાર અને લતાજી

૧૯૯૧ની ફિલ્મ ‘લમ્હે’નું ગીત પણ સ્વપ્ન સાચું થાય તો શું થાય તેનું વર્ણન કરે છે.

सपना मेरा सच हो गया
कभी मै कहू कभी तू कहे

ગીતના કલાકાર છે અનિલ કપૂર અને શ્રીદેવી. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત શિવ-હરિનું. ગાનાર કલાકાર હરિહરન અને લતાજી.

એક જુદા જ પ્રકારનું સપનાને લાગતું ગીત છે ૧૯૯૮ની ફિલ્મ ‘સત્યા’નું.
सपने में मिलती है
हो कूडी मेरी सपने में मिलती है
અનેક કલાકારોવાળા આ ગીતનાં ગાનાર કલાકાર છે સુરેશ વાડકર અને આશા ભોસલે. શબ્દો ગુલઝારના અને સંગીત વિશાલ ભારદ્વાજનું.

૧૯૯૯ની ફિલ્મ ‘સૂર્યવંશમ’માં પણ સપનાને વર્ણવતું ગીત છે

कोरे कोरे सपने मेरे बरसो
से थे कितने अधूरे
धीरे धीरे रंग सजा के
तूने कर दिए उनको पुरे

અમિતાભ બચ્ચન અને સૌન્દર્યા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સમીરના અને સંગીત અનુ મલિકનું. ગાનાર કલાકારો કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલ.

લેખની લંબાઈને કારણે અન્ય ગીતોનો સમાવેશ કર્યો નથી પણ જેટલા ગીતો આપ્યા છે તે રસિકજનો માણશે એવી આશા.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *